
ઇન્ડીયન ડાયમંડ ઇન્સ્ટીટ્યુટના ચેરમેન અને અગ્રણી હીરા ઉદ્યોગપતિ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે આજના બજેટમાં હીરા ઝવેરાત ઉદ્યોગને ફાયદો થાય તેવી અનેક જોગવાઇ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કરી છે. ખાસ કરીને સોના પરથી આયાત ડ્યૂટી 6 ટકા ઘટાડવાની જોગવાઇ, હીરાના ઓનલાઇન ટ્રેડિંગ પરથી 2 ટકા ઇક્વિલાઇઝેશન લેવી દૂર કરવાની જોગવાઇ તેમજ વિદેશી માઇનિંગ કંપનીઓ ડાયરેક્ટ ભારતમાં રફ હીરાનું વેચાણ કરી શકે તેવી જોગવાઇને કારણે સમગ્ર ઉદ્યોગમાં ખુશીનો માહોલ છવાયો છે.