CIA ALERT

AAP Gujarat President Gopal Detained in Delhi Archives - CIA Live

October 13, 2022
gopal.png
1min378

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની વડાપ્રધાન મોદી અંગે વાંધાજનક ટિપ્પણી કરવાના મામલે દિલ્હી પોલીસે આજે અટકાયત કરી હતી. રાષ્ટ્રીય મહિલા આયોગે આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્યના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાને નોટિસ પાઠવી હતી. 

જોકે હવે ગોપાલ ઇટાલીયાની અટકાયત બાદ મુક્તિ મળી છે. પીએમ મોદી મુદ્દે ટિપ્પણી કરનારઇટાલીયાને મુક્ત કરી દીધા છે. દિલ્હીમાં પોલીસે ગોપાલ ઇટાલિયાને મુક્ત કરી દીધા છે. 

ગોપાલ ઇટાલિયાનો એક વીડિયો ભાજપના નેતાઓએ શૅર કર્યો હતો જેમાં ગોપાલ ઇટાલિયા વડા પ્રધાન વિશે ટિપ્પણી કરતા અપશબ્દો વાપર્યા હોવાનો આક્ષેપ હતો. ત્યાર બાદ તેમને રાષ્ટ્રીય મહિલાપંચ તરફથી નોટિસ પાઠવી દેવામાં આવી હતી.

ઈટાલિયાને પાઠવવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે, તેનાથી અમારા દેશની મહિલીઓનું અપમાન થયું છે. મહિલા આયોગે આપ નેતા દ્વારા ઉપયોગ કરવામાં આવેલ શબ્દોમાં પદનું સમ્માન ન જાળવવા, ખરાબ શબ્દોમાં કરેલી જાતિગત અભદ્ર ટિપ્પણીને વખોડી કાઢી હતી. રાષ્ટ્રીય મહિલા આયોગે ઈટાલિયાને આ મામલે 13 ઓક્ટોબરના રોજ બપોરે 12:30 વાગ્યે સુનાવણી માટે બોલાવ્યા છે. ઈટાલિયા હાજર થવા ગયા ત્યારે દિલ્હીમાં તેમની અટકાયત કરાઈ હતી.