CIA ALERT

Jodhpur Archives - CIA Live

May 29, 2022
handicraft.jpg
1min309

યુરોપ અને ઓસ્ટ્રેલિયા સહિતના ઘણા વિકસિત દેશોમાં, કોવિડ સમયગાળા દરમિયાન જારી કરવામાં આવેલા વિશેષ ભથ્થાઓએ જોધપુરમાંથી હસ્તકળાની નિકાસમાં વધારો કર્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં જોધપુરથી હસ્તકળા નિકાસ લગભગ રૂ. ૫૫૦ કરોડથી ૧૭.૫ ટકા વધીને રૂ. ૩,૭૦૦ કરોડ 
થઈ છે.

૨૦૨૦-૨૧માં રાજસ્થાનના આ શહેરમાંથી રૂ. ૩,૧૫૦ કરોડના હસ્તકળાની નિકાસ કરવામાં આવી હતી. એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ફોર હેન્ડિક્રાફ્ટ’ના ડેટા અનુસાર, છેલ્લા ૫ાંચ વર્ષમાં જોધપુરમાંથી હેન્ડીક્રાફ્ટની નિકાસમાં રૂ. ૮૦૦ કરોડથી વધુનો વધારો થયો છે. આ દરમિયાન વિદેશ જતા ક્ધટેનરની સંખ્યા દર વર્ષે છ હજાર વધીને ૩૪,૮૯૭ થઈ હતી, જે ૨૦૨૦-૨૧માં ૩૦,૧૫૬ હતી. ૨૦૨૦-૨૧ સિવાય નિકાસમાં સતત વધારો થયો છે, ૨૦૨૦-૨૧માં કોવિડ લોકડાઉનને કારણે નિકાસ એકમો બંધ રહ્યા હતાં.

આગામી વર્ષમાં નિકાસ વધવાનો આશાવાદ હસ્તકળા એસોસિએશને વ્યક્ત કર્યો છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપિયન યુનિયન દેશોમાં કોવિડ ભથ્થુ તેમજ બેરોજગારી ભથ્થુ વધતાં લોકોએ ઘરની સજાવટ પાછળ ખર્ચ વધાર્યો છે. કોરોના મહામારીના કારણે સૌથી વધુ પ્રતિકૂળ અસર પણ હસ્તકળા ઉદ્યોગને થઈ હતી. તે દરમિયાન ૪૦ ટકા લોકોની રોજગારી છીનવાઈ હોવાનો અંદાજ છે.

હસ્તકળાની નિકાસ વધવા પાછળના ૩ મુખ્ય કારણો જોઇએ તો વર્ક ફ્રોમ હોમ કોવિડમાં બહાર જવા પર પ્રતિબંધ હતો અને બજારો બંધ હતા. આવી સ્થિતિમાં ઘરેથી કામ કરતા લોકોએ ફર્નિચર અને ડેકોરેશન પર વધુ ધ્યાન આપ્યું, કોવિડ ભથ્થું ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને યુરોપના ઘણા દેશોમાં કોવિડ ભથ્થું આપવામાં આવ્યું હતું. જેના કારણે લોકોએ ઘરની સજાવટ પર ખર્ચો વધાર્યો અને વેપાર યુદ્ધ વેપાર યુદ્ધના કારણે ચીનથી અમેરિકામાં નિકાસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં, અમેરિકાના મોટાભાગના ઓર્ડર ભારતમાં શિફ્ટ થયા છે. 

આ કારણોસર હસ્તકલાની નિકાસમાં વધારો થયો છે. ક્ધટેનરની અછત અને મોંઘવારી મોટા પડકારો છે. હેન્ડીક્રાફ્ટ એક્સપોર્ટમાં અચાનક વધારો થયો છે. ચીન-અમેરિકા વેપાર યુદ્ધ પણ તેનું એક કારણ હતું. જો કે, તેમાં વધુ વધારાનો આશાવાદ હતો. પરંતુ ક્ધટેનરની અછતની સમસ્યાઓના કારણે તેમાં વૃદ્ધિ અટકી હતી.