CIA ALERT

India vs England Archives - CIA Live

July 28, 2025
image-16.png
1min9

મૅન્ચેસ્ટર ઑલ્ડ ટ્રેફર્ડના ઇતિહાસમાં ભારતીયો ઇંગ્લૅન્ડ સામે અગાઉ ક્યારેય ટેસ્ટ (test) નહોતા જીત્યા અને ગઈ કાલે પણ ન જીતી શક્યા, પરંતુ શુભમન ગિલના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા (india)ના બૅટ્સમેનોએ જે અસરદાર લડત બતાવી અને ચોથી ટેસ્ટ ડ્રૉ કરાવી એ ભારત માટે એક રીતે વિજય જ કહેવાય, કારણકે 311 રનની સરસાઈ લીધા પછી પણ બ્રિટિશરો (England) ભારતને બાકીના દોઢ દિવસમાં હરાવી ન શક્યા. ઊલટાનું, ભારતીય ટીમે સેકન્ડ ઇનિંગ્સમાં લીડ ઊતર્યા બાદ બીજા 114 રન બનાવીને દેશની આબરૂ સાચવી હતી.

જબરદસ્ત ફાઇટિંગ સ્પિરિટવાળા રવીન્દ્ર જાડેજા (107 અણનમ, 185 બૉલ, 218 મિનિટ, એક સિક્સર, તેર ફોર) તેમ જ વૉશિંગ્ટન સુંદર (101 નૉટઆઉટ, 206 બૉલ, 298 મિનિટ, એક સિક્સર, નવ ફોર)ની જોડીએ 334 બૉલમાં 203 રનની અતૂટ ભાગીદારી કરીને બ્રિટિશરોને વિજયથી વંચિત રાખ્યા હતા.

આપણ વાંચો: માન્ચેસ્ટર ટેસ્ટ: ભારતીય ટીમ માટે રાહતના સમાચાર, રિષભ પંત બેટિંગ કરી શકશે

બન્ને ટીમના કૅપ્ટનો રમતના અંતની લગભગ એક કલાક પહેલાં ડ્રૉ માટે સહમત થયા ત્યારે ભારતનો બીજા દાવનો સ્કોર 4/425 હતો જે રન તેમણે 143 ઓવરમાં બનાવ્યા હતા.

એ પહેલાં, કૅપ્ટન શુભમન ગિલે (103 રન, 238 બૉલ, 379 મિનિટ, બાર ફોર) ડ્રૉ માટેનો પાયો નાખ્યો હતો. તેની અને કે. એલ. રાહુલ (90 રન, 230 બૉલ, 300 મિનિટ, આઠ ફોર) વચ્ચે 188 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી.

યશસ્વી અને સુદર્શન ઝીરોમાં આઉટ થયા હતા, પરંતુ ત્યાર તેમના પછી બૅટિંગ કરનાર ચારમાંથી ત્રણ બૅટ્સમેને સેન્ચુરી ફટકારી. બ્રિટિશરોએ કુલ સાત બોલર અજમાવ્યા અને એમાં ક્રિસ વૉક્સ (23-4-67-2) સૌથી સફળ હતો.

ઇંગ્લૅન્ડ પાંચ મૅચની આ સિરીઝમાં 2-1થી આગળ છે. હવે 31મી જુલાઈથી ઓવલમાં છેલ્લી ટેસ્ટ રમાશે જે જીતીને ભારતીયોએ શ્રેણી ડ્રૉ કરાવવી પડશે.

July 14, 2022
indiavsengland.jpg
1min427

ભારતીય ટીમ ગુરૂવારે લોર્ડસના ઐતિહાસિક મેદાન પર બીજા વન ડેમાં ફરી એકવાર ઇંગ્લેન્ડ પર દબદબો બનાવી રાખવાના અને ત્રણ મેચની શ્રેણી 2-0ની અતૂટ સરસાઇથી કબજે કરવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. સ્નાયૂ ખેંચાઇ જવાની ઇજાને લીધે વિરાટ કોહલીનું આ મેચમાં રમવું પણ સંદિગ્ધ છે. લાંબા સમયથી આઉટ ઓફ ફોર્મ કોહલીએ આ ઇજાને લીધે પહેલો વન ડે પણ ગુમાવ્યો હતો. જો કે કોહલીની ગેરહાજરીમાં ટીમના દેખાવમાં કોઇ ફરક પડયો નથી. બુમરાહની કાતિલ બોલિંગથી ભારતે પહેલા વન ડેમાં ઇંગ્લેન્ડને 110માં ઓલઆઉટ કરીને 10 વિકેટે ધસમસતી જીત મેળવી હતી. જ્યારે ઇંગ્લેન્ડની ટીમ આ કારમી હાર ભૂલવાની કોશિશ કરશે અને શ્રેણી જીવંત રાખવા માંગશે. મેચ ગુરૂવારે સાંજે પ-30થી શરૂ થશે.

કપ્તાન રોહિત શર્મા અને તેની ટીમને એવી આશા રહેશે કે લોર્ડસની પિચ પણ ઓવલ જેવી હશે. બુમરાહ ઘાતક ફોર્મમાં છે અને શમી કોઇપણ વિરોધી બેટધર પર ભારે પડી શકે છે. ઇંગ્લેન્ડના બેટર્સના ભારતના આ બે ફાસ્ટ બોલર સામે ફરી એકવાર કસોટી થશે. જો કોહલી નહીં રમે તો શ્રેયસ અય્યર વન ડાઉનમાં હશે અને તેણે શોર્ટ પિચ બોલ પર આઉટ થતાં બચવું પડશે. દીપક હુડ્ડા ક્ષમતાવાળો બેટધર છે. આથી શ્રેયસ અય્યર પર સારા દેખાવનું દબાણ રહેશે.
ઓવલમાં કપ્તાન રોહિતે પ8 દડામાં પ છક્કાથી 7પ રનની અણનમ ઇનિંગ રમી હતી. તે અને તેનો સાથીદાર શિખર ધવન લોર્ડસમાં પણ મોટી ઇનિંગનો ઇરાદો રાખશે. લોર્ડસની પિચ મોટાભાગે બેટધરોને વધુ યારી આપે છે. એવામાં ઇંગ્લેન્ડ પાસે વાપસીનો મોકો બની રહેશે. જો રૂટ, જોની બેયરસ્ટો, બેન સ્ટોકસ, જેસન રોય અને લિયામ લિવિંગસ્ટન જેવા બેટધરોની હાજરીમાં ઇંગ્લેન્ડની નામચીન બેટિંગ હરોળ બીજા વન ડેમાં ટોસ જીતવાની સ્થિતિમાં મોટો સ્કોર ખડકવાની કોશિશ કરશે. જો કે તેની બિન અનુભવી બોલિંગ લાઇનઅપનો દેખાવ મહત્ત્વનો બની રહેશે.