ભારતીય શેરબજાર (Share Market)માં Dt. 20/1/22 સળંગ ત્રીજા દિવસે ઘટાડો ચાલુ રહ્યો છે અને બજાર ત્રણ દિવસની અંદર 1600 પોઇન્ટથી વધારે નીચે ગયું છે. આ લખાય છે ત્યારે BSE Sensex 554 પોઇન્ટ અથવા 0.93 ટકા ઘટીને 59544 પર હતો. જ્યારે નિફ્ટી (Nifty 50) ઇન્ડેક્સ 148 પોઇન્ટ ઘટીને 17790 પર હતો. થોડા સમય અગાઉ સેન્સેક્સ 600 પોઇન્ટ સુધી નીચે ઉતર્યો હતો.
BSE પર બ્લૂ ચિપ શેરોમાં HDFC માં 2.17 ટકા, ઇન્ફોસિસ (Infosys)માં 2.10 ટકા અને બજાજ ફિનસર્વ (Bajaj Finserv) માં 2.09 ટકાનો ઘટાડો થયો હતો.
BSE સેન્સેક્સના 30માંથી 20 શેરો ઘટ્યા હતા. વધેલા 10 શેરોમાં પાવરગ્રીડ (3.57 ટકા), અલ્ટ્રાટેક (Ultratech) (0.94 ટકા) સામેલ હતા. આ ઉપરાંત ભારતી (Airtel) એરટેલ, (0.89 ટકા) મારુતિ (Maruti), NTPC, નેસ્લે (Nestle), ટાટા સ્ટીલ (Tata Steel) અને ટાઈટન (Titan)ના શેર ઊંચકાયા હતા.
BSE સેન્સેક્સે 60,000ની મનોસંવેદી સપાટી તોડી હતી જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 17900થી નીચે ગયો હતો.
આ ઘટાડો વધારે મોટો અને વ્યાપક હોત, પરંતુ ઓઇલના ભાવ વધ્યા પછી થોડા ઘટ્યા હોવાથી થોડો ટેકો મળ્યો હતો. આ ઉપરાંત US બોન્ડ યીલ્ડ વધી છે અને ડોલર સ્થિર છે. જાપાનનો નિકાસનો ડેટા પોઝિટિવ છે તથા ચાઈનીઝ સેન્ટ્રલ બેન્કે બે મહિનાની અંદર બીજી વખત લેન્ડિંગ રેટ ઘટાડ્યા છે જેના કારણે એશિયન માર્કેટમાં સેન્ટીમેન્ટ સુધર્યું હતું.
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના વી કે વિજયકુમારે એક નોટમાં જણાવ્યું કે યુએસમાં નાસ્ડેક તેની નવેમ્બર 2021ની ટોચ પરથી 10 ટકા નીચે છે. ભારતમાં પણ આ ટ્રેન્ડ જોવા મળશે. પરંતુ ભારતીય રોકાણકારોએ વધતા વૈશ્વિક ફુગાવા અને મોનેટરી ટાઇટનિંગના કારણે સાવધ રહેવાની જરૂર છે. કમસે કમ 2022ના પ્રથમ છ મહિના સુધી આવી સ્થિતિ રહેશે.
સેન્સેક્સના ઘટેલા શેરોમાં આઇટી કંપનીઓમાંથી ઇન્ફોસિસ, HCL ટેક અને ટેક મહિન્દ્રા (Tech Mahindra) જેવા હેવીવેઈટ સામેલ છે.
ICIC લોમ્બાર્ડ (ICICI Lombard) ડિસેમ્બર ક્વાર્ટરનના નબળા પરિણામ પછી લગભગ છ ટકા ઘટીને રૂ. 1340 થયો હતો. બજાજ ઓટો (Bajaj Auto)નો શેર 0.7 ટકા ઘટીને 3419.70 થયો હતો. આ ટુ વ્હીલર કંપનીએ સંગઠીત કરબાદ નફામાં 17 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. આ ઉપરાંત ટાયર ઉત્પાદક સિયેટ (Ceat) નો શેર ચાર ટકા ઘટીને 1086 થયો હતો. સિયેટે નબળી માંગના કારણે રૂ. 20 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી છે.