corona vaccination Archives - CIA Live

March 16, 2022
kids.jpg
1min415

કેન્દ્ર સરકારે મંગળવારે 12-14 વર્ષના બાળકો માટે COVID-19 વેક્સિનેશન માટેની ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. આજથી એટલે કે, બુધવારથી વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ થવા જઈ રહ્યો છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, આ ઉંમરના બાળકોને ફક્ત કોર્બેવેક્સ વેક્સિન (Corbevax Vaccine)નો ઉપયોગ કરવામાં આવશે. 

ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, 12થી 14 વર્ષની ઉંમરના બાળકોને બાયોલોજિકલ-ઈની વેક્સિન Corbevaxના 2 ડોઝ 28 દિવસના અંતરાલમાં આપવામાં આવશે. મતલબ કે વેક્સિનના બંને ડોઝ વચ્ચે 28 દિવસનો ગેપ રહેશે. કેન્દ્રએ સોમવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર દ્વારા આ ગાઈડલાઈન મોકલી હતી. તા. 01 માર્ચ 2021 સુધીની ગણતરી પ્રમાણે દેશમાં 12 અને 13 વર્ષની ઉંમરના 4.7 કરોડ બાળકો છે. વેક્સિનેશન માટે CoWIN એપ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. 

તે સિવાય હવે 60 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના તમામ લોકોને પણ પ્રિકોશન ડોઝ આપી શકાશે. હકીકતે આ ડોઝ વેક્સિનના બીજા ડોઝના 9 મહિના કે 39 સપ્તાહ પૂર્ણ થયા બાદ વૃદ્ધોને આપવાનો છે. ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, પ્રિકોશન ડોઝમાં એ જ વેક્સિન આપવામાં આવશે જે પહેલા અને બીજા ડોઝમાં લીધી હોય.