CIA ALERT

DELHI Cm kejriwal Archives - CIA Live

July 3, 2024
kejri.jpg
1min169

કથિત એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં સીબીઆઈ દ્વારા નોંધાયેલા કેસમાં જામીન મેળવવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજકની સીબીઆઈ દ્વારા 26 જૂને તિહાર જેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તેઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં હજુ સુધી ન્યાયિક કસ્ટડીમાં છે. જોકે,  કેજરીવાલે CBI કેસમાં પોતાની ધરપકડને હાઈકોર્ટમાં પડકારી છે.

CBI તપાસ ચાલુ છે, તેની આડમાં મને પરેશાન કરાઈ રહ્યો છે

કેજરીવાલે જામીન માટે દાખલ કરેલી અરજીમાં CBI સામે કેટલાક મોટા દાવા કર્યા છે. જેમા તેમણે કહ્યું છે કે, ‘એપ્રિલ 2023માં જ્યારે મને બોલાવવામાં આવ્યો, ત્યારે મેં સીબીઆઈને સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. મારી ધરપકડ સંપૂર્ણપણે ગેરકાયદે અને ગેરબંધારણીય છે. રિમાન્ડ ઓર્ડર સ્પષ્ટપણે નિયમિત છે, જેના કારણે ધરપકડ અને કાર્યવાહીની સમગ્ર પ્રક્રિયાને અસર થઈ રહી છે. CBI તપાસ ચાલુ છે, તેની આડમાં મને સતત હેરાન-પરેશાન કરી રહી છે.”

આ અરજીમાં કેજરીવાલે તેનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “આ ગંભીર નિરાશા અને ચિંતાનો વિષય છે. તપાસ તો પહેલાથી જ પૂરી થઈ ગઈ છે, મારી ધરપકડનો આધાર બની શકે તેવી સામગ્રી પહેલેથી જ એકત્રિત કરી લેવામાં આવી છે. સીબીઆઈ જેવી મુખ્ય તપાસ એજન્સી કાયદાની પ્રક્રિયા સાથે ચેડાં ન કરી શકે અને સીબીઆઈએ કોઈપણ જાતના પૂર્વગ્રહ અથવા એકતરફી અભિગમની ધારણાને દૂર કરી નિષ્પક્ષતા સાથે કામ કરવું જોઈએ. આ સ્પષ્ટ રીતે હેરાનગતિ છે. સીબીઆઈનું વર્તન સ્પષ્ટ રીતે દ્વેષભાવથી ભરેલું છે. મારી સ્વતંત્રતાને મનમાની અને લાપરવાઈથી છીનવી લીધી છે.”

આ મને મુક્ત થવા પર રોકવાનો પ્રયાસ થઈ રહ્યો છે

કેજરીવાલે પોતાની વિરુદ્ધના પુરાવા અંગે અરજીમાં કહ્યું છે કે, ‘એ વાત સ્પષ્ટ છે કે મને હેરાન કરાઈ રહ્યો છે. તેમજ જે પુરાવાના આધારે મારી ધરપકડ કરવામાં આવી છે, તે પેહલેથી જ રેકોર્ડ પર છે, અને આ કેસ નોંધાયાના 1 વર્ષ અને 10 મહિના પછી પણ આવા પુરાવા એકત્ર કર્યાના ઘણાં મહિનાઓ પછી ધરપકડનો પ્રશ્ન માત્ર કાયદાકીય રીતે સ્વીકાર્ય નથી, એટલે સ્પષ્ટપણે આ દ્વેષભાવપૂર્વક થઈ રહ્યું છે. ધરપકડનો સમય મારી કસ્ટડીમાંથી મુક્તિને રોકવા, ટાળવા અને અટકાવવાના પ્રયાસ થઈ દર્શાવે છે. કારણ કે PMLA કેસમાં મને નિયમિત જામીન આપવામાં આવ્યા છે.

CBIનો ઉદ્દેશ્ય કેજરીવાલની સ્વતંત્રતા છીનવી લેવાનો છે

અરજીમાં કેજરીવાલે CBI જે પુરાવા પર કામ કરી રહી છે તે અંગે કહ્યું કે, મને કલમ 41(1)(b)(in) ના દરેક સિદ્ધાંતો CRPCની સાથે સાથે ધરપકડની આવશ્યકતાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, અને માત્ર દંડાત્મક કેદ આપવામાં આવી છે, તેમનો ઉદ્દેશ્ય મારી સ્વતંત્રતા છીનવી લેવાનો છે,અને મનમાની કરીને આ રીતે કેદ કરવામાં આવ્યો છે. સીબીઆઈ દ્વારા જે રેકોર્ડ પર આધાર રાખીને કામ કરી રહી છે, તેના પર એક નજર કરશો તો જાણવા મળશે કે, જે કથિત પુરાવાનો કાર્યવાહી માટે આધાર રાખે છે, તે ઘણા વર્ષો પહેલા સામે આવી ચુક્યા હતા. જેના આધારે ઘણા આરોપીઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા.

CBI દ્વારા હેરાનગતિ અને ત્રાસ આપવામાં આવે છે: કેજરીવાલનો દાવો

દિલ્હી હાઈકોર્ટ સમક્ષ પોતાની જામીન અરજીમાં અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે, CBI દ્વારા હેરાન અને ત્રાસ આપવામાં આવે છે. અને એજન્સીનું વર્તન સ્પષ્ટ રીતે દુર્ભાવનાપૂર્ણ છે. CBI ચાલુ તપાસ ચાલુ છેની આડમાં તેમને સતત હેરાન કરી રહી છે.આ ગંભીર નિરાશા અને ચિંતાનો વિષય છે. તપાસ તો પહેલાથી જ પૂરી થઈ ગઈ છે, તેમની ધરપકડનો આધાર બની શકે તેવી સામગ્રી પહેલેથી જ એકત્રિત કરી લેવામાં આવી છે. કેજરીવાલ વધુ જણાવે છે કે, સીબીઆઈ જેવી મુખ્ય તપાસ એજન્સી કાયદાની પ્રક્રિયા સાથે ચેડા  ન કરી શકે અને સીબીઆઈએ કોઈપણ જાતના પૂર્વગ્રહ અથવા એકતરફી અભિગમની ધારણાને દૂર કરી નિષ્પક્ષતા સાથે કામ કરવું જોઈ, આ સ્પષ્ટ રીતે હેરાનગતિ છે.