NDA Archives - CIA Live

December 14, 2021
schoolgirlsoldiers.jpg
1min504

સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ બાદ પહેલી વખત નેશનલ ડિફેન્સ એકેડમી દ્વારા એનડીએ પરીક્ષા માટે મહિલા ઉમેદવારોને પણ ફોર્મ ભરવા માટે મંજૂરી આપી હતી.

સેનામાં ભરતી માટેની એનડીએ પરીક્ષા માટે કુલ 5.75 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને તેમાં મહિલા કેન્ડિડેટ્સની સંખ્યા 1.77 લાખ છે.આમ ફોર્મ ભરનારા ઉમેદવારોમાં મહિલાઓની સંખ્યા 30 ટકા કરતા પણ વધારે છે.આ બાબતની જાણકારી સંસદમાં આપવામાં આવી છે.

સંરક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અજય ભટ્ટે એક સવાલના જવાબમાં કહ્યુ હતુ કે, મહિલા કેન્ડીડેટસની સંખ્યા પર કોઈ પ્રકારના નિયંત્રણ મુકવામાં આવ્યા નહોતા.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સેનાએ 577 મહિલા ઓફિસરોને સ્થાયી કમિશન આપ્યુ છે અને એનડીએની પરીક્ષા પાસ કર્યા બાદ મહિલાઓ આર્મી, નેવી કે એરફોર્સમાં સીધી જોડાઈ શકશે.