CIA ALERT

SFI Archives - CIA Live

October 7, 2025
SS_Logo_Red-1280x986.png
1min179

દક્ષિણ ગુજરાતની ફી રેગ્યુલેટરી કમિટી FRC સમક્ષ Self Finance શાળા સંચાલક મંડળે એવી માંગણી કરી છે કે હાલ દિવાળીનો મહિનો ચાલી રહ્યો હોય ફી વધારવા માટેની અરજી કરવાની અંતિમ મુદત વધારી આપવામાં આવે.

સુરતના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનું એક પ્રતિનિધિ મંડળ તા.6 ઓક્ટોબરના રોજ સાંજે દક્ષિણ ગુજરાતની ફી રેગ્યુલેટરી કમિટીની કચેરી પર પહોંચ્યું હતું. શાળા સંચાલકોના પ્રતિનિધિ મંડળે એવી માંગણી કરી હતી કે ફી વધારવા માટેની દરખાસ્ત કરવાની અંતિમ મુદત આગામી તારીખ 31મી ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે. પરંતુ મોટાભાગના સારા સંચાલક મંડળો આ તારીખ સુધીમાં ફી વધારાની દરખાસ્ત કરી શકે તેમ નથી. કારણ કે આગામી તારીખ 18મી ઓક્ટોબર થી દિવાળી વેકેશન શરૂ થઈ રહ્યું છે આવી સ્થિતિમાં શાળાઓ બંધ રહેશે અને સ્ટાફ પણ રજા પર હોય તે વધારાની દરખાસ્ત થઈ શકે તેમ નથી. હાથી ફી વધારાની દરખાસ્ત માટેની અંતિમ મુદત એક મહિનો વધારીને તારીખ 30 મી નવેમ્બર કરી આપવામાં આવે.

ફ્રી રેગ્યુલેટરી કમિટી રજૂઆતો સાંભળ્યા બાદ આ અંગે લેખિત પત્ર દ્વારા માંગણી રજૂ કરવા જણાવી પોતાનો નિર્ણય બાદમાં જણાવવામાં આવશે એમ સંચાલકોને જણાવ્યું હતું.