પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. અહીં આસ્થાની ડૂબકી લગાવવા મોટી સંખ્યામાં ગુજરાતીઓ જઈ રહ્યા છે. મહાકુંભની શરૂઆતથી અત્યાર સુધીમાં દેશ-વિદેશમાંથી 35 કરોડથી વધુ લોકો ડૂબકી લગાવી ચૂક્યા છે. આ દરમિયાન ગુજરાત સરકારે પ્રયાગરાજ જવા ઈચ્છુક શ્રદ્ધાળુઓની માંગને ધ્યાનમાં રાખીને મોટો ફેંસલો કર્યો હતો. જીએસઆરટીસીની વધુ 5 બસ શરૂ કરવામાં આવી હતી. આ અંગે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ટ્વવિટ કરીને માહિતી આપી હતી.
હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર લખ્યું, ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડૂબકી માટે મુખ્ય પ્રધાનના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવ્યો છે. તા ૦૪/૦૨/૨૦૨૫ થી નવીન ૫ બસો (અમદાવાથી વધુ ૧, સુરતથી ૨, વડોદરાથી ૧ અને રાજકોટથી ૧ બસ) શરુ કરવામાં આવશે.