CIA ALERT

Vote chori Archives - CIA Live

August 11, 2025
eci_logo.jpg
1min42

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી ભારતના ચૂંટણી પંચ અને ભાજપ પર ચૂંટણી દરમિયાન ગેરરીતીના ગંભીર આરોપો લગાવ્યા છે. રાહુલ ગાંધીએ ચૂંટણી પંચના ડેટાને આધારે પ્રેઝન્ટેશન રજુ કરીને લોકસભા ચૂંટણી 2024માં “વોટ ચોરી”ના આરોપ લગાવ્યા હતાં. આ મામલે કાર્યવાહીની માંગ સાથે 25 વિપક્ષી દળોના 300 થી વધુ સાંસદો આજે સંસદ ભવનથી ચૂંટણી પંચ (ECI) ના હેડ ક્વાટર સુધી કૂચ કરશે, આ દરમિયાન બિહારમાં મતદાર યાદીમાં સુધારણાની પ્રક્રિયા અંગે પણ વિરોધ નોંધાવવામાં આવશે.

ચૂંટણી પંચનું કાર્યાલય સંસદ ભવનથી માત્ર 2 કિમીના અંતરે છે, દિલ્હી પોલીસ સાંસદોની કૂચને મંજૂરી આપી નથી. એવા પણ અહેવાલ છે પોલીસ મંજુરી સત્તરવાર અરજી પણ નથી કરવામાં આવી.

સાંસદો આજે સવારે સવારે 11.30 વાગ્યે સંસદના મકર દ્વારથી કુચ શરૂ કરશે, જેમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, TMC, DMK, AAP, ડાબેરી પક્ષો, RJD, NCP (SP), શિવસેના (UBT) અને નેશનલ કોન્ફરન્સ સહિત અન્ય વિપક્ષના દળોના સાંસદો જોડાશે.

વિપક્ષી દળોના ગઠબંધન INDIA બ્લોક દ્વારા આ માર્ચ કાઢવામાં આવી રહી છે. થોડા દિવસો અગાઉ AAPએ ગઠબંધનમાંથી બહાર નીકળવાની જહેરાત કરી હતી. છતાં AAP કોઈ પણ બેનર વિના જોડાય આ માર્ચમાં જોડાય તેવી શક્યતા છે.

કુચ દરમિયાન બિહાર મતદાર યાદી સુધારણા પ્રક્રિયા અને કથિત “વોટ ચોરી” અંગે અંગ્રેજી, હિન્દી, તમિલ, બંગાળી અને મરાઠી ભાષામાં લખેલા પોસ્ટરો અને બેનરો બતાવવામાં આવશે અને નારા લગાવવામાં આવશે.

રવિવારે, કોંગ્રેસે નાગરિકો માટે વેબ પોર્ટલ શરૂ કર્યું હતું, જેની મદદથી ડિજિટલ મતદાર યાદીઓ બહાર પાડવા ચૂંટણી પંચને અપીલ કરી શકાય છે.