
દર વર્ષે નવા વર્ષ નિમિત્તે હજારોની સંખ્યામાં ભક્તો માતા વૈષ્ણો દેવીના મંદિરે પહોંચે છે. એ દરમિયાન શનિવારની વહેલી પરોઢીએ દર્શન માટે ઉમડેલી હજારો લોકોની ભીડમાં કોઇક અગમ્ય કારણોસર નાસભાગ મચી જવા પામી હતી.
જમ્મુ-કાશ્મીરમાં કટરા સ્થિત વૈષ્ણોદેવી મંદિરમાં મોડી રાતે લગભગ 2.45 વાગ્યે ભાગદોડ મચી હતી, જેમાં 12 લોકોનાં મોત થયાં છે અને 14થી વધારે લોકો ઘાયલ થયા છે, એમાં 3 લોકોની હાલત ગંભીર છે. તમામ ઘાયલોને સ્થાનિક નારાયણ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
વૈષ્ણોદેવી ભવનમાં થયેલી નાસભાગમાં અત્યાર સુધી 12 લોકોનાં મૃત્યુ થયા છે અને 13 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
હેલ્પ લાઇન નંબરો
સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. હેલ્પલાઇન નંબરો- 01991-234804, 01991-234804; PCR રિયાસી – 9622856295, DC ઓફિસ રિયાસી કંટ્રોલ રૂમ નંબર – 01991-245763, 9419839557 પર ફોન કરીને મૃતકો અને ઘાયલોની માહિતી મેળવી શકાશે.