
વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયાને અક્ષય તૃતીયા તરીકે ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ધન અને વૈભવની દ્રષ્ટિએ આ દિવસથી વધુ શુભ સમય કોઈ નથી. લગ્ન, ગૃહપ્રવેશ જેવા શુભ કાર્યો માટે વર્ષનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે કોઈપણ કાર્ય કરવા માટે તમારે પંચાંગ જોવાની કે મુહૂર્ત જાણવાની જરૂર નથી. અક્ષય તૃતીયા પર તમે જે પણ કરો છો, તેમાં અક્ષય વૃદ્ધિ થાય છે. એટલે કે જો તમે ખરીદી કરો છો તો તમારું ધન અનેક ગણું વધી જાય છે. જો તમે દાન કરો છો તો તમને અક્ષય પુણ્ય મળે છે અને તે અક્ષય ફળના રૂપે તમારી પાસે પાછું આવે છે. આ દિવસે સોનું અને ચાંદી ખરીદવાની પરંપરા ઘણા સમયથી ચાલી આવે છે. મહિલાઓ આ દિવસે સોનાના ઘરેણા ખરીદે છે કારણ કે તેમ કરવાથી તેમના જીવનમાં વારંવાર ઘરેણાં ખરીદવાનો શુભ પ્રસંગ આવે. આજે અમે તમને જણાવીશું કે અક્ષય તૃતીયાના દિવસમાં એવું શું છે જેને કારણે આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેની પાછળ ઘણી પૌરાણિક કથાઓ છે.