CIA ALERT

chinese loan scam Archives - CIA Live

February 1, 2025
image-1280x640.png
1min122

230 કરોડ રૂપિયાના નકલી ચાઇનીઝ લોન એપ કૌભાંડમાં EDએ ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આ બધા આરોપીઓની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના કોચી ઝોનલ ઓફિસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ ચારેય આરોપીઓ અલગ અલગ કંપનીઓના ડિરેક્ટર છે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર નકલી ચાઇનીઝ લોન એપ કૌભાંડના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને મોટી સફળતા મળી છે. લોન આપીને લોકોને બ્લેકમેઇલિંગના જાળમાં ફસાવનારા 230 કરોડ રૂપિયાના આ કૌભાંડમાં EDએ ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આ બધા આરોપીઓની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના કોચી ઝોનલ ઓફિસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ ચારેય આરોપીઓ અલગ અલગ કંપનીઓના ડિરેક્ટર છે. ED એ ગુરુવારે આ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.

આ કેસની શરૂઆત કેરળ અને હરિયાણામાં નોંધાયેલ 11 એફઆઈઆરથી થઈ હતી. જેમાં લોકોએ ઊંચા વ્યાજ વસૂલવાના નામે ખંડણી અને બ્લેકમેઇલિંગની ફરિયાદ કરી હતી. ફેક લોન એપ ડાઉનલોડ કર્યા બાદ આરોપીઓએ લોકોના મોબાઇલ ડેટા હેક કર્યો. બાદમાં, તેમને બ્લેકમેઇલ કરવામાં આવ્યા અને તેમના બેંક ખાતાઓ દ્વારા પૈસા ટ્રાન્સફર કરવા દબાણ કરવામાં આવ્યું. EDની તપાસમાં જાણવા મળ્યું છે કે લૂંટાયેલા પૈસા નકલી કંપનીઓના ખાતામાં મોકલીને વિદેશમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ પૈસા સિંગાપોરની Nium Pte Ltdને મોકલવામાં આવ્યા હતા.

EDની તપાસમાં સામે આવ્યું છે કે સિંગાપોરના નાગરિકના આદેશ પર, આ આરોપીઓએ 400 થી વધુ નકલી ખાતાઓમાં 230.92 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા અને પછી તેને સિંગાપોરની કંપનીઓમાં ટ્રાન્સફર કર્યા હતા. આ કેસમાં, ફેબ્રુઆરી 2024માં, EDએ મુંબઈ, ચેન્નાઈ અને કોચી સહિત 10 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન EDએ મોબાઇલ ફોન, લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા હતા. તે ઉપરાંત અનેક બેંક ખાતાઓમાં 123.58 કરોડ રૂપિયાની રકમ ફ્રીઝ કરવામાં આવી હતી.