
ચીનમાં થયેલી દુર્ઘટનાને પગલે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશને ભારતીય વિમાની કંપનીઓનાં બોઇંગ ૭૩૭ વિમાનો પર ચાંપતી નજર રાખવા આદેશ આપ્યો છે. સ્પાઇસજેટ, વિસ્તારા અને ઍર ઇન્ડિયા એક્સપ્રેસ બોઇંગ ૭૩૭ વિમાનો ધરાવે છે. ડીજીસીએના વડા અરુણ કુમારે કહ્યું હતું કે વિમાનોની સુરક્ષા ગંભીર બાબત છે અને અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ચાઇના ઇસ્ટર્ન ઍરલાઇન્સ દ્વારા તમામ બોઇંગ ૭૩૭-૮૦૦ વિમાનોનું ઉડ્ડયન અટકાવી દીધું છે. બોઇંગ ૭૩૭ મેક્સ વિમાન બોઇંગ ૭૩૭-૮૦૦નું ઍડ્વાન્સ્ડ વર્ઝન છે અને બન્નેને ૭૩૭ સિરીઝમાં ગણવામાં આવે છે.