૫૪૦ રનના વિજયી લક્ષ્યાંકને પાર પાડવા ઊતરેલી ન્યુ ઝીલૅન્ડની ટીમ ચોથા દિવસે પહેલા સેશનમાં જ 167 રન બનાવીને ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારતને ન્યુઝીલેન્ડ સામેની બીજી ક્રિકેટ ટેસ્ટમેચ 372 રને જીતી લીધી હતી. ચાર જ દિવસમાં ટેસ્ટ મેચનો ખેલ ખતમ થઇ ગયો હતો. ભારતીય સ્પીનર્સ સામે ન્યુઝીલેન્ડની બાકી બચેલી પાંચેય વિકેટો તા.6 ડિસેમ્બરની સવારે ટેસ્ટમેચના ચોથા દિવસે ટપોટપ પડી ગઇ હતી.

ત્રીજા દિવસની રમતને અંતે ૪૫ ઑવરમાં ૧૪૦ રનમાં પાંચ વિકેટ ગુમાવી ઝઝુમી રહી હતી. ન્યુ ઝીલૅન્ડ વતી ડૅરિલ મિશૅલે (૯૨ બૉલમાં ૬૦ રન) બનાવ્યા હતા અને હૅન્રી નિકોલસ ૩૬ રન બનાવી અણનમ રહ્યો હતો. બંનેએ ત્રીજી વિકેટની ભાગીદારીમાં ૭૩ રન નોંધાવ્યા હતા. ભારત વતી રવિચંદ્રન અશ્ર્વિને ૨૭ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. સોમવારે મૅચનું પરિણામ આવી જશે તેવી ભારતીય ટીમને અપેક્ષા છે. અગાઉ ભારતે બીજી ઈનિંગમાં સાત વિકેટે ૨૭૬ રન બનાવી દાવ ડિક્લેર કર્યો હતો. પ્રથમ ઈનિંગમાં સદી ફટકારનાર મયંક અગ્રવાલ બીજી ઈનિંગમાં પણ ટૉપ સ્કૉરર રહ્યો હતો. તેણે ૬૨ રન બનાવ્યા હતા.