CIA ALERT

Mumbai Fire Archives - CIA Live

January 22, 2022
mumbai_fire.jpg
1min631

મુંબઈ શહેરના તાડદેવ વિસ્તારમાં આજે Dated 22/1/22 વહેલી સવારે લગભગ સાડા સાત વાગ્યાની આસપાસ એક 20 માળની ઈમારતમાં આગ લાગવાની ઘટના બની છે. ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, આ આગ બિલ્ડિંગના 18મા માળ પર લાગી હતી. અત્યારે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ ઓલવવાનું કામ શરુ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વિસ્તારમાં સ્થિત ભાટિયા હોસ્પિટલની બાજુની ઈમારતમાં આ આગ લાગી છે.

Mumbai fire, Tardeo building fire: 2 dead, several injured after major fire  at 20-storey building in Tardeo

પ્રાથમિક જાણકારી અનુસાર, મુંબઈના નાના ચૌક પાસે આવેલી જે ઈમારતમાં આગ લાગી છે તેનું નામ કમલા છે. ઈજાગ્રસ્ત લોકોને નજીકમાં આવેલી ભાટિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક સારવાર પછી બાર લોકોને સામાન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અમુક દર્દીઓની સારવાર આઈસીયુમાં ચાલી રહી છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાની જાણકારી મળી રહી છે.

સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, ઈમારતમાં લેવલ 3 આગ લાગી છે. ઘટનાસ્થળ પર અત્યારે 13 જેટલી ફાયર બ્રિગેડ હાજર છે. બીએમસી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ દુર્ઘટનામાં અત્યાર સુધી સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. મુંબઈના મેયર કિશોરી પેડણેકરે જણાવ્યું કે, અમને જાણકારી મળી છે કે હોસ્પિટલના લોકોએ દર્દીઓને દાખલ કરવાની ના પાડી હતી. અમે તપાસ કરીશું કે આખરે તેમણે આવુ કેમ કર્યું અને આ વાતની જાણકારી બીએમસી કમિશનરને આપવામાં આવશે.

આટલી મોટી આગ લાગી કેવી રીતે તે કારણ હજી સુધી સામે નથી આવી શક્યું. આગને કારણે ચારેબાજુ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. એવી અટકળો ચાલી રહી છે કે શોર્ટ સર્કિટને કારણે આગની આ ઘટના બની છે. તપાસ પછી જ આગનું સાચું કારણ સામે આવી શકશે. મુંબઈના મેયરે જણાવ્યું કે, નજીકની ભાટિયા હોસ્પિટલમાં બેડ ફુલ થઈ ગયા છે. આસપાસની હોસ્પિટલોને બેડ ખાલી રાખવાની સૂચના આપવામાં આવી છે. લોકોને ઈમારતમાંથી બહાર નીકાળવામાં આવી રહ્યા છે.