CIA ALERT

stameded Archives - CIA Live

January 9, 2025
tirupati-stampede.png
1min236

આંધ્રપ્રદેશના સુવિખ્યાત તિરુપતિ મંદિરમાં વૈકુંઠ દ્વાર ટિકિટ કેન્દ્રો પાસે ધક્કામુક્કીમાં 6 શ્રદ્ધાળુઓના મોત થયા છે. ગઇકાલ સવારથી જ હજારો શ્રદ્ધાળુ વૈકુંઠ દ્વારા દર્શન માટે જુદાં-જુદાં ટિકિટ કેન્દ્રો પર લાઇનમાં ઊભા હતા. આ ઘટના તે સમયે બની જ્યારે શ્રદ્ધાળુઓને વૈરાગી પટ્ટીડા પાર્કમાં લાઇન લગાવવાની મંજૂરી આપવામાં આવી હતી. વૈકુંઠ દ્વારા દર્શન દસ દિવસ માટે ખોલવામાં આવ્યા છે. તેના લીધે ટોકન માટે લોકો હજારોની સંખ્યામાં લાઇન લગાવે છે.

મંદિરમાં ધક્કામુક્કીના લીધે અફડાતફડી મચી ગઈ, તેમા 6ના મોત થયા અને અનેક ઘાયલ થયા છે. તેમા મલ્લિકા નામની મહિલા પણ સામેલ છે. પરિસ્થિતિ બગડતી જોઈને પોલીસે મોરચો સંભાળ્યો અને પરિસ્થિતિ અંકુશમાં લાવી હોવાનું જણાવાયું છે. દર્શન માટેના ટોકનની લાઇનમાં લગભગ ચાર હજાર લોકો હતા. મંદિર સમિતિના ચેરમેન બીઆર નાયડુએ તાત્કાલિક બેઠક યોજી હતી. સીએમ ચંદ્રાબાબુ નાયડુએ આ ઘટનાને લઈને શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે મૃતકોના સંબંધીઓને દિલસોજી પાઠવી છે અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર પૂરી પાડવા આદેશ આપ્યા છે.
40થી વધુ ઈજાગ્રસ્ત થયા…

આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગને કારણે 6 લોકોના મોત થયા છે. નાસભાગને કારણે 40 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માતમાં 6ની હાલત ગંભીર જણાવાઈ રહી છે જેના લીધે મૃતકાંક વધી શકે છે. અકસ્માત પર દુઃખ વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે હું આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં બનેલી નાસભાગની ઘટનાથી દુખી છું. મારી સહાનુભૂતિએ લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. આંધ્રપ્રદેશ સરકાર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે.