સુરતના રહેવાસી અને હાલમાં અમેરીકાની મુલાકાતે ગયેલા સુનિલ શાહ નામના યુવાને અમેરીકાના ન્યુયોર્ક ખાતે વિશ્વ પ્રસિદ્ધ ટુરીસ્ટ સ્પોટ ટાઇમ સ્ક્વેર પર જાયન્ટ એલ.ઇ.ડી. સ્ક્રીન, બિલબોર્ડસ પર ભારતના બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનની લાઇફ ઇવેન્ટને એક્ઝિબીટ કરતું ફોટો સોંગ પ્રસારિત કરાવ્યું હતું. આ ફોટો સોંગ એકલા અમેરીકામાં જ નહીં પણ ભારત સહિત અનેક દેશોમાં જ્યાં અમિતાભ બચ્ચનના ફેન્સ છે એ દરેકે દરેક દેશો અને શહેરોમાં ભારે વાઇરલ થયું છે.
જુઓ વિડીયો જેનાથી અમિતાભ બચ્ચન ભારે પ્રભાવિત થયા
https://x.com/SrBachchan/status/1798030748664135868 અમિતાભ બચ્ચનના ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ પર પણ પોસ્ટ કર્યું છે
ખુદ અમિતાભ બચ્ચને ફેસબુકની તેમની પોસ્ટમાં સુરતના સુનિલ શાહના નામોલ્લેખ સાથે આ પ્રકારના ગેસ્ચર માટે જાહેરમાં આભાર વ્યક્ત કર્યો હતો. અમિતાભ બચ્ચને સુરતના સુનિલ શાહને પોતાના ડેડીકેટેડ ફેન ગણાવ્યા હતા.
સુરતના સુનિલ શાહે ન્યુયોર્કના ટાઇમ સ્ક્વેર ખાતે પોતાની ટીમ સાથે અમિતાભ બચ્ચનના સેંકડો ટી-શર્ટસ પણ અમિતાભ બચ્ચનના ફેન્સમાં વહેંચ્યા હતા. અમિતાભ બચ્ચને આ માટે તેમના ડેડીકેટેડ ફેન સુરતના સુનિલ શાહનો આભાર માનતી પોસ્ટ પોતાના ઓફિશ્યલ એક્સ (ટ્વીટર) હેન્ડલ તેમજ ફેસબુક પેજ પર મૂકી છે.
https://www.facebook.com/amitabhbachchan/videos/505475138472929 અમિતાભ બચ્ચને પોતાના ફેસબુક ઓફિશ્યલ પેજ પર પણ આ પોસ્ટ કર્યું છે.
છેલ્લા 24 કલાકથી આ પોસ્ટ સમગ્ર વિશ્વમાં ભારે વાઇરલ થઇ છે. અમિતાભ બચ્ચને સુરતના યુવાન સુનિલ શાહને પોતાની પોસ્ટમાં સ્થાન આપતા સુરતના રહેવાસીઓમાં પણ અનેરા આનંદની લાગણી છવાય ગઇ છે.