Silver gives more return than gold Archives - CIA Live

July 25, 2025
gold-silver.jpeg
1min15

સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકો મોટાભાગે ચાંદી કરતા સોનાની ખરીદી વધારે કરતા હોય છે. ચાંદીનો ભાવ તો અત્યારે આસમાને છે જ તેમ છતાં પણ ચાંદીની ખરીદી અત્યારે વધી રહી છે. તેનું કારણે એ છે કે, જોખમ હોવા છતાં પણ સોનાની સરખામણીમાં ચાંદીએ જબરદસ્ત વળતર આપ્યું છે. બહુવિધ કોમોડિટી એક્સચેન્જ પ્રમાણે અત્યારે એક કિલો ચાંદીનો ભાવ (Silver Price) 01,16,551 રૂપિયા થઈ ગયો છે. આ પહેલા ચાંદીનો ભાવ આટલી ઊંચાઈએ નથી ગયો!

વેશ્વિક બજારની વાત કરવામાં આવે તો, છેલ્લા 14 વર્ષથી ચાંદીનો ભાવ વધારે જ છે. જ્યારે સોનાના ભાવની વાત કરવામાં આવે તો, કાલે 23મી જુલાઈ 2025ના રોજ સોનાનો ભાવ એક લાખ રૂપિયાથી પણ વધારે જોવા મળ્યો હતો. ભારતીય બજારમાં સોના અને ચાંદીમાં જેમણે રોકાણ કર્યું હતું તેમને સારું વળતર મળ્યું છે. પરંતુ ચાંદીએ સોના કરતા વધારે સારૂ વળતર આપ્યું છે. ગયા મહિને સોનાએ 3 ટકા વળતર આપ્યું હતું. જ્યારે ચાંદીએ 9 ટકા વળતર આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં સોનાએ 32% વળતર આપ્યું છે, જ્યારે ચાંદીએ 36% વળતર આપ્યું છે.

સોનાના ઊંચા ભાવને કારણે લોકો ચાંદી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જેના કારણે તેની માંગ વધી રહી છે. આ સતત ચોથું વર્ષ છે જ્યારે ચાંદીની માંગ ઊંચી રહી છે. ચાંદીની માંગમાં વધારે થવાનું એક કારણ ચીન પણ પણ છે. કારણ કે, ચીન અત્યારે ઓટો ઇલેક્ટ્રિકલ વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જેના કારણે તેની માંગ વધી રહી છે. ચાંદીના માંગમાં સતત પાંચમા વર્ષે પણ વધારો જોવા મળ્યો છે. ભારતીય લોકો મોટા ભાગે ચાંદી અને સોનામાં પોતાનું રોકાણ કરતા હોય છે.

ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. ભારતીય બજારમાં 10 ગ્રામ સોનું 1 લાખ રૂપિયાથી ઉપર પહોંચી ગયું છે. વૈશ્વિક બ્રોકરેજ પ્રમાણે દિવાળી સુધી સોના અને ચાંદીના ભાવ ઊંચા રહેવાની ધારણા છે. જે પ્રકારે અત્યારે સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જેથી વૈશ્વિક વાતાવરણ જોતા હજી પણ આ ભાવમાં વધારો થશે તેવી શક્યતાઓ છે.