CIA ALERT
18. April 2024

KBC winner Kavita Archives - CIA Live

September 19, 2022
kavita.jpg
1min422

ભારતીય ટેલિવિઝનના સૌથી લોકપ્રિય શોમાંથી એક ‘કૌન બનેગા કરોડપતિ’ના 14મી સિઝનની પ્રથમ કરોડપતિ બની છે કોલ્હાપુરની રહેવાસી 45 વર્ષની કવિતા ચાવલા.

Exclusive! Kavita Chawla becomes Kaun Banega Crorepati Season 14's first  crorepati, says, 'I wanted to be on this show since 2000' - Times of India

કવિતા ચાવલા વર્ષ 2000માં ‘કૌન બનેગા કરોડપતિ’ની શરૂઆતથી આ શોમાં ભાગ લેવાનો પ્રયાસ કરી રહી હતી અને અંતે 21 વર્ષ અને 10 મહિના બાદ તેને અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેસવાની તક મળી.

કવિતા ચાવલાએ જણાવ્યું કે, આટલા પ્રયત્નો બાદ મારું સપનું સાકાર થયું છે. મારા મનમાં એ વાત આવતી હતી કે ઘણા લોકો પહોંચી ગયા છે હું ક્યારે પહોંચીશ. હું હજુ ઘરે બેઠી છું મારો નંબર ક્યારે લાગશે? શોમાં આવતા લોકોની વાર્તા જાણીને હું પણ ભાવુક થઈ જતી હતી. એ લોકો શોમાં બેસીને રડતા હતા અને હું ઘરે બેસીને રડતી હતી. મેં દર વર્ષે પ્રયત્ન કરતી પણ મને નિરાશા જ મળતી હતા.

કવિતાને વર્ષ 2021માં ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડમાં પહોંચવાની તક મળી પરંતુ તે તેનાથી આગળ ન વધી શકી. તેમ છતાં તેમણે હિંમત ન હારી અને સખત મહેનત ચાલુ રાખી. તેમના કહેવા પ્રમાણે અમિતાભ બચ્ચને તેમને પ્રયત્ન કરતા રહેવાની પ્રેરણા આપી હતી.

તેના સ્કૂલિંગનો ઉલ્લેખ કરતાં કવિતાએ જણાવ્યું કે, જ્યારે હું 10મું પાસ થઈ ગઈ હતી ત્યારે અમારે ત્યાં છોકરીઓ માટે 10માં ધોરણ સુધી ભણવું એ ખૂબ મોટી વાત હતી. પરંતુ તેમ છતાં મારા પરિવારના સભ્યોએ મારી વિનંતી પર મને 12મા સુધીનો અભ્યાસ કરાવ્યો.

સંજોગો એવા હતા કે અમારા ઘરની માતા અમારા ચાર બાળકોને ઉછેરવા માટે સિલાઈકામ કરતી હતી. તેને જોઈને હું પણ સિલાઈ શીખી ગઈ અને મેં તેને મદદ કરવાનું નક્કી કર્યું. આગળનો અભ્યાસ છોડીને હું તેમાં વ્યસ્ત થઈ ગઈ. ત્યારબાદ મારા લગ્ન થઈ ગયા હતા અને ગૃહિણી બની ગઈ પરંતુ મેં મારું જ્ઞાન વધારવાનું ચાલું રાખ્યું.

‘કૌન બનેગા કરોડપતિ’માં કયો સવાલ સૌથી મુશ્કેલ હતો તેના પર કવિતાએ કહ્યું કે, 3 લાખ 20 હજારના ઉપર વાળા સવાલ ખૂબ જ કઠિન હોય છે. મેં કેટલાક વાંચ્યા હતા અને કેટલાક ખૂબ જ સમજી વિચારીને જવાબ આપ્યા. હું કેબીસીને શરૂઆતથી ફોલો કરી રહી હતી. તેના વધતા લેવલ પ્રમાણે પોતાને અપડેટ કરતી હતી.

જીતેલા 1 કરોડ રૂપિયાનું શું કરશે? આ સવાલ પર કવિતાએ કહ્યું કે, જીતવા બાદ તેમાનો થોડો હિસ્સો પોતાના 22 વર્ષના પુત્રના આગળના અભ્યાસ માટે ખર્ચ કરશે. તેમણે આગળ કહ્યું કે, મારે આખા ભારતમાં ફરવું છે. મારે મેઘાલય જવું છે અને ચેરી બ્લોસમ ફેસ્ટિવલ જોવો છે જે મેં અત્યાર સુધી માત્ર ટીવી પર જ જોયો છે.

આ વખતે કેબીસી કેવી રીતે અલગ છે તેનો ઉલ્લેખ કરતાં કવિતાએ કહ્યું કે, આ વખતે શોમાં જે બદલાવ લાવવામાં આવ્યો છે તે ખૂબ જ સારો છે. આઝાદીના 75મો પર્વ છે  તે માટે તે 75 લાખ પર ધન અમૃત પ્રશ્ન લઈને આવી છે. તેના કારણે એવું થશે કે, કોઈ એક કરોડનો પ્રશ્ન અજમાવશે તે જોખમમાં નહીં આવશે. ભલે તે ખોટો હોય તે ત્રણ લાખ 20 હજારથી નીચે નહીં આવે. 75 લાખ તો કમસેકમ ઘર લઈ જશે.

કવિતાએ કહ્યું કે, આ રેકોર્ડ બનાવવો સરળ તો નથી પરંતુ તમે બધા મારા માટે દુઆ કરો. આગળ જોઈએ કે, હું 75 લાખનો પડાવ પાર કરી શકું કે, ક્વિટ કરીશ કે પછી ફરી રેકોર્ડ બનાવી શકું.

કવિતાએ કહ્યું કે, તેમની અત્યાર સુધીની જિંદગી પતિ અને બાળકોની દેખરેખમાં જ નીકળી ગઈ. તેમણે આગળ કહ્યું કે, હાઉસ વાઈફનું કામ સરકારી નોકરી કરતા પણ મોટું છે. હાઉસ વાઈફ મલ્ટીટાસ્કિંગ કામ હોય છે. પતિ પ્રત્યે જવાબદારી હોય છે. બાળકોનું સાસુ-સસરાનું અને ઘરમાં બીજા લોકો પણ હોય છે તેનું પણ ધ્યાન રાખવાનું હોય છે.

અગાઉ આપણા સમાજના કારણે મારી પણ એવી જ વિચારસરણી હતી કે, હું માત્ર 12 ધોરણ સુધી જ ભણી છું. મારી પાસે કોઈ ડિગ્રી નથી હું આગળ શું કરીશ? કવિતાએ કહ્યું કે, ‘કૌન બનેગા કરોડપતિ’ શો જોયા બાદ તેમની વિચારસરણી બદલાઈ અને નક્કી કર્યું કે, કોઈ ડિગ્રી ન હોવા છતાં પણ તે પોતાના જ્ઞાનથી પૈસા કમાશે. હું વિચારતી હતી કે, જો મહેનત કર્યા બાદ હું કરોડપતિ બનીશ તો તે મને સૌથી મોટી ડિગ્રી મળશે- કરોડપતિ કવિતાની. ત્યારબાદ મને કોઈ ડિગ્રીની જરૂર નથી. હવે મને ખરેખર લાગે છે કે, મને બીજી કોઈ ડિગ્રીની જરૂર નથી.