
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તા.11/5/22ના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા તેમના સ્વાગતની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના મુખ્યમાર્ગો પર ઠેર-ઠેર આપના ઝંડાઓ જોવા મળી રહ્યાં છે તેમજ શાત્રી મેદાન ખાતે પણ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.
કેજરીવાલનું આવતીકાલે બપોરે 2.45 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર આગમન થશે ત્યાંથી તે સીધા હોટલ ઇમ્પિરિયલ પેલેસમાં રોકાણ કરશે. અહીં તેઓ સામાજિક સંગઠનો સાથે મુલાકાત કરશે બાદમાં સાંજે 7 વાગ્યે શાસ્ત્રીમેદાન ખાતે એક જનસભા સંબોધશે જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડશે. રાજકોટમાં જ તેઓ રાત્રી રોકાણ કરશે અને તા.12ના રોજ દિલ્હી જવા રવાના થશે.
દરમિયાન Dt.10/5/22 આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા રાજકોટની મુલાકાતે આવ્યાં હતાં. એક પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે, ‘ગુજરાતની અંદર આમ આદમીની પાર્ટી ગ્રાઉન્ડ લેવલથી દિવસે ને દિવસે મજબૂત બની રહી છે, ગુજરાતને ઘણા વર્ષો પછી એક વિકલ્પની રાજનીતિ મળી છે.
11/5/22 અરવિંદ કેજરીવાલ રાજકોટ આવી રહ્યાં છે ત્યારે આપના કાર્યકરોમાં ઉત્સાહ વધ્યો છે.’ ઈટાલિયાએ આવતીકાલના કાર્યક્રમમાં કેજરીવાલ ઉપર ભાજપના નેતાઓ-કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવે તેવી ભીતિ પણ વ્યક્ત કરી તમામને રાઉન્ડ અપ કરવાની માગણી પણ પોલીસ સમક્ષ કરી હતી.
પત્રકાર પરિષદમાં આપના શહેર પ્રમુખ શિવલાલ બારસિયા, નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ, વશરામ સાગઠિયા, રાજભા ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.