CIA ALERT

Surat weavers Archives - CIA Live

February 4, 2023
weavers.jpg
1min2758

વાર ટુ વાર પેમેન્ટ સિસ્ટમનો અમલ કરવા વીવીંગ કારખાનેદારો મક્કમ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

Textile trading comes to a standstill in Surat amid second Covid-19 wave |  Business Standard News

સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં વિકસેલા ટેક્ષટાઇલ ઉદ્યોગની વેલ્યુ ચેઇનના મહત્વના અંગ ગણાતા વીવીંગ કારખાનેદારો, ગ્રે ઉત્પાદકોએ સ્વયંભુ નિર્ણય કર્યો છે કે આગામી તા.1લી માર્ચ 2023થી નવો પેમેન્ટ ધારો અમલી બનાવવો. વીવીંગ કારખાનેદારો જે દિવસે ગ્રે માલ કે ફેબ્રિક વેચશે એના 7 દિવસમાં ખરીદારે પેમેન્ટ (વાર ટુ વાર) ચૂકવવાનું રહેશે.

સુરતના વીવીંગ કારખાનેદારોના અનેક વ્હોટ્સએપ ગ્રુપોમાં હાલ આ મેસેજ ભારે વાઇરલ થયો છે. વીવીંગ કારખાનેદારોએ સ્વયંભુ નિર્ણય લઈ લીધો છે. કોઇ એસોસીએશન, સંગઠન નિર્ણય કરે એ પહેલા વીવીંગ કારખાનેદારોએ 7 દિવસની પેમેન્ટ સાઇકલનો નવો પેમેન્ટ ધારો અમલી બનાવવાનો નિર્ણય કરી દીધો છે.

આ અંગે વધુ માહિતી આપતા શહેરના જાણિતા વીવીંગ ઉદ્યોગ અગ્રણીએ જણાવ્યું હતું કે હાલના પેમેન્ટ ધારામાં ખરીદારોને 60થી 90 દિવસ આપવામાં આવે છે. જેમાં અનેક વીવીંગ કારખાનેદારોને કડવા અનુભવો થયા છે. અનેક પાર્ટીઓ ઉધારમાં માલ ખરીદ્યા બાદ પેમેન્ટ આપવાની વાત આવે ત્યારે ટૂકડે ટૂકડે પેમેન્ટ કરે છે જે વીવીંગ કારખાનેદારને કામ નથી આવતી, મોટી રકમ એક સાથે મળવાનો જે ફાયદો થાય તે વિસરી જાય છે. એથી વિશેષ અનેક પાર્ટીઓ વીવર્સ પાસેથી માલ ખરીદ્યે રાખીને છેલ્લા ઉઠમણાઓ કરીને ભાગી જાય છે.

લાંબા સમયની પેમેન્ટ સાઇકલને કારણે વીવીંગ કારખાનેદારોએ યાર્ન ખરીદી તેમજ અન્ય ડેઇલી ખર્ચાઓ માટે કાર્યશીલ મૂડીને જરૂર પડે છે અને તેણે બજારમાંથી ધિરાણ મેળવવું પડે છે. આવી અનેક સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે શહેરના હજારો વીવીંગ કારખાનેદારોએ સ્વયંભુ મૂહિમ ચલાવીને આગામી તા.1લી માર્ચ 2023થી સાત દિવસમાં પેમેન્ટનો નવો ધારો જાતે જ અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે અને આ સંદેશો હાલમાં દરેકે દરેક વીવીંગ કારખાનેદાર સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.

વીવીંગ આગેવાને કહ્યું કે જેમણે માલ ખરીદવો હોય તેઓ ખરીદે પણ જે વિવર્સે નવો પેમેન્ટ ધારો અમલી બનાવ્યો છે એ સાત દિવસમાં પેમેન્ટ માગશે જ અને એ બાબત બિલિંગ સહિતના દસ્તાવેજ પર અંકિત કરી દેવામાં આવશે.

October 1, 2022
Cia_business_news-1280x936.jpg
1min722

સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગમાં પહેલીવાર એવું બન્યું કે મનસ્વી રીતે યાર્નના ભાવમાં વધઘટ કરતા સ્પીનર્સે વીવીંગ કારખાનેદારોની નીતિ સામે ઝૂકવું પડ્યું છે અને નાયલોન યાર્નના પ્રતિ કિલોના ભાવમાં એક જ ઝાટકે રૂ.30નો જંગી ઘટાડો કરવો પડ્યો છે. નાયલોન યાર્નનો સપ્લાય કરતા 19 પૈકી એક સ્પીનરે રાતોરાત ભાવ ઘટાડી દેતા હવે અન્ય કંપનીઓએ પણ ભાવ ઘટાડવાની ફરજ પડશે.

  • પાંડેસરા વિવર્સ સોસાયટીના સેક્રેટરી વિમલ બેકાવાલાએ કરી હતી અપીલ
  • નાયલોન વપરાશકારોએ પેનિક બાઇંગ કર્યું નહીં, મર્યાદિત ખરીદી કરી
  • નાયલોન યાર્નના ભાવમાં નફાનો ફુગાવો વસૂલ કરી રહ્યા હતા સ્પીનર્સ
  • એક સ્પીનરે યાર્નના ભાવ ઘટાડ્યા, હવે અન્યોને ફરજ પડશે
  • હજુ પણ નાયલોન યાર્ન વપરાશકારોએ જરૂર મુજબની ખરીદી કરવાની સલાહ

પાંડેસરા વીવર્સ સોસાયટીના સેક્રેટરી વિમલ બેકાવાલાએ જણાવ્યું હતું કે ગઇ તા.23મી સપ્ટેમ્બરના રોજ તેમણે દરેક વીવીંગ કારખાનેદારોને અપીલ કરી હતી કે આંતર રાષ્ટ્રીય બજારમાં નાયલોન યાર્નના મેન્યુફેક્ચરિંગમાં વપરાતા રો મટિરિયલના ભાવ ઘટ્યા છે અને તેને પગલે નાયલોન યાર્નના ભાવ ઘટવા જોઇએ પરંતુ, સ્પીનર્સે ભાવ ઘટાડવાની જગ્યાએ કોણીએ ગોળ વળગાડવાની નીતિ અપનાવતા સામી દિવાળીએ વીવીંગ કારખાનેદારોએ સપ્તાહમાં બે દિવસનો ઉત્પાદન કાપ મૂકવો પડ્યો હતો. જેને લઇને વીવીંગ કારખાનેદારોની યાર્નની ખરીદી ખપ પૂરતી  સિમીત બની ગઇ હતી.

એક જ સપ્તાહમાં નાયલોન યાર્ન સ્પીનર્સે ભાવ ઘટાડો કરવાની સ્થિતિમાં આવવું પડ્યું છે.વિમલ બેકાવાલાએ જણાવ્યું હતું કે નાયલોન યાર્નના ઉત્પાદકો પૈકી પ્રફુલ કંપનીએ આજે તા.1લી ઓક્ટોબરથી જ અમલમાં આવે તે રીતે નાયલોન યાર્નના પ્રતિ કિલોના રૂ.285ના ભાવમાં સીધો જ રૂ.30નો ઘટાડો કરીને નવો ભાવ રૂ.255 પાડ્યો છે. વીવીંગ કારખાનેદારો પેનિક બાઇંગથી દૂર રહ્યા અને ખપ પૂરતી જ યાર્નની ખરીદી કરી તેને કારણે યાર્નના ભાવ ઘટ્યા છે. વીવર્સે હજુ પણ ખરીદીમાં ઉતાળવ કર્યા વગર જરૂરીયાત પ્રમાણેની ખરીદી કરશે તો હજુ પણ યાર્નના ભાવમાં જે ફુગાવો થયો છે તેનો તોડી શકાશે.

સ્પીનર્સોમાં ભાવ ઘટાડવાના મુદ્દે પડી તકરાર

સુરતના વીવીંગ કારખાનેદારો પાસેથી વર્ષોથી મનસ્વી રીતે ભાવ વસૂલતા આવેલા નાયલોન યાર્ન સ્પીનર્સમાં યાર્નના ભાવ ઘટાડવાના મુદ્દે તકરાર પડી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સ્પીનર્સ વીવર્સની ધીરજ ખૂટાડવા માંગતા હતા. વીવર્સ થોડા દિવસમાં જ યાર્નના ભાવ વધશે તેવા ભયે પેનિક બાઇંગ કરીને યાર્ન ખરીદવા માંડશે એવી ગણતરી રાખીને બેઠેલા સ્પીનર્સની ધારણા ખોટી પડી અને સ્પીનર્સ પૈકીની જ એક કંપનીએ આજે નાયલોય યાર્નના ભાવ 15 ટકા જેટલા એક જ ઝાટકે ઓછા કરી દીધા છે. મળતી માહિતી મુજબ યાર્નના ભાવના ખેલમાં હવે વધુ સ્પીનર્સે ઘસડાવું પડશે નહીં તો તેમની પાસેથી મોંઘા ભાવનું યાર્ન કોઇ ખરીદશે નહીં.