CIA ALERT

jay jawan nagrik samiti Archives - CIA Live

July 19, 2024
અમુલખભાઈ-સવાણી.jpg
1min195
  • શહીદ જવાનોના પરિવારો માટે લોકો તરફથી મળી રહેલો સહયોગ
  • શાળાના બાળકો તથા મહિલાઓ પણ રાષ્ટ્રીયચેતનાના કાર્યમાં સહભાગી
  • કુલ ૩૦ પરિવારોને ૬૦ લાખની સહાય અર્પણ થનાર છે

દેશ માટે લડતા જવાનો વીરગતિ પામે ત્યારે તેના પરિવારોને સન્માન સાથે આર્થિક સહાય અર્પણ કરવા જય જવાન નાગરિક સમિતિ સુરતને લોકો તરફથી ઉમદા ભાવ સાથે સહયોગ મળી રહ્યો છે. શાળાના બાળકો, મહિલાઓ, તબીબો અને અગ્રણીઓ તરફથી દાનનો પ્રવાહ શરૂ થયો છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્રમાંક ૨૭૨ ના બાળકોએ જન્મદિવસની ચોકલેટ ને બદલે શહીદ બોક્સમાં રકમ એકત્ર કરે છે. આજે એકત્ર કરેલી રકમ રૂપિયા રૂ. ૫૮,૦૦૦/- જય જવાન નાગરિક સમિતિ સુરતને અર્પણ કરવામાં આવે છે. શાળાના આચાર્ય મિતેશભાઈ પ્રજાપતિ, રાજેશભાઈ ધામેલીયા અને બાળકોએ આ રકમ જય જવાન નાગરિક સમિતિ સુરતના ટ્રસ્ટીશ્રી કાનજીભાઈ ભાલાળા તથા રમેશભાઈ વાઘાણી ને અર્પણ કરી છે. સનસીટી સ્કુલ તરફથી રૂ. ૧૦,૦૦૦/- દાન આજે શહીદોના પરિવાર માટે અર્પણ કર્યું.

દીકરીના જન્મ દિવસે ડો. અમુલખ સવાણીએ જવાનોના પરિવાર માટે રકમ અર્પણ કરી છે. દીકરી પાર્થી ને ૩૧ વર્ષ પુરા થતા તેની જન્મદિનની ઉજવણી ના ભાગરૂપે રૂ. ૩૧,૦૦૦/- જય જવાન નાગરિક સમિતિ સુરતના મનજીભાઈ વાઘાણીને અર્પણ કર્યા હતા.

ઘેર રાખડી બનાવી તેના વેચાણની આવક માંથી બચત કરી રૂપિયા ૫૦,૦૦0/- નો ચેક રેખાબેન ચતુરભાઈ કથીરીયાએ અર્પણ કર્યો છે. ઈનર વ્હીલ ક્લબ ઓફ સુરત ઇસ્ટના સેક્રેટરી શ્રીમતિ રેખાબેન તરફથી સરહદ ઉપર તૈનાત જવાનો માટે રાખડી મોકલવામાં આવનાર છે.

ભોળાદ ગામના તરુણભાઈ લક્ષ્મણભાઈ પરવડીયા તરફથી રૂ. ૧,૫૧,૦૦૦/- તથા રામદેવ રેયોનના શ્રી સુરેશભાઈ ઠુંમર તરફથી રૂપિયા ૧ લાખ, આટકોટના શ્રી અરજણભાઈ રામાણી તરફથી ૧ લાખ, અમદાવાદથી હરેશભાઈ નાગજીભાઈ રામાણી તરફથી રૂપિયા ૨ લાખ તેમજ ચતુરભાઈ નાગજીભાઈ ધાનાણી તરફથી રૂપિયા ૨૫૦૦૦/- અને શ્રીમતિ ચંદ્રિકાબેન અરવિંદભાઈ કાનાણી તરફથી રૂપિયા ૧૧૦૦૦/- જવાનોના પરિવારને આપવા માટે જય જવાન નાગરિક સમિતિને મળેલ છે. આ વર્ષે કુલ ૩૦ વિર જવાનોના પરિવારોને કુલ રૂ. ૬૦ લાખની સહાય અર્પણ કરવામાં આવનાર છે.