
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે ગુરુવાર, તા.24મી માર્ સવારે ૧૦ વાગ્યે ભારતીય વાયુસેનાના વિમાનમાં રાષ્ટ્રપતિ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર તેમનું રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને અમદાવાદના મેયર કિરીટ પરમારે સ્વાગત કર્યું હતું. ત્યાંથી તેઓ ગાંધીનગર ખાતે રાજભવન જવા રવાના થયા છે. તેઓ ૧૧ વાગ્યે વિધાનસભામાં બજેટસત્રની બેઠકમાં વિધાનસભ્યોને સંબોધન કરશે. આજે તા.24મી માર્ચ 2022ની રાત રાજભવનમાં રોકાયા બાદ આવતી કાલે તા.25મી માર્ચે સવારે જામનગર જવા રવાના થશે.
આવતી કાલે રાષ્ટ્રપતિ INS વાલસુરામાં આયોજિત નૌસેનાના કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યાં નૌસેનાના ૧૫૦ જવાનો ગાર્ડ ઑફ ઑનર આપશે. આ પ્રસંગે ચીફ ઑફ નેવલ સ્ટાફ એડમિરલ હરિકુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.
