૧૭ ડિસેમ્બરે ICAI દ્વારા લેવામાં આવેલી CA ફાઉન્ડેશનની પરીક્ષાના ગણિત વિષયના પ્રશ્નપત્રમાં 4 પ્રશ્નોમાં ગંભીર ભૂલો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સી.એ. ફાઉન્ડેશનના ગણિતના પેપરમાં ચાર પ્રશ્નો અને આપવામાં આવેલા વિકલ્પો ખોટા હતા, જેને કારણે પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ ભારે મૂંઝવણમાં મુકાયા હતા. આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ હોવાથી આખરે વિદ્યાર્થીઓએ આ પ્રશ્ન છોડવા પડ્યા હતા. દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની આ બાબત ધ્યાનમાં લાવવાનો પ્રયત્ન કર્યો હતો. ગણિતના પેપરમાં ચાર પ્રશ્નો અને આપવામાં આવેલા વિકલ્પો ખોટા હતા, જેને કારણે પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ ભારે મૂંઝવણમાં મુકાયા છે.
વાયરલ થયેલા પેપર અનુસાર પ્રશ્ન નંબર 27, 52, 69, 75 પ્રશ્ન ભૂલભરેલા છે.
- પ્રશ્ન નંબર 27માં જેમાં વિદ્યાર્થીઓને ‘a’નું મૂલ્ય શોધવાનું કહેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ પ્રશ્નનો જવાબ ‘0.5’ છે, પરંતુ આ વિકલ્પ આપવામાં આવ્યો ન હતો.

- પ્રશ્ન નંબર 52માં વિદ્યાર્થીઓને આપેલી સંખ્યાઓનો મધ્યગા (Median) શોધવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ એક આંકડો ‘19. 66’ આપવામાં આવ્યો હતો. તેથી વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાયા હતા કે ડૉટ કોમાની જગ્યાએ ભૂલથી મૂકવામાં આવ્યું છે કે તે સંખ્યા ખરેખર 19.66 છે? જો આ સંખ્યા 19.66 હોય તો તેનો જવાબ વિકલ્પમાં આપવામાં આવ્યો ન હતો.

- પ્રશ્ન નંબર 69 ‘ઓગિવ કર્વ (ઓજાઇવ કર્વ – Ogive Curve)નો ઉપયોગ શું નક્કી કરવા માટે થતો નથી?’માં ત્રણ વિકલ્પો સાચા હતા અને એક વિકલ્પ ખોટો હતો, તેથી પ્રશ્નમાં ગોટાળો હોવાનું પુરવાર થાય છે. ઓજાઈવ કર્વ (Ogive Curve)નો ઉપયોગ મધ્યગા Median નક્કી કરવા માટે થાય છે. વિકલ્પમાં Mean, Median, Mode, Range આપવામાં આવ્યા હતા.

- પ્રશ્ન નંબર 75માં વિદ્યાર્થીઓને Zebra, Giraffe, horse અને Tiger પૈકી અયોગ્ય વિકલ્પ શોધવાનું કહેવાનું આવ્યું હતું. હવે આ પ્રશ્નના જવાબમાં બે શક્યતા છે. જો માંસાહારી કે શાકાહારી પ્રાણીઓના સંદર્ભમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તો આ પ્રશ્નનો જવાબ Tiger છે, પરંતુ જો પાલતું પ્રાણીઓ કે જંગલી પ્રાણીઓ સંદર્ભે આ સવાલ હોય તો તેનો જવાબ અચૂક Horse આવે. જોકે, પ્રશ્નમાં આ બાબતે કોઈ ચોખવટ કરવામાં આવી ન હતી.
