CIA ALERT

harnazsandhu Archives - CIA Live

December 13, 2021
harnaz.jpg
1min739

હરનાઝ સંધુને ‘મિસ યુનિવર્સ 2021’નો તાજ પહેરાવાયો, સુષ્મિતા સેન અને લારા દત્તા પછી ત્રીજા ભારતીય

ભારતની હરનાઝ સંધુને મિસ યુનિવર્સ 2021નો તાજ પહેરાવવામાં આવ્યો છે. 2000માં લારા દત્તાએ ખિતાબ જીત્યાના 21 વર્ષ પછી ઇઝરાયેલના ઇલાતમાં આયોજિત 70મી મિસ યુનિવર્સ 2021માં ભારતનું પ્રતિનિધિત્વ કરતી પંજાબની 21 વર્ષીય યુવતી મિસ યુનિવર્સનું તાજ ઘરે લઈ આવી છે. સંધુએ તાજ જીતવા માટે પેરાગ્વે અને દક્ષિણ આફ્રિકાના સ્પર્ધકોને હરાવ્યા હતા. સંધુને વૈશ્વિક સ્તરે લાઇવ-સ્ટ્રીમ કરવામાં આવેલી ઇવેન્ટમાં મેક્સિકોની ભૂતપૂર્વ મિસ યુનિવર્સ 2020 એન્ડ્રીયા મેઝા દ્વારા તાજ પહેરાવવામાં આવ્યો હતો.

ભારતની હરનાઝ સંધુ 70મી મિસ યુનિવર્સ બની ગઈ છે. ઇઝરાયેલના ઇલાતમાં યોજાયેલા ફાઈનલ ઈવેન્ટમાં સંધુને આ ખિતાબથી નવાજવામાં આવી હતી. મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર તે ત્રીજી ભારતીય મહિલા છે. તેના પહેલા સુષ્મિતા સેન 1994માં અને લારા દત્તા 2000માં મિસ યુનિવર્સ તરીકે બની હતી.

આજના યુવાનો પર સૌથી મોટું દબાણ પોતાનામાં વિશ્વાસ રાખવાનું છે. તમે અનન્ય છો એ જાણવું એ તમને સુંદર બનાવે છે. તમારી જાતને અન્ય લોકો સાથે સરખાવવાનું બંધ કરો અને વિશ્વભરમાં થઈ રહેલી વધુ મહત્વપૂર્ણ બાબતો વિશે વાત કરીએ. મને લાગે છે કે તમારે આ સમજવાની જરૂર છે. બહાર નીકળો, તમારા મનની વાત કરો કારણ કે તમે તમારી જિંદગીના લિડર તમે છે. તમે ખુદ પોતાનો અવાજ છો. મને મારી જાત પર વિશ્વાસ હતો અને તેના કારણે આજે હું અહીં ઉભી છું.