sachin gidc Archives - CIA Live

August 1, 2024
WhatsApp-Image-2024-08-01-at-09.24.22-1280x960.jpeg
1min163

ઉપપ્રમુખ તરીકે ભીખુભાઈ ડી. નાકરાણી ખજાનચી તરીકે વસંતકુમાર એલ. લાખાણી


તા.1લી ઓગસ્ટે મળેલી સચીન ઇન્ડસ્ટીયલ કો.ઓ.સોસાયટી લી.ની કારોબારી સમિતિની બેઠકમાં સોસાયટીનાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. ચર્ચા વિચારણા બાદ સચિન ઇન્ડ. સોસાયટીના 2024-2025 વર્ષ માટેના નવા પ્રમુખ તરીકે નિલેશભાઈ એમ. ગામી, ઉપપ્રમુખ તરીકે ભીખુભાઈ ડી. નાકરાણી, સેક્રેટરી તરીકે મયુર જયવદન ગોળવાલા તથા ખજાનચી તરીકે વસંતકુમાર એલ. લાખાણીની બિનહરીફ વરણી કરવામાં આવી છે. મયુર જે. ગોળવાલા બીજી ટર્મ માટે સંસ્થાનાં સેક્રેટરી તરીકે ચુંટાઈ આવ્યા હતા.

સોસાયટીના કારોબારી સમિતિનાં ૧૭ સભ્યોની પાંચ વર્ષની મુદત માટેની ચૂંટણી ગત વર્ષે તા. ૨૨/૦૭/૨૩ નાં રોજ થયેલ હતી. જેમાં પરીવર્તન પેનલનાં ૧૬ સભ્યો જંગી બહુમતિથી ચુંટાઈ આવ્યા હતા. ચુંટણી દરમ્યાન ઉદ્યોગકારો વચ્ચે થયેલ ઘોષણા મુજબ ચુંટણીમાં વિજેતા થયેલ કારોબારી સમિતિનાં સભ્યોની પાંચ વર્ષની મુદત દરમ્યાન દર વર્ષે નવા હોદ્દેદારોની વરણી કરવાનું નકકી થયેલ. વળી જેના થકી દરેક સભ્યોને હોદ્દો મળ્યેથી પોતાનો અનુભવ અને વિચારો રજુ કરી કૂનેહપૂર્વક એસ્ટેટનાં વિકાસનાં કામ કરવાની આગવી તક તેઓને મળી રહે તે હકીકતે સોસાયટીનાં ઉપર જણાવેલ નવા હોદ્દેદારોની આજ રોજ બીન હરીફ વરણી કરવામાં આવેલ છે.

July 6, 2024
sachin-gidc-building.png
1min157
સુરતના સચિન GIDCમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત, 5 લોકો ફસાયાની આશંકા 1 - image

સુરતમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શહેરમાં છ માળની એક બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. જેમાં 15 લોકોને ઈજા પહોંચી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 5 લોકો ફસાયા હોવાની આશંકા છે. 

સુરતના સચિન વિસ્તારની GIDCમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાની ઘટના બની છે. બિલ્ડિંગ ધરાશાયી થતા 15 લોકોને ઈજા થઈ છે.  કેટલાક લોકોને નાની મોટી ઈજા થઈ છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે બિલ્ડિંગનો કાટમાળ ખસેડવાની શરૂઆત કરવામાં આવી છે.બિલ્ડિંગમાં 15 જેટલા લોકો રહેતા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જે બિલ્ડિંગ ધરાશાયી થઈ છે તે જર્જરીત હોવાની પણ વાત સામે આવી છે. હાલ પોલીસ ઘટનાસ્થળેથી લોકોને દૂર કરાવી રહી છે. 

January 6, 2022
Gas-Leak.jpeg
1min490

તા.6 જાન્યુઆરી 2022ની વહેલી સવારે સુરત નજીક સુરતના સચિન GIDC વિસ્તારમાં નિન્જા મિલની સામે, વરસાદી પાણીના નિકાલ માટેની ગટરમાં ગેરકાનૂની રીતે ઝેરી કેમિકલ ઠાલવતી વખતે થયેલા ગેસ લિકેજને કારણે થયેલી ગૂંગળામણને કારણે 6 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 23 જેટલા લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

કેમિકલ ખુલ્લામાં ઠાલવવાની તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.

6-6 લોકોનો ભોગ લેનારી ઘટનામાં સફાળા જાગેલા તંત્રોએ તાબડતોડ એ વાત શોધી કાઢી હતી કે ઝેરી કેમિકલ ભરીને આવેલું ટેન્કર ક્યાંથી આવ્યું હતું. મળતી માહિતી મુજબ ઝેરી કેમિકલ અંકલેશ્વર, વડોદરા, દહેજ સહિતથી ઠાલવવા માટે અહીં આવે છે, જેમાં આજે આવેલું ટેન્કર દહેજથી આવ્યું હોવાનું સામે આવ્યું છે.