
તા.6 જાન્યુઆરી 2022ની વહેલી સવારે સુરત નજીક સુરતના સચિન GIDC વિસ્તારમાં નિન્જા મિલની સામે, વરસાદી પાણીના નિકાલ માટેની ગટરમાં ગેરકાનૂની રીતે ઝેરી કેમિકલ ઠાલવતી વખતે થયેલા ગેસ લિકેજને કારણે થયેલી ગૂંગળામણને કારણે 6 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 23 જેટલા લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

6-6 લોકોનો ભોગ લેનારી ઘટનામાં સફાળા જાગેલા તંત્રોએ તાબડતોડ એ વાત શોધી કાઢી હતી કે ઝેરી કેમિકલ ભરીને આવેલું ટેન્કર ક્યાંથી આવ્યું હતું. મળતી માહિતી મુજબ ઝેરી કેમિકલ અંકલેશ્વર, વડોદરા, દહેજ સહિતથી ઠાલવવા માટે અહીં આવે છે, જેમાં આજે આવેલું ટેન્કર દહેજથી આવ્યું હોવાનું સામે આવ્યું છે.