
મેસ્ટિક પ્રવાસીઓને હવેથી માત્ર એક જ હેન્ડ બેગ લઈ જવાની પરવાનગી આપવામાં આવશે. બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (બીસીએએસ) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના પરિપત્ર મુજબ, ડોમેસ્ટિક મુસાફરોને માત્ર એક જ હેન્ડ બેગ સાથે લઈ જવાની મંજૂરી આપવામાં આવશે.
‘વન હેન્ડ બેગ નિયમ’ તમામ એરપોર્ટ પર લાગુ કરવામાં આવ્યો છે. આ નિર્ણય ભીડ અને સુરક્ષાની અન્ય મુશ્કેલીઓને દૂર કરવા તેમજ એરપોર્ટ સ્ક્રીનિંગ પોઈન્ટ પરના ભારણને ઘટાડવાના હેતુથી લેવામાં આવ્યો છે.
19મી જાન્યુઆરીના રોજ બીસીએએસ સાથે વાતચીત કરતાં એક વરિષ્ઠ સીઆઈએસએફના અધિકારીએ પત્રમાં લખ્યું હતું કે, ‘બીસીએએસ ‘એવીએસઈસી’ પરિપત્ર પ્રમાણે, કોઈપણ મુસાફર મહિલાના પર્સ સહિત પરિપત્રમાં અગાઉથી સૂચિત વસ્તુઓ સિવાયની એકપણ હેન્ડબેગ નહીં લઈ જઈ શકે.’
‘જો કે, તેવું જોવામાં આવ્યું હતું કે, સ્ક્રીનિંગ પોઈન્ટ પર મુસાફરો પોતાની પાસે સરેરાશ બેથી ત્રણ હેન્ડ બેગ રાખે છે. તેના કારણે ક્લિયરન્સના સમયની સાથે-સાથે વિલંબ તેમજ ભીડ પણ થાય છે’, તેવો ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો હતો.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશલ એરપોર્ટના સૂત્રોએ પુષ્ટિ કરી હતી કે, તમામ એરલાઈન્સને ભીડને હળવી કરવા માટે ‘વન હેન્ડ બેગ’ નિયમ લાગુ કરવા માટે જરૂરી પગલા લેવાની સૂચના આપવામાં આવી છે. સૂત્રોએ તેમ પણ જણાવ્યું હતું કે, એરલાઈન્સને કર્મચારીઓને જ્યારે જરૂરી હોય ત્યારે મુસાફરોને માર્ગદર્શન આપવા અને તેમના હાથનના સામાનની સ્થિતિ ચકાસવા માટે સ્ટાફની નિયુક્તિ કરવાનું પણ કહેવામાં આવ્યું છે.