વાપી યાર્ડમાં નોન-ઇન્ટરલોકિંગના કામને લઇને ટ્રેનોનું સંચાલન ખોરવાશે
તા.૭ માર્ચના રોજ પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનોના સંચાલનને અસર થશે, જેમાં વલસાડ-ઉમરગામ રોડ મેમુ સ્પેશિયલ રદ રહેશે. બે ટ્રેનો આંશિક રદ રહેશ જ્યારે ૨૦ ટ્રેનો ૩૫ થી ૪૦ મિનિટ મોડી ચાલશે.
વાપી યાર્ડમાં નોન-ઇન્ટરલોકિંગના કાર્યને લઇને આગામી તા.૭ માર્ચે ટ્રેનોના સંચાલનને અસર થનાર છે. બાન્દ્રા ટર્મિનસ-વાપી પેસેન્જર ભિલાડ-વાપી વચ્ચે રદ રહેશે, વાપી-વિરાર શટલ વાપી અને ભિલાડ વચ્ચે રદ રહેશે.
મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ મોડી પડશે. આ દિવસે મુંબઇથી વલસાડ, પોરબંદર, માતા વૈષ્ણોદેવી, અમૃતસર, ચંદીગઢ, ભુજ, જોધપુર, અમદાવાદ, ઉદયપુર સહિતના સ્ટેશનોએ જતી ટ્રેનો મોડી પડશે. રેલવેની વેબસાઇડ, હેલ્પલાઇન નંબર પર ટ્રેનોના સંચાલનને લગતી છેલ્લી માહિતી મેળવીને મુસાફરોએ મુસાફરી અંગેનો નિર્ણય લેવા રેલવે દ્વારા જણાવાયું છે.