CIA ALERT

ahmedabad blast case Archives - CIA Live

February 18, 2022
blast_verdict.jpg
1min449

2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં વિશેષ અદાલતે આજે તા.18મી ફેબ્રુઆરીને, શુક્રવારે સવારે 49 દોષિતોને સજા સંભળાવી છે. જેમાં 38ને મૃત્યુદંડની સજા જ્યારે 11ને આજીવન કેદની સજા આપવાનો હુકમ વિશેષ અદાલતે કર્યો છે. અમદાવાદ બોંબ બ્લાસ્ટ કેસના દોષિતોને સજા સંભળાવવાની હોવાથી સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ સ્થિત વિશેષ કોર્ટ અને તેની આસપાસ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસમાં કોર્ટે 49 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને સજા માટે 18 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, 2008માં અમદાવાદના વિસ્તારોમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા. સ્પેશિયલ જજ એ.આર.પટેલની કોર્ટે આદેશ પસાર કરવાની તારીખ 18 ફેબ્રુઆરી નક્કી કરી હતી અને આજે શુક્રવારે આ અંગે પોતાનો ચુકાદો આપ્યો હતો.

આ લોકોને ન્યાય મળ્યો

બોમ્બ વિસ્ફોટો 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં થયા હતા. 70 મિનિટમાં 56 લોકોના મોત થયા હતા. આ બોમ્બ વિસ્ફોટોમાં 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘટનાના બાદ આ કેસ 13 વર્ષથી વધુ સમય સુધી કોર્ટમાં ચાલ્યો અને ગયા અઠવાડિયે વિશેષ અદાલતે 49 લોકોને દોષિત જાહેર કર્યા હતા અને અન્ય 28 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા.

કોર્ટે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 77 આરોપીઓ સામે ટ્રાયલની કાર્યવાહી પૂરી કરી હતી. ટ્રાયલ હેઠળના 78 આરોપીઓમાંથી એક સરકારી સાક્ષી બન્યો હતો. પોલીસનો દાવો છે કે આરોપીઓ આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીન સાથે સંકળાયેલા હતા. ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓએ 2002ના ગોધરા રમખાણોનો બદલો લેવાનું કાવતરું ઘડ્યું હોવાનો આરોપ છે.

February 8, 2022
blast_verdict.jpg
2min406

2008માં અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો ચુકાદો આજે Dt.8/2/22 જાહેર થઈ ગયો છે. સ્પેશિયલ કોર્ટના જજ એ.આર. પટેલે આ કેસનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે 49 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. જે આરોપીઓને દોષિત જાહેર કરાયા છે તેમને 09 ફેબ્રુઆરીના રોજ સજા સંભળાવવામાં આવી શકે છે.

આ લોકો અમદાવાદના ગુનેગાર

  • ઈમરાન શેખ,
  • ઈકબાલ શેખ,
  • સમશુદ્દીન શેખ,
  • ગ્યાસુદ્દીન અન્સારી,
  • મહોમંદ આરીફ,
  • મહમંદ ઉસ્માન,
  • યુનુસ મન્સુરી,
  • કમરુદ્દીન નાગોરી,
  • આમીલ શેખ,
  • સિબલી અબ્દુલ કરીમ,
  • સફદર હુસૈન નાગોરી,
  • હાબિદ હુસૈન મુલ્લા,
  • મહંમદ સાજિદ,
  • મુક્તિ અબુ બશર,
  • અબ્બાસ સમેજા,
  • જાવેદ શેખ,
  • અતિકુર રહેમાન,
  • મહેંદી હસન,
  • ઈમરાન શેખ,
  • ઉમર કબીરા,
  • સલીમ સિપાહી,
  • અફઝલ ઉસ્માની,
  • મહંમદ સાદિક,
  • મહંમદ આરીફ,
  • આસિફ, રફિયુદ્દીન,
  • મહંમત આરીફ,
  • કયામુદ્દીન કાપડિયા,
  • મહંમત સૈફ,
  • જિશાન અહેમદ,
  • જિયાઉલ રહેમાન,
  • મહંમદ શકીલ,
  • અનિક,
  • મહંમદ અકબર,
  • ફઝલ રહેમાન,
  • મહંમદ નૌશાદ,
  • અહમદ બાવા,
  • સફરુદ્દીન,
  • સૈફુર રહેમાન,
  • મહંમદ અન્સાર,
  • સાદુ અલી,
  • મહંમદ તનવીર પઠાણ,
  • મહંમદ શકીલ,
  • આમીન ઉર્ફે રાજા,
  • મહંમદ મૌમીન,
  • મહંમદ અબરાર,
  • મહંમદ રફી ઉર્ફે જાવીદ

77માંથી 28 જેટલા આરોપીઓને શંકાનો લાભ આપીને કોર્ટે નિર્દોષ છોડી દેવાનો હુકમ કર્યો છે. પોલીસે આ કેસમાં 77 આરોપીઓની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા, જ્યારે આઠ આરોપી હજુય નાસતા ફરે છે. શહેરને હચમચાવી દેનારી આ ઘટનામાં 56 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જ્યારે 244 ઈજાગ્રસ્ત થયા હતા.

સિરિયલ બ્લાસ્ટમાં ટિફિન, સ્કૂટર તેમજ કારનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાંય ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ રહ્યા હતા ત્યારે ત્યાં પણ પ્રચંડ વિસ્ફોટ થતાં મોટી સંખ્યામાં જાનહાનિ થઈ હતી તેમજ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આ કેસમાં કુલ 1163 લોકોને સાક્ષી તરીકે કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. કાયદાકીય કાર્યવાહીમાં વધુ વિલંબ ના થાય તે માટે 1237 સાક્ષીઓને પડતા મૂકવામાં આવ્યા હતા. આ કેસમાં મોટાભાગના સાક્ષીઓએ ફીટ જુબાની આપી હતી. અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા બાદ સુરતમાં પણ અલગ-અલગ વિસ્તારોમાંથી બોંબ મળી આવ્યા હતા. અમદાવાદમાં 20 અલગ-અલગ સ્થળોએ 21 બ્લાસ્ટ થયા હતા, જેમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરનો પણ સમાવેશ થાય છે. આ મામલે અમદાવાદમાં 20 અને સુરતમાં 15 ફરિયાદ નોંધાઈ હતી.