Income tax department raids Archives - CIA Live

September 7, 2022
income-tax-raid.jpg
1min363

આજે તા.7મી સપ્ટેમ્બર 2022ને બુધવારે સવારથી જ દેશભરમાં એક સો ઉપરાંત સ્થળો પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, હરિયાણા અને ગુજરાતમાં કેટલાક રાજકીય પક્ષોના નેતાઓ અને તેમની સાથે ઘરોબો ધરાવતા લોકોના ધંધાકીય તેમજ રહેણાંકના સ્થળો પર દરોડાની કાર્યવાહી હાથ ધરતા સમગ્ર મામલો દેશભરમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે. બ્લેક મની એટલે કે, કાળા નાણાંને વ્હાઈટ કરવા માટેના ગોરખધંધાનો પર્દાફાશ કરવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકીય ફંડ અંગેના આ મેગો આપરેશન અંતર્ગત ગુજરાત સહિત દેશભરમાં 100થી પણ વધારે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. 

મળતી પ્રાથમિક માહિતી મુજબ આવકવેરા વિભાગે દેશના 7 રાજ્યોના 100થી પણ વધારે સ્થળોએ દરોડા પાડ્યા છે. દરોડામાં 300થી વધારે પોલીસકર્મી સામેલ હોવાનું જણાવાઈ રહ્યું છે. આજની આઇટી રેડની કાર્યવાહીમાં 100 જેટલા વાહનો પણ ઉપયોગમાં લેવાયા છે. ઉપરાંત આઈટી અધિકારીઓએ સુરક્ષા માટે CRPFના જવાનોને પણ સાથે લીધા છે. 

જાણવા મળ્યા મુજબ પોલિટિકલ ફન્ડિંગ મામલે આ એક્શન હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી નાના રાજકીય પક્ષો સાથે સંકળાયેલી છે જે લોકો પાસેથી ફંડ મેળવ્યા બાદ તેમને રોકડ સ્વરૂપે અમુક રકમ પરત કરે છે. ચૂંટણી પંચના રિપોર્ટ બાદ આઈટી વિભાગ એક્શનમાં આવ્યું છે. 

આવકવેરા વિભાગની ટીમો દિલ્હીથી શરૂ કરીને ઉત્તરાખંડ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં એક્શનમાં આવી છે અને દિલ્હીના અનેક ઉદ્યોગપતિઓ કરચોરી મામલે આઈટીની રડારમાં છે. રાજસ્થાનના જયપુરમાં પણ ઉદ્યોગપતિઓના સ્થળોએ દરોડા પડ્યા છે.