CIA ALERT

Helicoptercrash Archives - CIA Live

December 8, 2021
bipin_rawat.jpg
1min474

તમિલનાડુના કુન્નુરમાં બુધવારે આર્મીનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં અત્યાર સુધી 4 મૃતદેહ મળી આવ્યા છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત પણ આ હેલિકોપ્ટરમાં સવાર હતા. પ્રાથમિક માહિતી અનુસાર હેલિકોપ્ટરમાં સીડીએસ રાવત અને તેમની પત્ની સહિત 9 લોકો સવાર હતા. દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને બચાવ કામગીરી ચાલુ છે. ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું અનુમાન છે.

હેલિકોપ્ટરમાં 9 લોકો સવાર હતા
1. જનરલ બિપિન રાવત
2. મધુલિકા રાવત (પત્ની)
3. Brig LS લિડ્ડેર, SM, VSM
4. LT/COl હરજિન્દર સિંહ
5. NK ગુરસેવક સિંહ
6. NK જિતેન્દ્ર કુમાર
7. L/NK વિવેક કુમાર
8. L/NK બી સાઈ તેજા
9. સતપાલ

CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની એક કાર્યક્રમમાં ભાગ લઈને પરત ફરી રહ્યા હતા. ત્યારબાદ નીલગીરી વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ કાટમાળમાંથી ત્રણ લોકોને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને સમગ્ર મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

વાયુસેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તે તમિલનાડુના કુન્નૂરમાં ક્રેશ થયેલું હેલિકોપ્ટર IAFનું Mi-17V5 હતું. અકસ્માતની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. રક્ષામંત્રી રાજનાસિંહને દુર્ઘટનાની જાણ થતાં તેઓએ વડાપ્રધાન મોદીને આ અંગે માહિતી આપી છે.