દેશભરમાં નાતાલની(Christmas 2025)ઉજવણી જોવા મળી હતી. જેમાં ક્રિસમસ નિમિત્તે અનેક સ્થળોએ રોશનીથી અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે અને તેના કારણે શહેરોની સુંદરતામાં પણ વધારો થયો છે. આ દરમિયાન વિવિધ સ્થળોએ ચર્ચ અને બજારો પણ શણગારેલા જોવા મળ્યા હતા અને તેના કારણે લોકોમાં નાતાલનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે ચર્ચમાં સમૂહ પ્રાર્થના સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
જેમાં રાંચીમાં પણ ચર્ચને ક્રિસમસના ખાસ અવસર પર રોશનીથી શણગારવામાં આવ્યું છે. તેમજ ક્રિસમસ પર આયોજિત સમૂહ સભા માટે આ ચર્ચને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું.
જ્યારે બીજી તરફ મુંબઈમાં પણ નાતાલના આગલા દિવસે કોલાબા સ્થિત એક ચર્ચમાં ક્રિસમસ માસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તસવીરમાં લોકો ચર્ચમાં મીણબત્તીઓ પ્રગટાવતા અને પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા.
પુડુચેરીમાં પણ નાતાલના અવસર પર હાર્ટ બેસિલિકા ચર્ચમાં મધ્યરાત્રિની પ્રાર્થના માટે લોકો એકઠા થયા હતા.ઓડિશાના કટકમાં પણ નાતાલના અવસર પર અવર લેડી ઓફ મોસ્ટ હોલી રોઝરી કેથેડ્રલ ખાતે મધ્યરાત્રિના સમૂહ માટે લોકો પ્રાથર્ના માટે એકત્ર થયા હતા. જ્યારે મધ્યપ્રદેશના જબલપુરમાં સ્થિત હોલી ટ્રિનિટી ચર્ચને પણ નાતાલના આગલા દિવસે સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું.