CIA ALERT

N D Modi Archives - CIA Live

July 25, 2025
image-13.png
1min19

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ વિદેશ પ્રવાસે છે. આ દરમિયાન આજે 25 જુલાઈના રોજ નવો રેકોર્ડ બનાવ્યો છે. પીએમ મોદી આજે દેશના સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન પર રહેનારા દેશના બીજા નેતા બન્યા છે. તેમણે સ્વ. વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના રેકોર્ડને તોડયો છે. દેશમાં સૌથી વધુ સમય 16 વર્ષ 286 દિવસ વડા પ્રધાન રહેવાનો રેકોર્ડ જવાહરલાલ નહેરુના નામ પર છે. પીએમ મોદી સ્વતંત્રતા બાદ જન્મેલા અને બિન હિન્દી રાજ્યના સૌથી લાંબા સમય સુધી આ પદ પર રહેનારા નેતા છે.

પીએમ મોદી આજે પોતાના કાર્યકાળના 4078 દિવસ પૂર્ણ કરશે. જયારે સ્વ. વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ 24 જાન્યુઆરી 1966 થી 24 માર્ચ 1977 સુધી સતત 4077 દિવસનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. તેમજ જો આપણે કેન્દ્ર અને રાજ્ય સરકારના નેતૃત્વના રેકોર્ડની વાત કરીએ તો નરેન્દ્ર મોદીએ અનોખો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે ગુજરાતના મુખ્ય મંત્રી અને વડા પ્રધાન તરીકે 24 વર્ષ સુધી સરકારનું નેતૃત્વ કર્યું છે.

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ સ્વતંત્રતા બાદ થયો છે. તેમજ તેવો વડા પ્ર્ધાન પદ પર રહેનારા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા છે. તેમજ તે પહેલા એવા બિન-કોંગ્રેસી વડા પ્ર્ધાન છે. જેમણે તેમના બે કાર્યકાળ પૂર્ણ કર્યા છે. તેમના નામે બે વાર સતત ચૂંટાયેલા પ્રથમ અને એક માત્ર બિન-કોંગ્રેસી વડા પ્રધાન હોવાનો રેકોર્ડ પણ છે.

આ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીમાં બહુમત પ્રાપ્ત કરીને સરકાર રચનારા એકમાત્ર બિન-કોંગ્રેસી નેતા પણ છે. નરેન્દ્ર મોદી સ્વ. વડા પ્રધાન વર્ષ 1971માં ઇન્દિરા ગાંધી બાદ પૂર્ણ બહુમતથી બીજી વાર ચૂંટાયેલા વડા પ્રધાન છે. જવાહર લાલ નહેરુ બાદ એક માત્ર નેતા છે જેમણે સતત ત્રણ વખત કોઈ પક્ષના નેતા તરીકે ત્રણ વખત સામાન્ય ચૂંટણીમાં વિજય હાંસલ કર્યો છે. તેમજ તમામ વડા પ્રધાન અને મુખ્ય મંત્રીઓ વચ્ચે એક માત્ર નેતા છે જેમણે પક્ષના નેતા તરીકે સતત છ વખત ચૂંટણી જીતી છે. તેમણે વર્ષ 2002, 2007 અને વર્ષ 2012માં ગુજરાત વિધાનસભા અને તેની બાદ વર્ષ 2014, 2019 અને વર્ષ 2024માં લોકસભા ચૂંટણી પણ ભવ્ય વિજય મેળવ્યો હતો.