ADVT on 22nd December

ADVT 19 December 2024

Reported on 18 December 2024
આગામી તા. ર૦, ર૧ અને રર ડિસેમ્બર, ર૦ર૪ દરમ્યાન સવારે ૧૧:૦૦થી રાત્રે ૮:૦૦ કલાક સુધી પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ, સુરત ખાતે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી એકઝીબીશન– ર૦ર૪’નું આયોજન

હાલમાં એક તરફ મંદીનો માહોલ છે, બીજી તરફ સોનાના ભાવ રૂ.80 હજાર પ્રતિ તોલાની વિક્રમી સપાટીએ છે, હીરા ઉદ્યોગમાં ઘરાકીનો અભાવ છે, આવી તમામ પ્રતિકૂળતા વચ્ચે આગામી તા.20 ડિસેમ્બરથી શહેરના ઘોડદોડ રોડ સ્થિત ઇન્ડોર સ્ટેડીયમ ખાતે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા યોજવામાં આવેલા ઝવેરાત એક્ષ્પો સ્પાર્કલ સમગ્ર ઝવેરાત ઉદ્યોગમાં ઘરાકી ખેંચી લાવશે એમ ચેમ્બર પ્રેસિડેન્ટ વિજય મેવાવાલાએ આજે જણાવ્યું હતું.
સ્પાર્કલ અંગે વધુ વિગતો આપતા ચેમ્બર પ્રેસિડેન્ટ વિજય મેવાવાલા, વીપી નિખિલ મદ્રાસી, સેક્રેટરી નિરવ માંડલેવાલા, રમેશ વઘાસીયા, મૃણાલ શુક્લ, બિજલ જરીવાલા અને સ્નેહલ પચ્ચીગરે જણાવ્યું હતું કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ બીટુસી ધોરણે જ સ્પાર્કલ એકઝીબીશનમાં સુરત ઉપરાંત મુંબઇ, જયપુર, બિકાનેગર અને નાગપુરના ૩૦થી વધુ જ્વેલર્સ દ્વારા એક્ઝિબિટર્સ તરીકે ભાગ લઇ રહ્યા છે. આ તમામ જ્વેલર્સ દ્વારા અવનવી અલંકારિક ડિઝાઇનર જ્વેલરીનું પ્રદર્શન કરવામાં આવશે.
આ પ્રદર્શનમાં NRI તથા શહેરીજનોને લગ્નસરા માટે ખાસ કલેકશન જોવા મળશે. મહિલાઓ માટે વેડિંગમાં જ્વેલરી લુક સૌથી મહત્વનો ભાગ ભજવે છે. જ્વેલર્સ દ્વારા બ્રાન્ડેડ બ્રાઇડલ વેડિંગ કલેકશનનું અહીં પ્રદર્શન કરાશે, લગ્નસરા ચાલી રહયા છે ત્યારે શહેરીજનો તથા બિન નિવાસી ગુજરાતીઓ તેમજ બિન નિવાસી ભારતીયો એકજ સ્થળેથી જ્વેલરીની ખરીદી કરી શકે તે માટે ચેમ્બર દ્વારા જ્વેલર્સને આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે.
શુક્રવાર, તા. ર૦ ડિસેમ્બર, ર૦ર૪ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે પંડિત દિનદયાળ ઉપાધ્યાય, ઇન્ડોર સ્ટેડિયમ, સુરત ખાતે સ્પાર્કલ એકઝીબીશનનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. આ સમારોહના ઉદ્ઘાટક તરીકે લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી ઇશા દેઓલ ઉપસ્થિત રહેશે
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આગામી તા. ર૦, ર૧ અને રર ડિસેમ્બર, ર૦ર૪ દરમ્યાન સવારે ૧૧:૦૦થી રાત્રે ૮:૦૦ કલાક સુધી પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ, સુરત ખાતે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી એકઝીબીશન– ર૦ર૪’નું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે ચેમ્બરના સ્પાર્કલ એકઝીબીશનનું ઉદ્ઘાટન લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી ઇશા દેઓલના હસ્તે કરવામાં આવશે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ બીટુસી ધોરણે જ સ્પાર્કલ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરત ઉપરાંત મુંબઇ, જયપુર, બિકાનેગર અને નાગપુરના ૩૦થી વધુ જ્વેલર્સ દ્વારા ભાગ લેવામાં આવશે. આ તમામ જ્વેલર્સ દ્વારા અવનવી અલંકારિક ડિઝાઇનર જ્વેલરીનું પ્રદર્શન કરવામાં આવશે. સુરતની જ્વેલરીમાં શું વિશેષતા છે તેનો ખ્યાલ સ્પાર્કલના આયોજનથી આખી દુનિયાને આવતો હોય છે.
B2C ધોરણે એકઝીબીશનનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે, સ્પાર્કલ પ્રદર્શનમાં કસ્ટમરને એન્ડ ટુ એન્ડ પ્રોડકટ જોવા મળે છે. સ્પાર્કલ એ જ્વેલરી બ્રાન્ડને પ્રમોટ અને અપડેટ કરવા માટે પ્રેરણારૂપ છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્પાર્કલના આ પ્લેટફોર્મ પરથી જ્વેલરીને એક આયામ સુધી લઇ જવાનો પ્રયાસ કરવામાં આવે છે.
ચેમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં NRI તથા શહેરીજનોને લગ્નસરા માટે ખાસ કલેકશન જોવા મળશે. મહિલાઓ માટે વેડિંગમાં જ્વેલરી લુક સૌથી મહત્વનો ભાગ ભજવે છે. વેડિંગમાં આઉટફિટ સાથે જ્વેલરી સિલેકશન માટે મહિલાઓ ઘણું રિસર્ચ કરે છે, આથી મહિલાઓનું આ રિસર્ચ સ્પાર્કલ પ્રદર્શનમાં એક જ સ્થળે પૂરું થઇ જશે. કારણ કે, જ્વેલર્સ દ્વારા બ્રાન્ડેડ બ્રાઇડલ વેડિંગ કલેકશનનું અહીં પ્રદર્શન કરાશે, લગ્નસરા ચાલી રહયા છે ત્યારે શહેરીજનો તથા બિન નિવાસી ગુજરાતીઓ તેમજ બિન નિવાસી ભારતીયો એકજ સ્થળેથી જ્વેલરીની ખરીદી કરી શકે તે માટે ચેમ્બર દ્વારા જ્વેલર્સને આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે.
ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, શુક્રવાર, તા. ર૦ ડિસેમ્બર, ર૦ર૪ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે પંડિત દિનદયાળ ઉપાધ્યાય, ઇન્ડોર સ્ટેડિયમ, સુરત ખાતે સ્પાર્કલ એકઝીબીશનનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. આ સમારોહના ઉદ્ઘાટક તરીકે લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી ઇશા દેઓલ ઉપસ્થિત રહેશે અને તેમના વરદ હસ્તે સ્પાર્કલ એકઝીબીશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. સમારોહમાં સુરતના માનનીય સાંસદ શ્રી મુકેશભાઇ દલાલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. જ્યારે શ્રીમતી ગંગાબેન સી. પાટીલ અતિથિ વિશેષ તરીકેનું સ્થાન શોભાવશે.
ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા અને માનદ્ ખજાનચી શ્રી મૃણાલ શુકલએ જણાવ્યું હતું કે, આ વર્ષે ચેમ્બર દ્વારા શહેરના તમામ મહિલા સંગઠનોમાં રૂબરૂ જઇને સ્પાર્કલ એકઝીબીશનની મુલાકાત માટે તેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત નવ યુગલો કે જેઓ થોડા દિવસોમાં લગ્નના તાંતણે બંધાનાર છે તેઓ તથા તેમના પરિવારજનોને સ્પાર્કલની મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જેથી તેઓને એકજ સ્થળેથી દરેક પ્રકારની જ્વેલરીનું કલેકશન મળી રહેશે.
ચેમ્બરના ઓલ એકઝીબીશન ચેરમેન શ્રી બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસીય સ્પાર્કલ એકઝીબીશનની મુલાકાત લેનારા વિઝીટર્સ માટે દર કલાકે લકી ડ્રોનું આયોજન કરવામાં આવશે, જેમાં વિજેતાઓને ચાંદીના સિકકા આપવામાં આવશે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્પાર્કલ એકઝીબીશન દરમ્યાન પ્રથમ વખત લકી ડ્રોનું આયોજન કરવામાં આવશે, જેમાં એકઝીબીશન દરમ્યાન સવારે ૧૧ઃ૦૦થી રાત્રે ૮ઃ૦૦ કલાક દરમ્યાન દર કલાકે લકી ડ્રો યોજાશે.
સ્પાર્કલ એકઝીબીશનમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની ૩.૭પ કિલો પ્યોર ચાંદીમાંથી બનાવવામાં આવેલી પ્રતિમા પ્રદર્શન માટે મૂકવામાં આવશે. શહેરના એક જ્વેલર્સ દ્વારા વડાપ્રધાનશ્રીની ચાંદીની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. આઠ જેટલા કારીગરોએ ત્રણ મહિનાની મહેનત બાદ આ અનોખી પ્રતિકૃતિ બનાવી છે, જે પણ સ્પાર્કલ એકઝીબીશનમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
સ્પાર્કલ એકઝીબીશનના ચેરમેન શ્રી તુષાર ચોકસી અને કો–ચેરમેન શ્રી સ્નેહલ પચ્ચીગરે જણાવ્યું હતું કે, નવા ટ્રેન્ડમાં ચાલી રહેલી તમામ પ્રકારની જ્વેલરીનું પ્રદર્શન કરવામાં આવશે. ખાસ કરીને પોલ્કી કોમ્બીનેશન સાથેની જ્વેલરી, હેરીટેજ અને એન્ટીક જ્વેલરી, મીના કારીગરીવાળી જ્વેલરી, નવા પ્રકારની એલીફન્ટ અને પીકોક સાથેની જ્વેલરી સ્પાર્કલમાં પ્રદર્શિત કરવામાં આવશે.
NRI તથા મહિલાઓ દ્વારા ગોલ્ડમાં પોલ્કી–હેરિટેજ જ્વેલરી અને ડાયમંડમાં એમ્રાલ્ડ–પર્લનું ફયુઝન બ્રાઇડલ જ્વેલરીને વધારે પસંદ કરે છે. આ બધી જ જ્વેલરીનું પ્રદર્શન સ્પાર્કલ એકઝીબીશનમાં કરવામાં આવશે. પોલ્કી–હેરિટેજ જ્વેલરી લોન્ગ લાસ્ટીંગ હોવાથી મહિલાઓ તેની ખરીદી વધારે કરે છે. આ પ્રદર્શનમાં ગ્રાહકોને વિશિષ્ટ શ્રેણીઓની જુદી–જુદી જ્વેલરી જોવા મળશે. વેડિંગ માટે ખાસ નવી રેન્જ ડેવલપ કરવામાં આવી છે અને એમાં કલાસિક લુકની સાથે સાથે ફયુજન લુક પણ જોવા મળશે. લગ્નસરામાં લોકોની ડિમાન્ડ મુજબ ડેવલપ કરાયેલા નેકલેસિસ પ્રદર્શનમાં જોવા મળશે. લગ્નના આનુસાંગિક પ્રસંગો જેવા કે હલ્દી, મહેંદી, સંગિત અને રિસેપ્શનને અનુરૂપ જ્વેલરીની વિશાળ શ્રેણી આ એકઝીબીશનનું વિશેષ આકર્ષણ રહેશે.