CIA ALERT

shamshera film Archives - CIA Live

July 24, 2022
Shamshera.jpg
1min556

રણબીર કપૂર અને સંજય દત્તની બહુ ગાજેલી ફિલ્મ શમશેરાને પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ઠંડો પ્રતિસાદ મળ્યો છે.

મળતી વિગતો પ્રમાણે પહેલા દિવસે આ ફિલ્મે માત્ર 10.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. સવારે ફિલ્મના શોમાં થોડી ઘણી ગીરદી જોવા મળી હતી પણ સાંજ પડતા સુધીમાં  ફિલ્મની કમાણીમાં ઓટ આવી ગઈ હતી.

જાણકારોનુ માનવુ છે કે, શમશેરાએ નિરાશાજનક શરૂઆત કરી છે અને આ પ્રકારના ઓપનિંગ સાથે ફિલ્મની બમ્પર કમાણી મુશ્કેલ બનશે.

શમશેરા ફિલ્મ પર બોલીવૂડને ઘણી આશાઓ છે. કારણકે તેમાં રણબીર કપૂરની સાથે સંજય દત્ત પણ છે. કોરોના મહામારી બાદ બોક્સ ઓફિસ પર રિલિઝ થયેલી આ બીજી મોટી ફિલ્મ છે. આ ફિલ્મ ભારતમાં 4000 કરતા વધારે સ્ક્રીન પર રિલિઝ કરાઈ છે. તેના પહેલા કેજીએફ પાર્ટ ટુને જ વધારે સ્ક્રીન મળ્યા હતા.

મુંબઈ સરકીટમાં શમશેરાએ ખાસ બિઝનેસ કર્યો નથી. હવે શનિવાર અને રવિવારના વીકએન્ડમાં થનારી કમાણી ફિલ્મનુ ભવિષ્ય નક્કી કરશે.