corona Archives - CIA Live

December 6, 2021
coronaupdate.jpg
1min368

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસનો આંકડો ભારતમાં 20ને પાર થઈ ગયો છે. આવામાં એક તરફ સ્કૂલો ખોલવામાં આવી છે ત્યારે કર્ણાટકમાં એક જ સ્કૂલમાં વિદ્યાર્થી અને સ્ટાફ મળીને 94 કોરોના પોઝિટિવ કેસ આવતા હડકંપ મચી ગયો છે. કર્ણાટકાના નરસિમ્હારાપુરામાં આવેલા સ્કૂલમાંથી આ કિસ્સો સામે આવ્યો છે. હવે સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફના પણ રિપોર્ટ્સ કરવામાં આવી રહ્યા છે જેથી આ ચેઈનને તોડી શકાય.

મળતી વિગતો પ્રમાણે સ્કૂલમાં વધુ 35 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા નરસિમ્હારાજપુરાની કેન્દ્રીય સ્કૂલમાં કોરોનાના કુલ કેસનો આંકડો 94 પર પહોંચ્યો છે. સ્કૂલના કેમ્પસમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 100ની નજીક પહોંચી જતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્કૂલનો સ્ટાફ ચિંતામાં મૂકાયો છે. એક તરફ ઓમિક્રોનનું જોખમ વધી રહ્યું છે ત્યારે એક સાથે આટલા બધા કેસ એક જ સ્કૂલના કેમ્પસમાં આવતા કેસમાં થતો વધારો અટકાવવા માટેના જરુરી પગલા પણ ભરવામાં આવી રહ્યા છે.

એક સામટા આટલા કેસ એક જ સ્કૂલમાંથી આવતા હવે વધુ 418 લોકોના ટેસ્ટ કરવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓ અને સ્કૂલના સ્ટાફનો સમાવેશ થાય છે. સ્કૂલનો કોરોનાના કેસનો આંકડો સદીની નજીક પહોંચી જતા કર્ણાટકની આ સ્કૂલને વહીવટી તંત્ર દ્વારા હાલ પૂરતી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે નરસિમ્હારાજપુરાની સ્કૂલમાં ભણતા 59 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા, જે બાદ સોમવારે વધુ 35 વિદ્યાર્થીઓ કોરોનામાં સપડાયા છે. આમાં સ્કૂલના શિક્ષકો અને અન્ય સ્ટાફ મળીને 13 લોકો થાય છે કે જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલે કે 81 વિદ્યાર્થીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.

સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને ડૉક્ટરોની ટીમ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. આ તમામ જે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે તેઓ એસિમ્પ્ટોમેટિક છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે ભારતમાં 24 કલાકમાં કોરોનાના નવા 8,306 કેસ નોંધાયા છે, જેની સામે 8,834 દર્દીઓ એક દિવસમાં સાજા થયા છે. આ સાથે દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 98,416 થઈ ગયો છે. આમ એક્ટિવ કેસનો આંકડો 552 દિવસના તળિયે પહોંચી ગયો છે.

December 6, 2021
omicron.jpg
1min428

ભારતમાં કોરોના વાઇરસના નવા વૅરિયન્ટ ઓમિક્રૉનના સંક્રમણમાં રવિવારે ઉછાળો જોવા મળ્યો. સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર રવિવાર મહારાષ્ટ્રમાં 7, રાજસ્થાનમાં 9 અને દિલ્હીમાં 1 વ્યક્તિને ઓમિક્રૉન વૅરિયન્ટનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ કરાઈ છે. આ સાથે જ ભારતમાં ઓમિક્રૉનના સંક્રમણના કેસની કુલ સંખ્યા 21 થઈ ગઈ છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન આ વૅરિયન્ટને સતત ચિંતાનો વિષય ગણાવી રહ્યું છે. 3/12/21 ગત શુક્રવારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું હતું કે સંક્રમણની સંખ્યાના હિસાબે આ વૅરિયન્ટ ડેલ્ટા વૅરિયન્ટને પાછળ છોડી દેશે.

ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના ઓમિક્રૉન વૅરિયન્ટના વધુ સાત કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતના અન્ય પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ઓમિક્રૉન વૅરિયન્ટના નવ કેસ નોંધાયા છે. નવા સાત કેસ પૈકી છ કેસ પીંપરી-ચિંચવાડમાં નોંધાયા છે અને એક કેસ પુણેનો હોવાનું જાણવા મળ્યું છે.

5/21/21 રવિવારે દેશની રાજધાની દિલ્હીમાં પણ ઓમિક્રૉન વૅરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો હતો. આ અગાઉ કર્ણાટક, ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેસ નોંધાઈ ચૂક્યા છે.

કોરોના વાઇરસના આ નવા વૅરિયન્ટે સરકારની સાથે-સાથે સામાન્ય લોકોની ચિંતા પણ વધારી દીધી છે.