PMmodistwitterhandle Archives - CIA Live

December 12, 2021
narendra-modi-twitter.jpg
1min668

વણઓળખાયેલા હેકરે શનિવારે મધરાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વેરીફાઇડ (સત્તાવાર) ટ્વીટર હેન્ડલ હેક કરી દઇને તેના પર બિટકોઇનને ભારતમાં સત્તાવાર મંજૂરી આપી દેવાઇ હોવાનું ટ્વીટ પણ કરી દીધું હતું. જોકે બે જ મિનિટમાં અકાઉન્ટને રિકવર કરી દેવામાં આવ્યું હોવાનું સત્તાવાર રીતે જણાવાયું હતું.

રવિવારે (12 ડિસેમ્બર) સવારે 2.11 વાગ્યે @narendramodi તરફથી સ્પામ Tweet કરવામાં આવ્યું હતું.. Tweet માં કહેવામાં આવ્યું છે કે, ‘ભારતે બિટકોઈનને સત્તાવાર રીતે કાનૂની સ્વીકૃતિ આપી દીધી છે. સરકારે અધિકૃત રીતે 500 BTC ખરીદ્યા છે અને તે દેશના તમામ નાગરિકોને તેનું વિતરણ કરી રહી છે. ભારત જલ્દી કરો…… ભવિષ્ય આજે આવી ગયું છે!’

Hackers Posted this message

The hackers posted one tweet and a scam link from the handle.

જો કે, આ Tweet બે મિનિટમાં જ ડિલીટ થઈ ગયું. બીજી Tweet સવારે 2.14 કલાકે આવી હતી, જે પ્રથમ Tweetની નકલ હતી. આ Tweet પણ તરત જ ડિલીટ થઈ ગયું. PMOએ Tweet કરીને જાણકારી આપી કે મોદીનું એકાઉન્ટ થોડા સમય માટે હેક થયું છે. PMO દ્વારા સૂચના આપવામાં આવી હતી કે આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલ કોઈપણ Tweet ને ‘ઈગ્નોર’ કરવામાં આવે.

આ રીતે ભારતના વડાપ્રધાનનું સત્તાવાર ટ્વીટર હેન્ડલ હેક કરીને બિટકોઇન અંગે જે સંદેશાઓ પ્રસારિત કરવામાં આવ્યા તે અત્યંત ગંભીર બાબત છે અને પીએમઓ દ્વારા આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.