#cricket Archives - CIA Live

December 6, 2021
kohli.jpg
1min419

૫૪૦ રનના વિજયી લક્ષ્યાંકને પાર પાડવા ઊતરેલી ન્યુ ઝીલૅન્ડની ટીમ ચોથા દિવસે પહેલા સેશનમાં જ 167 રન બનાવીને ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારતને ન્યુઝીલેન્ડ સામેની બીજી ક્રિકેટ ટેસ્ટમેચ 372 રને જીતી લીધી હતી. ચાર જ દિવસમાં ટેસ્ટ મેચનો ખેલ ખતમ થઇ ગયો હતો. ભારતીય સ્પીનર્સ સામે ન્યુઝીલેન્ડની બાકી બચેલી પાંચેય વિકેટો તા.6 ડિસેમ્બરની સવારે ટેસ્ટમેચના ચોથા દિવસે ટપોટપ પડી ગઇ હતી.

ત્રીજા દિવસની રમતને અંતે ૪૫ ઑવરમાં ૧૪૦ રનમાં પાંચ વિકેટ ગુમાવી ઝઝુમી રહી હતી. ન્યુ ઝીલૅન્ડ વતી ડૅરિલ મિશૅલે (૯૨ બૉલમાં ૬૦ રન) બનાવ્યા હતા અને હૅન્રી નિકોલસ ૩૬ રન બનાવી અણનમ રહ્યો હતો. બંનેએ ત્રીજી વિકેટની ભાગીદારીમાં ૭૩ રન નોંધાવ્યા હતા. ભારત વતી રવિચંદ્રન અશ્ર્વિને ૨૭ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. સોમવારે મૅચનું પરિણામ આવી જશે તેવી ભારતીય ટીમને અપેક્ષા છે. અગાઉ ભારતે બીજી ઈનિંગમાં સાત વિકેટે ૨૭૬ રન બનાવી દાવ ડિક્લેર કર્યો હતો. પ્રથમ ઈનિંગમાં સદી ફટકારનાર મયંક અગ્રવાલ બીજી ઈનિંગમાં પણ ટૉપ સ્કૉરર રહ્યો હતો. તેણે ૬૨ રન બનાવ્યા હતા. 

December 4, 2021
izaj.jpg
1min401

એજાઝ પટેલના પરિવાર પાસે હજુ પણ મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં ઘર છે. તેની માતા ઓશિવપરાની એક શાળામાં ભણાવતી હતી. એજાઝ પોતે ઘણીવાર IPLમાં મુંબઈ ઈન્ડિયન્સની મેચ જોવા માટે વાનખેડે સ્ટેડિયમ આવતો હતો. તેના મિત્ર મિશેલ મેકક્લેનાઘનનો આભાર, તેણે કેટલાક પ્રસંગોએ MI ખેલાડીઓને બોલિંગ પણ કરી. કોણ જાણતું હતું કે જ્યારે તે પોતે ન્યુઝીલેન્ડની ટેસ્ટ જર્સી પહેરીને વાનખેડે ખાતે બોલિંગ કરવા ઉતરશે ત્યારે તે તબાહી મચાવી દેશે. પટેલે પોતાની કિલર બોલિંગથી ટેસ્ટ ક્રિકેટમાં નવો ઈતિહાસ રચ્યો છે. તે ટેસ્ટની એક ઇનિંગમાં 10 વિકેટ લેનારો ત્રીજો ખેલાડી બની ગયો છે.

મુંબઈ ટેસ્ટના પ્રથમ દિવસે એકમાત્ર પટેલે વિકેટ લીધી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ તરફથી શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર પહેલા જ દિવસે પટેલનો શિકાર બન્યા હતા. પૂજારા અને કોહલી ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. બીજા દિવસે બોલિંગ કરવા આવેલા પટેલનો રંગ અલગ જ હતો. દિવસની શરૂઆતમાં રિદ્ધિમાન સાહાને પેવેલિયન પરત મોકલ્યો, પછી રવિચંદ્રન અશ્વિન. ટીમ ઈન્ડિયાનો સ્કોર 300 રન પણ નહોતો થયો કે સદીવીર મયંક અગ્રવાલ પણ પટેલની સ્પિનમાં કેચ થઈ ગયો. અત્યાર સુધી પટેલે 7 વિકેટ લીધી હતી. તેણે અક્ષર પટેલની આઠમી વિકેટ લીધી. ત્યારબાદ તેણે જયંત યાદવની વિકેટ પણ લીધી હતી. પછી મોહમ્મદ સિરાજને આઉટ થતાં જ પટેલ ઈતિહાસના પાનામાં નોંધાઈ ગયા.

ભૂતપૂર્વ લેગ સ્પિનર અનિલ કુંબલેએ 1998-99માં પાકિસ્તાન માટે એક ઇનિંગમાં તમામ 10 વિકેટ લીધી હતી. ક્રિકેટ ચાહકો સોશિયલ મીડિયા પર અનુમાન લગાવી રહ્યા હતા કે પટેલને કુંબલેના રેકોર્ડ સાથે મેચ કરતા જો કોઈ રોકી શકે છે તો તે રાહુલ દ્રવિડ છે. જો કેપ્ટન વિરાટ કોહલી દ્રવિડના કહેવા પર ઈનિંગ ડિકલેર કરશે તો ઈજાઝ આ રેકોર્ડની બરાબરી કરવાથી વંચિત રહી જશે. આ બાબતે રમુજી ટ્વીટ્સ પણ પુષ્કળ હતા.