
આઈપીએલની આજે Dt. 29/5/22 Ahmedabad રમાનારી ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળશે. બે મહિના અગાઉ આઈપીએલ શરૂ થઈ ત્યારે કોઈએ નહીં વિચાર્યું હોય કે આઈપીએલની ફાઈનલમાં ટોસ ઉછાળવા જનારા બે કૅપ્ટન હાર્દિક પંડ્યા અને સંજુ સેમસન હશે.
ગુજરાત ટાઈટન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યા અને વડા કોચ આશીષ નહેરા માટે ફાઈનલ સુધીની આ સફર અદ્ભુત રહી છે કેમ કે ઑક્શન અગાઉ નિષ્ણાતો સહિત અનેક લોકોએ ગુજરાત ટાઈટન્સની ટીમને આશાવિહોણી લેખાવી હતી.
પેપર આ ટીમ સારી નહોતી જણાઈ. શારીરિક રીતે ફરી સજ્જ થઈ ગયેલા હાર્દિક પંડ્યાએ ટીમનું નેતૃત્ત્વ સંભાળી લીધું હતુું અને ભારતીય ક્રિકેટ માટે તે શા માટે ઍસેટ છે તે દર્શાવી દીધું હતું.
સતત પાંચ વર્ષ નિષ્ફળ રહેલા મિલરે પણ આ વખતની આઈપીએલમાં ર્સુંદર પ્રદર્શન કરી તમામ લોકોને આશ્ર્ચર્ય ચકિત કરી દીધા હતા. ટેવટિયાએ પણ પુરવાર કરી દીધું હતું કે શારજાહમાં ફટકારેલી પાંચ સિક્સર એ માત્ર
જોગાનુજોગ નહોતો.
ગુજરાત ટાઈટન્સ ઘરઆંગણેના ક્રિકેટ પ્રેમીઓની ઉપસ્થિતિમાં ફાઈનલમાં વિજય મેળવી ઈતિહાસ રચવાના પ્રયાસ કરશે તો રાજસ્થાન રોયલ્સની ટીમ વિજય મેળવીને ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન શૅન વૉર્નને અંજલિ આપશે.
રવિન્દ્ર જાડેજા, દિનેશ સાલૂંખે, સ્વપ્નીલ અસનોડકર અને નિરજ પટેલ જેવા ખેલાડીઓની મદદથી શૅન વૉર્ન સૌથી નબળી ટીમને ટુર્નામેન્ટમાં વિજય સુધી દોરી ગયો હતો.
દેશ માટે ૨૦ આંતરરાષ્ટ્રીય મૅચ ન રમ્યો હોવા છતાં સંજુ સૅમ્પસન મોટો ચાહક વર્ગ ધરાવે છે. સંજુની બૅટિંગમાં પણ જોઈએ એવું સાતત્ય જોવા નથી મળતું, પરંતુ કૅપ્ટન તરીકેની તેની ક્ષમતા વખાણવા લાયક છે.
ફાઈનલમાં વિજય મેળવવા બંને કૅપ્ટન કેવો વ્યૂહ અપનાવે છે તે આપણને આવનારાં ૨૪ કલાકમાં જાણવા મળશે.
ટીમ ગુજરાત ટાઈટન્સ:
હાર્દિક પંડ્યા (કૅપ્ટન), અભિનવ મનોહર, ડૅવિડ મિલર, ગુરકેરાત સિંહ, બી. સાંઈ સુદર્શન, શુભમન ગીલ, રાહુલ ટેવટિયા, વિજય શંકર, મૅથ્ય વૅડ, રહમાનુલ્લાહ ગુરબાઝ, રિદ્ધિમાન સાહા, અલ્ઝારી જૉસેફ, દર્શન નાલકંડે, લૉકી ફર્ગ્યુસન, મોહમ્મદ શમી, નૂર અહમદ, પ્રદીપ સંગવાન, રાશિદ ખાન, રવિ શ્રીનિવાસન સાંઈ કિશોર, વરુણ આરોન, યશ દયાલ.
રાજસ્થાન રોયલ્સ:
સંજુ સેમસન (કૅપ્ટન), જૉ બટલર, યશસ્વી જયસ્વાલ, રવિચંદ્રન અશ્ર્વિન, ટ્રૅન્ટ બૉલ્ટ, શિમરોન હૅટમાયર, દેવદત્ત પકીક્કલ, પ્રસિધ ક્રિષ્ણા, યઝુવેન્દ્ર ચહલ, રિયાન પરાગ, કે. સી. કેરિઅપ્પા, નવદીપ સાઈની, ઑબેદ મૅકોય, અનુનય સિંહ, કુલદીપ સેન, કરુણ નાયર, ધ્રુવ જુરેલ, તેજસ બારોકા, કુલદીપ યાદવ, શુભમ ગરવાલ, જૅમ્સ નૅશામ, નાથન કાઉલ્ટર-નિલ, રાસિ વૅન ડૅર દસન, ડૅરિલ મિશેલ, કૉર્બિન બૉસ્ચ.