CIA ALERT

akhilesh yadav Archives - CIA Live

December 24, 2021
samajwadi_perfume.jpg
1min611
પિયુષ જૈને સમાજવાદી પાર્ટી નામથી પરફ્યુમ લોન્ચ કર્યું હતું. અખિલેશ યાદવે એક પ્રેસ કોન્ફરન્સમાં આ વિશે જણાવ્યું હતું.

IT ટીમને તિજોરીઓમાં ખચોખચ ભરેલા નોટોના બંડલો મળી આવ્યા, રોકડ ગણવા માટે 4 મશીનો પણ ઓછા પડ્યા

કાનપુરનાં પરફ્યુમના વેપારી અને સપા નેતા પીયૂષ જૈનના ઘરેથી ઈન્કમટેક્સને રૂ. 150 કરોડથી વધુની રકમ મળી છે. ગુરુવારે બપોરે આવકવેરા વિભાગની ટીમે જૈનના ઘરે દરોડા પાડ્યા હતા. આનંદપુરી વિસ્તારમાં પીયૂષ જૈનના ઘરેથી નોટોના મોટ-મોટા બંડલ મળી આવ્યા છે. જેની કેટલીક તસવીરો પણ સામે આવી છે. ખાસ વાત એ છે કે પીયૂષ જૈન અખિલેશ યાદવની નજીકના છે. અને તેણે હાલમાં જ સમાજવાદી પરફ્યુમ પણ લોન્ચ કર્યું હતું.

તિજોરીઓમાં આ રીતે ભરેલાં કરોડો રુપીયા મળી આવ્યા હતા.

દરોડાની જે તસવીરો સામે આવી છે તેમાં તિજોરીમાં નોટોનાં બંડલો પેક કરીને રાખવામાં આવી હોવાનું જોવા મળ્યું છે. 500 રૂપિયાની નોટોના બંડલ બનાવીને રોકડ રાખવામાં આવી હતી. આ બંડલોને એ રીતે પેક કરવામાં આવ્યા હતા જેથી તેને આરામથી ગમે ત્યાં કુરિયર કરી શકાય. સૂત્રોએ જણાવ્યું હતું કે આઈટીની ટીમ ચાર નોટ કાઉન્ટીંગ મશીન સાથે આવી પહોંચી હતી. બાદમાં નોટો ગણવા માટે બીજા પણ મશીનો મંગાવવામાં આવ્યા હતા.

IT નાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ રકમ એટલી વધારે છે કે મોડી રાત સુધી તેઓ 4 મશીનોમાંથી 40 કરોડ રૂપિયા ગણી શક્યા છે. બાકીની નોટોની ગણતરી આજે થશે. ગણતરી કર્યા પછી, રકમ 150 કરોડથી વધુ નીકળવાની આશંકા છે. SBIના અધિકારીઓને પણ નોટો ગણવા માટે બોલાવવામાં આવ્યા છે. તેમની મદદથી રોકડની ગણતરી કરવામાં આવી રહી છે.

બિઝનેસમેન પીયૂષ જૈન સપા પ્રમુખ અખિલેશ યાદવના નજીકના છે. થોડા દિવસો પહેલા પીયૂષ જૈને સમાજવાદી પાર્ટી નામનું પરફ્યુમ લોન્ચ કર્યું હતું. આ માટે તે ચર્ચાઓમાં પણ રહ્યા છે. અધિકારીઓનામ જણાવ્યા મુજબ પીયૂષ જૈનની લગભગ 40 કંપનીઓ છે. આમાં ઘણી શેલ કંપનીઓ પણ સામેલ છે. આ કંપનીઓ દ્વારા કરચોરી કરવામાં આવી છે. પરફ્યુમ કન્નૌજમાં બને છે અને મુંબઈમાં તેમનો શોરૂમ છે. જ્યાંથી દેશ-વિદેશમાં પરફ્યુમ સપ્લાય કરવામાં આવે છે.