
ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ એસોસીએશન ફોગવાના પ્રેસિડેન્ડ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે ટેક્ષટાઇલ ઉદ્યોગ માટે આજના બજેટમાં એક પણ મહત્વની જોગવાઇ કરવામાં આવી નથી. અમારી સૌથી મોટી માગણી હતી કે વીવીંગ, નીટીંગ જેવા નાના કારખાનેદારો માટે ઇન્વેસ્ટમેન્ટ સબસિડીની એ-ટફ અગર તો તેના જેવી કોઇ સ્કીમ જાહેર કરવામાં આવે જેથી કરીને ઉદ્યોગમાં નવું મુડીરોકાણ આવે પરંતુ, એ માગણી સતત બીજા વર્ષે નકારી કાઢવામાં આવી છે. આ ઉપરાંત પણ અનેક માગણીઓ સ્વીકારાઇ નથી એટલે ઉદ્યોગકારોમાં નિરાશાજનક માહોલ છે.