CIA ALERT

Bihar polls Archives - CIA Live

October 7, 2025
image-4.png
1min72

બિહારની વિધાનસભા ચૂંટણીની લાંબા સમયથી રાહ જોવાતી હતી છેવટે ચૂંટણીપંચે તેની તારીખોની જાહેરાત કરી દીધી છે. બિહારની ૨૪૩ બેઠકોની વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં ૬ અને ૧૧ નવેમ્બરના રોજ યોજાશે. તેનું પરિણામ ૧૪ નવેમ્બરના રોજ આવશે. બિહારમાં છ નવેમ્બરે પ્રથમ તબક્કામાં ૧૨૧ અને ૧૧ નવેમ્બરે બીજા તબક્કામાં ૧૨૨ બેઠકોની ચૂંટણી યોજાશે.   

બિહારની ચૂંટણીને લઈને ૧૦મી ઓક્ટોબરના રોજ જાહેરનામુ બહાર પડશે. ૧૭મી ઓકટોબર  ઉમેદવારીપત્રક દાખલ કરવાની અંતિમ તારીખ હશે. જ્યારે ૨૦મી ઓક્ટોબર ઉમેદવારીપત્રક પરત ખેંચવાની અંતિમ તારીખ હશે. 

– બિહારમાં કુલ 7.4 કરોડ મતદારોમાં 3.92 કરોડ પુરુષ, 3.50 કરોડ મહિલા, 100 વર્ષથી વધુ વયના 14 હજારથી વધુ મતદારો

બિહારમાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરતાં મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાાનેશ કુમારે જણાવ્યું હતું કે બિહાર ચૂંટણીમાં ૭.૪ કરોડ જેટલા મતદારો મતદાન કરશે. તેમા ૧૪ લાખ મતદારો નવા હશે. કુલ મતદારોમાં પુરુષ મતદારો ૩.૯૨ કરોડ અને મહિલા મતદારો ૩.૫૦ કરોડ છે.  તેમણે ચૂંટણી શાંતિપૂર્ણ રહેવાનો દાવો કર્યો છે. બિહારમાં ૧૦૦ વર્ષ કરતાં વધુ વયના ૧૪ હજાર મતદારો છે. આ ઉપરાંત બુરખામાં આવતી મતદારોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે આંગણવાડીના મહિલા કાર્યકરોની મદદ લેવામાં આવશે. 

આના પગલે હવે આગામી ચૂંટણીમાં શાસક પક્ષ એનડીએ શાસિત ભાજપ, જેડીયુ, એલજેપી અને એચએએમ તથા આરજેડી, કોંગ્રેસ, ડાબેરી મોરચાના સંગઠન યુપીએ વચ્ચે જબરદસ્ત મુકાબલો જોવા મળશે.