
2008માં અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો ચુકાદો આજે Dt.8/2/22 જાહેર થઈ ગયો છે. સ્પેશિયલ કોર્ટના જજ એ.આર. પટેલે આ કેસનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે 49 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. જે આરોપીઓને દોષિત જાહેર કરાયા છે તેમને 09 ફેબ્રુઆરીના રોજ સજા સંભળાવવામાં આવી શકે છે.
આ લોકો અમદાવાદના ગુનેગાર
- ઈમરાન શેખ,
- ઈકબાલ શેખ,
- સમશુદ્દીન શેખ,
- ગ્યાસુદ્દીન અન્સારી,
- મહોમંદ આરીફ,
- મહમંદ ઉસ્માન,
- યુનુસ મન્સુરી,
- કમરુદ્દીન નાગોરી,
- આમીલ શેખ,
- સિબલી અબ્દુલ કરીમ,
- સફદર હુસૈન નાગોરી,
- હાબિદ હુસૈન મુલ્લા,
- મહંમદ સાજિદ,
- મુક્તિ અબુ બશર,
- અબ્બાસ સમેજા,
- જાવેદ શેખ,
- અતિકુર રહેમાન,
- મહેંદી હસન,
- ઈમરાન શેખ,
- ઉમર કબીરા,
- સલીમ સિપાહી,
- અફઝલ ઉસ્માની,
- મહંમદ સાદિક,
- મહંમદ આરીફ,
- આસિફ, રફિયુદ્દીન,
- મહંમત આરીફ,
- કયામુદ્દીન કાપડિયા,
- મહંમત સૈફ,
- જિશાન અહેમદ,
- જિયાઉલ રહેમાન,
- મહંમદ શકીલ,
- અનિક,
- મહંમદ અકબર,
- ફઝલ રહેમાન,
- મહંમદ નૌશાદ,
- અહમદ બાવા,
- સફરુદ્દીન,
- સૈફુર રહેમાન,
- મહંમદ અન્સાર,
- સાદુ અલી,
- મહંમદ તનવીર પઠાણ,
- મહંમદ શકીલ,
- આમીન ઉર્ફે રાજા,
- મહંમદ મૌમીન,
- મહંમદ અબરાર,
- મહંમદ રફી ઉર્ફે જાવીદ
77માંથી 28 જેટલા આરોપીઓને શંકાનો લાભ આપીને કોર્ટે નિર્દોષ છોડી દેવાનો હુકમ કર્યો છે. પોલીસે આ કેસમાં 77 આરોપીઓની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા, જ્યારે આઠ આરોપી હજુય નાસતા ફરે છે. શહેરને હચમચાવી દેનારી આ ઘટનામાં 56 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જ્યારે 244 ઈજાગ્રસ્ત થયા હતા.
સિરિયલ બ્લાસ્ટમાં ટિફિન, સ્કૂટર તેમજ કારનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાંય ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ રહ્યા હતા ત્યારે ત્યાં પણ પ્રચંડ વિસ્ફોટ થતાં મોટી સંખ્યામાં જાનહાનિ થઈ હતી તેમજ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ કેસમાં કુલ 1163 લોકોને સાક્ષી તરીકે કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. કાયદાકીય કાર્યવાહીમાં વધુ વિલંબ ના થાય તે માટે 1237 સાક્ષીઓને પડતા મૂકવામાં આવ્યા હતા. આ કેસમાં મોટાભાગના સાક્ષીઓએ ફીટ જુબાની આપી હતી. અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા બાદ સુરતમાં પણ અલગ-અલગ વિસ્તારોમાંથી બોંબ મળી આવ્યા હતા. અમદાવાદમાં 20 અલગ-અલગ સ્થળોએ 21 બ્લાસ્ટ થયા હતા, જેમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરનો પણ સમાવેશ થાય છે. આ મામલે અમદાવાદમાં 20 અને સુરતમાં 15 ફરિયાદ નોંધાઈ હતી.