યાર્ન એક્ષ્પોમાં ટેકનિકલ યાર્ન તથા તેના એપ્લીકેશન્સનું થીમ પેવેલિયન રહેશે, જેમાં વિવિધ ટેકનિકલ યાર્ન તથા તેના આધારે તૈયાર થતી પ્રોડકટસને રજૂ કરાશે, યાર્ન એક્ષ્પો દરમ્યાન ત્રણેય દિવસ દર બે કલાકે ફેશન શો યોજાશે
દેશભરમાંથી ૮પ એકઝીબીટર્સ પ્રદર્શનમાં ભાગ લેશે અને ભારતના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે, ભારતના વિવિધ શહેરોમાંથી રપ હજારથી વધુ બાયર્સ એકઝીબીશનની મુલાકાતે આવશે, સ્વીત્ઝર્લેન્ડ (Switzerland) અને યુરોપિયન કન્ટ્રી ચેક રિપબ્લીક (Czech Republic)થી આંતરરાષ્ટ્રીય બાયર્સ આવશે
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત વર્ષ ર૦રપ–ર૬ના બીજા વિશાળ પ્રદર્શન તરીકે ‘યાર્ન એક્ષ્પો– ર૦રપ’નું આયોજન તા. ૧, ર અને ૩ ઓગષ્ટ, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગનો વિકાસ ઝડપભેર થઈ શકે અને ઉદ્યોગકારોને યાર્ન પ્રોડકશન વિષેની અદ્યતન ટેકનોલોજીની જાણકારી મળી રહે એ આશયથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. યાર્ન એક્ષ્પોમાં ૮પ એકઝીબીટર્સ ભાગ લઇ રહયા છે. સુરત ઉપરાંત અમદાવાદ, વડોદરા, નવસારી, મુંબઇ, ઇરોડ, કોઇમ્બતુર, હુગલી (વેસ્ટ બંગાલ), લુધિયાણા (પંજાબ), બેંગ્લોર, સિલવાસા, પાનીપત (હરિયાણા), કોલકાતા, નમખલ (તમિલનાડુ), રાજકોટ, ગીર સોમનાથ, દમણ, ભરૂચ, ચેન્નાઇ, રાયપુર (છત્તીસગઢ) અને નાગપુરના એકઝીબીટર્સ પ્રદર્શનમાં ભાગ લઇ રહયા છે.
આ વર્ષે ચેમ્બરના યાર્ન એક્ષ્પોની સાતમી આવૃત્તિ રજૂ કરાશે, જેમાં દેશભરના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે તથા યાર્નની બધી જ વેરાયટીઓનું પ્રદર્શન કરશે. આ પ્રદર્શનમાં ખાસ કરીને સિલ્વર જરી અને ગોલ્ડ જરી, ટેન્સીલ યાર્ન, કતાન, એન સિલ્ક, લાયોસેલ, ઝીન્ક લિનન, કાર્બન ફાયબર, મોઇશ્ચર મેનેજમેન્ટ, બાયો ડીગ્રેડેબલ, હેમ્પ યાર્ન, એન્ટી માઇક્રોબાયલ યાર્નનું પ્રદર્શન કરવામાં આવશે. કાપડના ઉત્પાદનમાં સિલ્કને રિપ્લેસ કરવા માટે એન સિલ્ક અને લાયોસેલ યાર્નનો ઉપયોગ થાય છે. કાર્બન ફાયબર યાર્ન અને બાયો ડીગ્રેડેબલનો ઉપયોગ ટેકનિકલ ટેક્ષ્ટાઇલમાં થાય છે. એન્ટી માઇક્રોબાયલ યાર્નનો વપરાશ મેડિકલ ટેક્ષ્ટાઇલના ઉત્પાદનમાં થાય છે. ઉપરાંત આ યાર્નનો ઉપયોગ સ્પોર્ટ્સ વેર, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ અને મેડિકલ ટેક્ષ્ટાઇલમાં થાય છે. એક્ષ્પોર્ટ ઓરિએન્ટેડ કપડું બનાવવા માટે પણ આ યાર્નનો ઉપયોગ થાય છે.
ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, શુક્રવાર, તા. ૧લી ઓગષ્ટ, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે યાર્ન એક્ષ્પોનું ઉદ્ઘાટન કરાશે. જેનો ઉદ્ઘાટન સમારોહ સેમિનાર હોલ A, SIECC ડોમ, સરસાણા, સુરત ખાતે યોજાશે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જે રઘુનાથ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ફેશન યાર્ન બિઝનેસના સીઇઓ શ્રી સત્યકી ઘોષ, સંગમ ઇન્ડિયા લિમિટેડના વાઇસ ચેરમેન ડો. એસ.એન. મોદાની અને પલ્લવા ગૃપના એકિઝકયુટીવ ડિરેકટર શ્રી દુરાઇ પલનીસામી અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.
ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, દેશભરના વિવિધ રાજ્યો તથા શહેરો જેવા કે ઇરોડ, ઇચ્છલકરંજી, તિરુપુર, તમિળનાડુ, કોઇમ્બતુર, હરીયાણા, હૈદરાબાદ, પાનીપત, વારાણસી, વારંગલ, લુધિયાના, ઇન્દોર, અમરાવતિ, બેંગ્લોર વિગેરેથી જેન્યુન બાયર્સ અને વિઝીટર્સ દ્વારા યાર્ન પ્રદર્શનની મુલાકાત લેવામાં આવશે. વિવર્સ, નીટર્સ, ઉદ્યોગ અગ્રણીઓ તથા ઉદ્યોગ સાહસિકો આ પ્રદર્શનની મુલાકાત લેશે. વિવિધ યાર્નના ઉત્પાદકો અને બાયર્સ એક છત નીચે એક જ પ્લેટફોર્મ પર ભેગા થતા હોવાથી તેઓની વચ્ચે બિઝનેસ મીટ પણ યોજાશે.
ઇન્ચાર્જ માનદ્ મંત્રી શ્રી ભાવેશ ટેલરે જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં એકઝીબીટર્સ દ્વારા નેચરલ અને મેન મેઇડ ફેબ્રિકસમાં આવી રહેલા પરિવર્તનો અને વિકાસને દર્શાવતા કોટન, પોલિએસ્ટર, વુલ, સિલ્ક, લિનન, વિસ્કોસ, રેમી અને સ્પાન્ડેક્ષ વગેરે ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવશે. સ્પેશિયલ ફેબ્રિકસ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું ૧૦૦ ટકા પોલિએસ્ટર ટેક્ષ્ચ્યુરાઇઝડ યાર્ન, ડોપ ડાઇડ પોલિએસ્ટર યાર્ન, રિસાયકલ પોલિએસ્ટર યાર્ન, સિરો પોલિએસ્ટર યાર્ન, મિલાન્જ યાર્ન, કેટોનિક યાર્ન, એર ટેક્ષ્ચ્યુરાઇઝડ યાર્ન, સ્લબ યાર્ન, કોટન લુક પોલિએસ્ટર યાર્ન, કોટન ફીલ પોલિએસ્ટર યાર્ન, ફેન્સી પોલિએસ્ટર યાર્ન, ઇનહેરન્ટ ફાયર રેટરડન્ટ યાર્ન અને ઇનહેરન્ટ એન્ટી બેકટેરિયલ યાર્ન વિગેરેનું પ્રદર્શન કરવામાં આવશે.
માનદ્ ખજાનચી સીએ મિતિષ મોદીએ જણાવ્યું હતું કે, આ એક્ષ્પોમાં ઈલાસ્ટીક, મેટાલિક, એમ્બ્રોઈડરી, ટેક્ષ્ચર્ડ, સ્લબ, ડોપ ડાઈડ સ્પન, લો ટોર્ક અને ફેન્સી મિલાન્જ જેવા વિવિધ સ્પેશ્યાલિટી ફાઈબર પણ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વ્યાપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ આ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેશે. આશરે રપ હજારથી વધુ બાયર્સ તથા વિઝીટર્સ પ્રદર્શનની મુલાકાત લેશે તેવી આશા છે. યાર્ન એક્ષ્પોની મુલાકાત માટે સ્વીત્ઝર્લેન્ડ (Switzerland) અને યુરોપિયન કન્ટ્રી ચેક રિપબ્લીક (Czech Republic)ના બાયર્સે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
યાર્ન એક્ષ્પોમાં ટેકનિકલ યાર્ન તથા તેના એપ્લીકેશન્સનું થીમ પેવેલિયન રહેશે
ચેમ્બર ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી કિરણ ઠુંમરે જણાવ્યું હતું કે, યાર્ન એક્ષ્પોમાં ટેકનિકલ યાર્ન તથા તેના એપ્લીકેશન્સનું થીમ પેવેલિયન રહેશે. આ પેવેલિયનમાં વિવિધ ટેકનિકલ યાર્ન તથા તેના આધારે તૈયાર થતી પ્રોડકટસને રજૂ કરવામાં આવશે. ત્રણ મેનિકિવન મારફતે વિવિધ યુઝકેસ દર્શાવવામાં આવશે. જેમ કે નાયલોન આધારિત મોઈશ્ચર વિકિંગ ફેબ્રિકવાળો સ્પોટ્ર્સ વેર, નોમેકસ આધારિત ફાયર રેટારડન્ટ ઇન્ડસ્ટ્રીયલ વેર અને પોલિએસ્ટરથી બનેલો પ્રોટેકિટવ રેઇનકોટ દર્શાવવામાં આવશે. સાથે જ કાર્બન, પોલિપ્રોપિલિન, હાઈ ટેનાસિટી નાયલોન, કેવલર, ગ્લાસ અને કેન્વાસ માટે વપરાતા કોટન જેવા ટેકનિકલ યાર્ન અને તેના ઉપયોગને સ્પષ્ટપણે દર્શાવવામાં આવશે. આ થીમ પેવેલિયન ટેકનિકલ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને નવી દિશા આપશે.
યાર્ન એક્ષ્પો– ર૦રપના ચેરમેન શ્રી ગિરધરગોપાલ મુંદડાએ જણાવ્યું હતું કે, આજના યુગમાં પ્યોર સિલ્ક, વૂલ, લિનેન જેવા મોંઘા કાપડમાંથી બનતા ગારમેન્ટ સામાન્ય લોકો માટે દુર્લભ બન્યા છે, ત્યારે પોલિએસ્ટર અને કેટોનિક જેવા યાર્ન શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભર્યા છે. પોલિએસ્ટર યાર્નના વિવિધ પ્રકારો જેમ કે ટ્રાયલોબલ બ્રાઈટ, ફુલ ડલ, રિસાયકલ્ડ, ડોપ ડાઈડ, ફલેમ રિટારડન્ટ, લાઈકરા બ્લેન્ડેડ, મિકેનિકલ સ્ટ્રેચ યાર્ન, એરટેક્ષ યાર્ન, બાયો કોમ્પોનન્ટ યાર્ન અને ફંકશનલ યાર્નનો ઉપયોગ માત્ર ગારમેન્ટસ નહીં પરંતુ ફર્નિશિંગ, ઓટોમોબાઈલ, મેડિકલ ટેક્ષ્ટાઇલ્સ અને ડેકોરેટિવ ફેબ્રિક્સ સુધી વિસ્તર્યો છે. આવા યાર્નમાંથી આજની માંગ મુજબ સાડી, શર્ટિંગ–શૂટિંગ, ડ્રેસ મટિરિયલ, ગાઉન, પેન્ટ–શર્ટ, લેગિંગ અને હોમ ટેક્ષ્ટાઇલ્સ જેવા અનેક ઉત્પાદનો તૈયાર થાય છે, જે લુક, ફીલ અને સ્ટાઇલ સાથે લોકોના બજેટમાં હોય છે. સુરતના વિવર્સ ભાઇઓ યાર્ન એક્ષ્પોમાં પ્રદર્શિત થનારા વિવિધ યાર્નમાંથી નવા ફેબ્રિકસ બનાવશે. નવા ફેબ્રિકસમાંથી ગારમેન્ટ બનાવી ઉદ્યોગકારો સુરતથી ટેક્ષ્ટાઇલ તથા રેડીમેડ ગારમેન્ટના એક્ષ્પોર્ટમાં વધારો કરી દેશના અર્થતંત્રને મજબુત બનાવવા માટે મહત્વનું યોગદાન આપી શકશે.
યાર્ન એક્ષ્પો દરમ્યાન દર ત્રણ કલાકે ફેશન શો યોજાશે
ચેમ્બરના ઓલ એકઝીબીશન્સના મેન્ટર ચેમ્બરના પૂર્વ પ્રમુખ શ્રી પ્રફુલ શાહે જણાવ્યું હતું કે, એકઝીબીશન દરમ્યાન ત્રણેય દિવસ દર બે કલાકે ફેશન શો યોજાશે, જેમાં વિવિધ પ્રકારના ટેકનિકલ યાર્નથી બનેલા ગારમેન્ટસ અને ફેબ્રિકસ રજૂ કરવામાં આવશે. આ ફેશન શો દ્વારા નવી ટેક્ષ્ટાઇલ ટેકનોલોજી, ફંકશનલ કાપડ અને ટ્રેન્ડિંગ ડિઝાઈન્સનું જીવંત પ્રદર્શન થશે, જે ઉદ્યોગ સાહસિકો, ડિઝાઇનર્સ અને મ…
SGCCIના ‘યાર્ન એક્ષ્પો– ર૦ર૪’ને રાષ્ટ્રીય ઉપરાંત આંતરરાષ્ટ્રીય બાયર્સનો પ્રતિસાદ મળ્યો : યુરોપ, દુબઇ અને કેન્યાથી વિઝીટર્સ આવ્યા
વિશ્વના ત્રણ દેશો ઉપરાંત ભારતના વિવિધ શહેરોમાંથી બે દિવસ દરમ્યાન ૧રપપ૦ જેન્યુન બાયર્સ અને વિઝીટર્સે યાર્ન એક્ષ્પોની મુલાકાત લઇ વિવિધ યાર્નની જાણકારી પ્રાપ્ત કરી
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ૯, ૧૦ અને ૧૧ ઓગષ્ટ, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે‘યાર્ન એક્ષ્પો– ર૦ર૪’ પ્રદર્શન યોજાયું છે. બે દિવસ દરમ્યાન ભારતના વિવિધ શહેરો ઉપરાંત અન્ય દેશોમાંથી કુલ ૧રપપ૦ જેન્યુન બાયર્સ અને વિઝીટર્સે યાર્ન એક્ષ્પોની મુલાકાત લીધી હતી.
SGCCIના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, યાર્ન એક્ષ્પો– ર૦ર૪માં દેશભરના ૯ર યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવ્યા છે અને યાર્નની બધી જ વેરાયટીઓનું પ્રદર્શન કરી રહયા છે. ખાસ કરીને સિલ્વર જરી અને ગોલ્ડ જરી, ટેન્સીલ યાર્ન, કતાન, એન સિલ્ક, લાયોસેલ, ઝીન્ક લિનન, કાર્બન ફાયબર, મોઇશ્ચર મેનેજમેન્ટ, બાયો ડીગ્રેડેબલ, હેમ્પ યાર્ન, એન્ટી માઇક્રોબાયલ યાર્નનું પ્રદર્શન થઇ રહયું છે. એકઝીબીટર્સ દ્વારા નેચરલ અને મેન મેઇડ ફેબ્રિકસમાં આવી રહેલા પરિવર્તનો અને વિકાસને દર્શાવતા કોટન, પોલિએસ્ટર, વુલ, સિલ્ક, લિનન, વિસ્કોસ, રેમી અને સ્પાન્ડેક્ષ વગેરે ઉત્પાદનો પણ પ્રદર્શિત કરવામાં આવી રહયા છે. આ ઉપરાંત ઈલાસ્ટીક, મેટાલિક, એમ્બ્રોઈડરી, ટેક્ષ્ચર્ડ, સ્લબ, ડોપ ડાઈડ સ્પન, લો ટોર્ક અને ફેન્સી મિલાન્જ જેવા વિવિધ સ્પેશ્યાલિટી ફાઈબર પણ એકઝીબીશનમાં જોવા મળી રહયા છે.
ગઇકાલે પ્રથમ દિવસે જ યુરોપ, દુબઇ અને કેન્યા દેશમાંથી જેન્યુન બાયર્સે યાર્ન એક્ષ્પોની મુલાકાત લીધી હતી અને સ્પેશ્યાલિટી ઉપરાંત વિવિધ યાર્નની માહિતી મેળવી યાર્ન ઉત્પાદકો પાસેથી યાર્ન ખરીદવા માટે ઓડર્સ પણ આપ્યા હતા.
આ ઉપરાંત ભારતના ટેક્ષ્ટાઇલ બેલ્ટ ગણાતા તિરૂપુર, વારાણસી, લુધિયાના, પાનીપત, સેલમ, મઉ (ઉત્તર પ્રદેશ) અને નવાપુર ઉપરાંત સોલાપુર, દિલ્હી, વાંકાનેર, ગુડગાડ, જેતપુર, બેંગ્લોર, અજમેર, ઇરોડ, કોલકાતા, કોઇમ્બતુર, ઇચ્છલકરંજી, પંજાબ, ગ્રેટર નોઇડા, હૈદરાબાદ, જયપુર, જુનાગઢ, રાજકોટ, સિલવાસા, વાપી, વ્યારા, પૂણે અને નાશિકથી યાર્નના જેન્યુન બાયર્સ તેમજ વિઝીટર્સ યાર્ન એક્ષ્પોની મુલાકાતે આવ્યા હતા. યાર્ન એક્ષ્પોમાં પ્રથમ દિવસે ૪૬૦૦ અને આજે બીજા દિવસે ૭૯પ૦ વિઝીટર્સ નોંધાયા હતા.
Reported on 9th August 2024
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણા ખાતે આયોજિત‘યાર્ન એક્ષ્પો– ર૦ર૪’પ્રદર્શનનો ભવ્ય શુભારંભ
વડાપ્રધાનશ્રીએ ઉદ્યોગકારોને ૧ બિલિયન યુએસ ડોલરના એક્ષ્પોર્ટનો લક્ષ્યાંક આપ્યો છે ત્યારે યાર્ન એક્ષ્પો– ર૦ર૪ એક્ષ્પોર્ટ ઓરિએન્ટેડ ફેબ્રિકસ બનાવવા માટે મહત્વનો ફાળો આપશે : ચેમ્બર પ્રમુખ શ્રી વિજય મેવાવાલા
યાર્ન એક્ષ્પો વિશ્વમાં ટેક્ષ્ટાઇલ પ્રોડકટને શો કેસ કરવા માટે મહત્વનું પ્લેટફોર્મ છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીનું ‘આત્મનિર્ભર ભારત’નું સપનું સુરતથી જ સાકાર થશે : રિલાયન્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જે. રઘુનાથ
આખા વિશ્વમાં સુરતના લોકોને ફેશનના લોકો તરીકે ઓળખવામાં આવે છે : કોરીયા ટ્રેડ – ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સીના ડાયરેકટર જનરલ શ્રી કયુ નામ કીમ
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત વર્ષ ર૦ર૪–રપના બીજા પ્રદર્શન તરીકે ‘યાર્ન એક્ષ્પો– ર૦ર૪’નું આયોજન તા. ૯, ૧૦ અને ૧૧ ઓગષ્ટ, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે. યાર્ન પ્રદર્શનનો આજથી ત્રણ દિવસ માટે ભવ્ય શુભારંભ થયો છે.
શુક્રવાર, તા. ૯ ઓગષ્ટ, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે યાર્ન એક્ષ્પોનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જે. રઘુનાથજી ઉપસ્થિત રહયા હતા. જ્યારે સાંજુ પ્રિન્ટ્સ પ્રા.લિ.ના મેનેજિંગ ડાયરેકટર શ્રી સાંવર રાજકુમાર બુધિયા અને કોરીયા ટ્રેડ – ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સીના ડાયરેકટર જનરલ શ્રી કયુ નામ કીમે અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવ્યું હતું. આ મહેમાનોના હસ્તે યાર્ન એક્ષ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ યાર્ન એક્ષ્પોમાં સર્વેને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગનો વિકાસ ઝડપભેર થઈ શકે અને ઉદ્યોગકારોને યાર્ન પ્રોડકશન વિષેની અદ્યતન ટેકનોલોજીની જાણકારી મળી રહે એ આશયથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે યાર્ન એક્ષ્પોની છઠ્ઠી આવૃત્તિ રજૂ કરવામાં આવી છે, જેમાં દેશભરમાંથી ૯ર યાર્ન ઉત્પાદકોએ ભાગ લીધો છે ત્યારે યાર્ન એક્ષ્પોથી ચોક્કસ નવા પરિમાણો પ્રાપ્ત થશે તેની મને ખાત્રી છે.
તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતને વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી ઇકોનોમી બનાવવા સંકલ્પ લીધો છે. વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન યુએસ ડોલરની ઇકોનોમી બનાવવા પ્રયાસો કરવામાં આવી રહયા છે અને તેના માટે વડાપ્રધાનશ્રીએ ઉદ્યોગકારોને ૧ બિલિયન યુએસ ડોલરના એક્ષ્પોર્ટનો લક્ષ્યાંક આપ્યો છે ત્યારે ચેમ્બર દ્વારા આયોજિત યાર્ન એક્ષ્પો એક્ષ્પોર્ટ ઓરિએન્ટેડ ફેબ્રિકસ બનાવવા માટે મહત્વનો ફાળો આપી શકે તેમ છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જે. રઘુનાથે ઉદ્યોગ સાહસિકોને સંબોધતા જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા આયોજિત યાર્ન એક્ષ્પો– ર૦ર૪ એ વિશ્વમાં તમારી ટેક્ષ્ટાઇલ પ્રોડકટને શો કેસ કરવા માટે મહત્વનું પ્લેટફોર્મ છે. ભારતના કાપડ ઉદ્યોગનો વિકાસ સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી પર નિર્ભર છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીનું આત્મનિર્ભર ભારતનું સપનું સુરતથી જ સાકાર થશે. તેમણે જણાવ્યું હતું કે, એક્ષ્પોર્ટ ઓરિએન્ટેડ પ્રોડકટ બનાવવા માટે ભારતમાં બેસ્ટ ટેકનોલોજી અને બેસ્ટ ટેલેન્ટ ઉપલબ્ધ છે.
તેમણે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીનો ગ્લોબલ સિનારીયો ઉદ્યોગ સાહસિકો સમક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, વિશ્વમાં કુલ કાપડની ખપત ૧૦૪ મિલિયન મેટ્રીક ટન છે, જેમાં વર્ષ ર૦૩૦ સુધીમાં ૩૦ મિલિયન મેટ્રીક ટનનો વધારો થવાની સંભાવના છે. મેન મેઇડ ફાયબરનો હિસ્સો ૭૮ મિલિયન મેટ્રીક ટનનો છે, જે ૧૦૬ મિલિયન મેટ્રીક ટન સુધી પહોંચવાની સંભાવના છે. મેન મેઇડ ફેબ્રિકમાં પોલિએસ્ટરની વાત કરીએ તો એની ખપત અત્યારે પ૮ મિલિયન મેટ્રીક ટન છે, જે ૮૧ મિલિયન મેટ્રીક ટન સુધી જવાની સંભાવના છે. જ્યારે અન્ય મેન મેઇડ ફેબ્રિકમાં વિસ્કોસ અને નાયલોનની ખપતમાં ર૦થી રપ મિલિયન મેટ્રીક ટન સુધીના ગ્રોથની સંભાવના છે.
હાલમાં વૈશ્વિક જનસંખ્યા ૭.૭ બિલિયન છે, જે વર્ષ ર૦૩૦ સુધીમાં અંદાજે ૮.પ બિલિયન થઈ શકે છે. વૈશ્વિક માથાદીઠ વાર્ષિક કાપડની ખપત ૧૪.૩ કિ.ગ્રા. છે, જે વર્ષ ર૦૩૦ સુધીમાં ૧૬.૬ કિ.ગ્રા. થવાની સંભાવના છે. ભારતમાં માથાદીઠ વાર્ષિક કાપડની ખપત ૬ કિ.ગ્રા. છે. તેમણે કહયું હતું કે, વર્ષ ર૦૩૦ સુધીમાં મેન મેઇડ ફેબ્રિકમાં ૩૦ મિલિયન મેટ્રીક ટનની જે ગ્રોથ દેખાઇ રહી છે એને પહોંચી વળવા માટે પોલિએસ્ટરમાં ર૩ મિલિયન મેટ્રીક ટનની ગ્રોથ લાવવી પડશે, આથી સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો માટે આ સોનેરી તક છે, જેને ઉદ્યોગકારોએ ઝડપવી જોઇએ અને એમાં ખૂબ ઝડપથી આગળ વધવું જોઇએ. ઉદ્યોગકારોએ સુરત બ્રાન્ડ બનાવવી પડશે. ભવિષ્યમાં ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોએ મેન મેઇડ ફેબ્રિકમાં જ જવું પડશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
કોરીયા ટ્રેડ – ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સીના ડાયરેકટર જનરલ શ્રી કયુ નામ કીમે જણાવ્યું હતું કે, આખા વિશ્વમાં સુરતના લોકોને ફેશનના લોકો તરીકે ઓળખવામાં આવે છે. તેમણે યાર્ન એક્ષ્પોની સફળતા માટે ચેમ્બર ઓફ કોમર્સને શુભેચ્છા આપી હતી.
યાર્ન એક્ષ્પો– ર૦ર૪ના ચેરમેન શ્રી ગિરધરગોપાલ મુંદડાએ જણાવ્યું હતું કે, સુરતમાં દર મહિને પોલિએસ્ટર યાર્નની ખપત ૧.પ લાખ મેટ્રીક ટન થાય છે. દર મહિને કોટનની ખપત ૩૦૦૦ મેટ્રીક ટન છે. નાયલોન યાર્નની ખપત વર્ષ ર૦૦૯માં ૩૦૦૦ મેટ્રીક ટન હતી, જે આજે વધીને ૯૦૦૦ મેટ્રીક ટન થઇ ગઇ છે. વિસ્કોસ ફિલામેન્ટની ખપત દર મહિને ૧ર૦૦૦ મેટ્રીક ટન થઇ રહી છે. ગત વર્ષે રૂપિયા ૧૯૦૦ કરોડનું યાર્ન સુરતથી એક્ષ્પોર્ટ કરવામાં આવ્યું હતું તેમ તેમણે જણાવ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના ગૃપ ચેરમેન ડો. અનિલ સરાવગીએ યાર્ન એક્ષ્પોના ઉદ્ઘાટન સમારોહનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા, માનદ્ ખજાનચી શ્રી મૃણાલ શુકલ, ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી બિજલ જરીવાલા, યાર્ન એક્ષ્પોના કો–ચેરમેનો શ્રી ઉમેશ ક્રિષ્ણાની, શ્રી કિરણ ઠુમ્મર, શ્રી અશોક રાઠી અને શ્રી પ્રફુલ્લ શાહ તથા ચેમ્બરના પૂર્વ ચેરમેનો શ્રી નિલેશ માંડલેવાલા, શ્રી રૂપીન પચ્ચીગર, શ્રી અમરનાથ ડોરા, શ્રી આશીષ ગુજરાતી અને શ્રી હિમાંશુ બોડાવાલા તેમજ ટેક્ષ્ટાઇલ જગતના અગ્રણીઓ, એકઝીબીટર્સ અને ઉદ્યોગ સાહસિકો ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહયા હતા.
Reported on 7 August 2024
SGCCI દ્વારા સરસાણા સ્થિત SIECC ખાતે તા. ૯થી ૧૧ ઓગષ્ટ દરમ્યાન ‘યાર્ન એક્ષ્પો– ર૦ર૪’નું ભવ્ય પ્રદર્શન યોજાશે
દેશભરમાંથી ૯ર એકઝીબીટર્સ પ્રદર્શનમાં ભાગ લેશે અને ભારતના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે, ભારતના વિવિધ શહેરોમાંથી રપ હજારથી વધુ બાયર્સ એકઝીબીશનની મુલાકાતે આવશે, યાર્નનું રો મટિરિયલ્સ જેમાંથી મળે છે એવા સ્ત્રોતોનું થીમ પેવેલિયન એક્ષ્પોમાં મુકાશે
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત વર્ષ ર૦ર૪–રપના બીજા પ્રદર્શન તરીકે ‘યાર્ન એક્ષ્પો– ર૦ર૪’નું આયોજન તા. ૯, ૧૦ અને ૧૧ ઓગષ્ટ, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગનો વિકાસ ઝડપભેર થઈ શકે અને ઉદ્યોગકારોને યાર્ન પ્રોડકશન વિષેની અદ્યતન ટેકનોલોજીની જાણકારી મળી રહે એ આશયથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. આ પ્રદર્શન અંદાજે ૧ લાખ ૧૬ હજાર સ્કવેર ફૂટ એરિયામાં યોજાશે, જેમાં ૯ર એકઝીબીટર્સ ભાગ લઇ રહયા છે. સુરત ઉપરાંત અમદાવાદ, વડોદરા, નવસારી, મુંબઇ, ઇરોડ, કોઇમ્બતુર, તમિલનાડુ (નમખલ અને કરૂર શહેર), જયપુર, બેંગ્લોર, પાનીપત (હરિયાણા), ચેન્નાઇ અને અને કર્ણાટકાના એકઝીબીટર્સ પ્રદર્શનમાં ભાગ લઇ રહયા છે.
આ વર્ષે ચેમ્બરના યાર્ન એક્ષ્પોની છઠ્ઠી આવૃત્તિ રજૂ કરાશે, જેમાં દેશભરના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે તથા યાર્નની બધી જ વેરાયટીઓનું પ્રદર્શન કરશે. આ પ્રદર્શનમાં ખાસ કરીને સિલ્વર જરી અને ગોલ્ડ જરી, ટેન્સીલ યાર્ન, કતાન, એન સિલ્ક, લાયોસેલ, ઝીન્ક લિનન, કાર્બન ફાયબર, મોઇશ્ચર મેનેજમેન્ટ, બાયો ડીગ્રેડેબલ, હેમ્પ યાર્ન, એન્ટી માઇક્રોબાયલ યાર્નનું પ્રદર્શન કરવામાં આવશે. કાપડના ઉત્પાદનમાં સિલ્કને રિપ્લેસ કરવા માટે એન સિલ્ક અને લાયોસેલ યાર્નનો ઉપયોગ થાય છે. કાર્બન ફાયબર યાર્ન અને બાયો ડીગ્રેડેબલનો ઉપયોગ ટેકનિકલ ટેક્ષ્ટાઇલમાં થાય છે. એન્ટી માઇક્રોબાયલ યાર્નનો વપરાશ મેડિકલ ટેક્ષ્ટાઇલના ઉત્પાદનમાં થાય છે. ઉપરાંત આ યાર્નનો ઉપયોગ સ્પોર્ટ્સ વેર, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ અને મેડિકલ ટેક્ષ્ટાઇલમાં થાય છે. એક્ષ્પોર્ટ ઓરિએન્ટેડ કપડું બનાવવા માટે પણ આ યાર્નનો ઉપયોગ થાય છે.
ચેમ્બરના ઉપ પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, શુક્રવાર, તા. ૯ ઓગષ્ટ, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે યાર્ન એક્ષ્પોનું ઉદ્ઘાટન કરાશે. જેનો ઉદ્ઘાટન સમારોહ સેમિનાર હોલ A, SIECC ડોમ, સરસાણા, સુરત ખાતે યોજાશે, જેમાં મુખ્ય અતિથિ તરીકે ભારતના ટેક્ષ્ટાઇલ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી શ્રી રોહિત કંસલ (IAS) ઉપસ્થિત રહેશે. ભારતના ટેક્ષ્ટાઇલ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી શ્રીમતી પ્રાજક્તા વર્મા (IAS), ડાયરેકટર શ્રી અનિલ કુમાર (IRS) અને એડિશનલ ટેક્ષ્ટાઇલ કમિશ્નર શ્રી એસ.પી. વર્મા તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જે રઘુનાથ અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.
ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા અને માનદ્ ખજાનચી શ્રી મૃણાલ શુકલએ જણાવ્યું હતું કે, દેશભરના વિવિધ રાજ્યો તથા શહેરો જેવા કે ઇરોડ, ઇચ્છલકરંજી, તિરુપુર, તમિળનાડુ, કોઇમ્બતુર, હરીયાણા, હૈદરાબાદ, પાનીપત, વારાણસી, વારંગલ, લુધિયાના, ઇન્દોર, અમરાવતિ, બેંગ્લોર વિગેરેથી જેન્યુન બાયર્સ અને વિઝીટર્સ દ્વારા યાર્ન પ્રદર્શનની મુલાકાત લેવામાં આવશે. વિવર્સ, નીટર્સ, ઉદ્યોગ અગ્રણીઓ તથા ઉદ્યોગ સાહસિકો આ પ્રદર્શનની મુલાકાત લેશે. વિવિધ યાર્નના ઉત્પાદકો અને બાયર્સ એક છત નીચે એક જ પ્લેટફોર્મ પર ભેગા થતા હોવાથી તેઓની વચ્ચે બિઝનેસ મીટ પણ યોજાશે. આ ઉપરાંત અમેરિકા અને ટરકી ખાતેથી પણ વિદેશી ડેલીગેશન તેમજ બાયર્સ આ પ્રદર્શનની મુલાકાતે આવવાની સંભાવના છે.
ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં એકઝીબીટર્સ દ્વારા નેચરલ અને મેન મેઇડ ફેબ્રિકસમાં આવી રહેલા પરિવર્તનો અને વિકાસને દર્શાવતા કોટન, પોલિએસ્ટર, વુલ, સિલ્ક, લિનન, વિસ્કોસ, રેમી અને સ્પાન્ડેક્ષ વગેરે ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત ઈલાસ્ટીક, મેટાલિક, એમ્બ્રોઈડરી, ટેક્ષ્ચર્ડ, સ્લબ, ડોપ ડાઈડ સ્પન, લો ટોર્ક અને ફેન્સી મિલાન્જ જેવા વિવિધ સ્પેશ્યાલિટી ફાઈબર પણ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વ્યાપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ આ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેશે. આશરે રપ હજારથી વધુ બાયર્સ તથા વિઝીટર્સ પ્રદર્શનની મુલાકાત લેશે તેવી આશા છે.
યાર્ન એક્ષ્પો– ર૪ના ચેરમેન શ્રી ગિરધરગોપાલ મુંદડા અને કો–ચેરમેન શ્રી ઉમેશ ક્રિષ્ણાનીએ જણાવ્યું હતું કે, યાર્ન એક્ષ્પોમાં સ્પેશિયલ ફેબ્રિકસ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું ૧૦૦ ટકા પોલિએસ્ટર ટેક્ષ્ચ્યુરાઇઝડ યાર્ન, ડોપ ડાઇડ પોલિએસ્ટર યાર્ન, રિસાયકલ પોલિએસ્ટર યાર્ન, સિરો પોલિએસ્ટર યાર્ન, મિલાન્જ યાર્ન, કેટોનિક યાર્ન, એર ટેક્ષ્ચ્યુરાઇઝડ યાર્ન, સ્લબ યાર્ન, કોટન લુક પોલિએસ્ટર યાર્ન, કોટન ફીલ પોલિએસ્ટર યાર્ન, ફેન્સી પોલિએસ્ટર યાર્ન, ઇનહેરન્ટ ફાયર રેટરડન્ટ યાર્ન અને ઇનહેરન્ટ એન્ટી બેકટેરિયલ યાર્ન વિગેરેનું પ્રદર્શન કરવામાં આવશે.
સુરત ઉપરાંત દેશના ૧૦૦થી પણ વધુ શહેરોથી બાયર્સ – વિઝીટર્સ એક્ષ્પોની મુલાકાતે આવશે યાર્ન એક્ષ્પો– ર૪ના કો–ચેરમેનો શ્રી પ્રફુલ્લ શાહ, શ્રી કિરણ ઠુમ્મર અને શ્રી અશોક રાઠીએ જણાવ્યું હતું કે, સુરત ઉપરાંત અમદાવાદ, માલેગાવ, હૈદરાબાદ, સિલવાસા, મદુરાઇ, ડીસા, મુંબઇ, વાપી, નવસારી, કોઝીકોડ, વારાણસી, દિલ્હી, કોઇમ્બતુર, ઠાણે, દમણ, વાંકાનેર, ભીલવાડા, સોલાપુર, અંકલેશ્વર, બુરહાનપુર, ઇચ્છલકરંજી, પુણે, ભીવંડી, બેંગ્લોર, જયપુર, ભદોઈ – ઉત્તર પ્રદેશ, નૈરોબી, ધુળે, આંધ્રપ્રદેશ, પાનીપત, બાલાસોર, ડોંબિવલી, કોલકાતા, બેંગ્લુરુ, તમિલનાડુ, લુધિયાના, કેરળ, કુમસી, ગુવાહાટી, હિન્દુપુર, નાગપુર, સોલાપુર, નવી દિલ્હી, ઇન્દોર, ગ્રેટર નોઇડા, જોધપુર, અજમેર, જબલપુર, ડિન્ડીગુલ, ઇરોડ, લુધિયાના, કરૂર – તમિલનાડુ, કોલ્હાપુર, કર્ણાટકા, કલ્યાણ, નમકકલ – તમિલનાડુ, અમૃતસર, જુનાગઢ, કાંબા, ઉલ્હાસનગર, વડનગર, નવાપુર, ઉદયપુર, શોલિંગુર – તમિલનાડુ, કોડા કંડલા – તેલંગાણા, રાજકોટ, કીમ, સાલેમ, ગુંટુર, જેતપુર, મહેસાણા, બોટાદ, સરીગામ, હિંમતનગર, મથુરા, માઉનાથ ભંજન – ઉત્તર પ્રદેશ અને યવતમાળથી બાયર્સ તેમજ વિઝીટર્સ દ્વારા યાર્ન એક્ષ્પોની મુલાકાત માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
યાર્નનું રો મટિરિયલ્સ જેમાંથી મળે છે એવા સ્ત્રોતોનું થીમ પેવેલિયન એક્ષ્પોમાં મુકાશે યાર્નનું રો મટિરિયલ્સ પ્લાન્ટ, પ્રાણી અને મેન મેઇડ ફાયબરમાંથી મળે છે. પ્લાન્ટમાં કોટન, બામ્બુ, ફલેકસ, બનાના અને પાણીમાં રહેલી જળકુંભીમાંથી કુદરતી યાર્ન મળે છે. ઘેટા, ઊંટ, સસલા, લામા જેવા પ્રાણીઓના વાળમાંથી કુદરતી યાર્ન બને છે જેવા કે ઉન, અંગોરા, હેર, કકુનમાંથી સિલ્ક બનાવી શકાય છે. યાર્નના રો મટિરિયલ્સ મેળવવાના આ સ્ત્રોતોને એક્ષ્પોમાં થીમ પેવેલિયન તરીકે મુકવામાં આવશે. મેન મેડ યાર્ન બનાવવાની પ્રોસેસ જેમ કે મેલ્ટ સ્પિનિંગ, વેટ સ્પિનિંગ અને ડ્રાય સ્પિનિંગનો ડેમો પણ થીમ પેવેલિયનમાં મુકવામાં આવશે.
યાર્ન એક્ષ્પો દરમ્યાન ‘Emerging Trends in Yarns by 2030’ વિષે સેમિનાર યોજાશે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર (જીએફઆરઆરસી) દ્વારા યાર્ન એક્ષ્પો– ર૦ર૪ દરમ્યાન શનિવાર, તા. ૧૦ ઓગષ્ટ, ર૦ર૪ના રોજ બપોરે ૩:૩૦ કલાકે સેમિનાર હોલ– એ, સરસાણા, સુરત ખાતે ‘Emerging Trends in Yarns by 2030’ વિષે સેમિનાર યોજાશે.
આ સેમિનારમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શ્રી અસિમ પાન ‘Emerging Trends in Polyester by 2030’ વિષે, સેન્ચુરી એન્કા લિમિટેડના શ્રી સંજય મલ્હોત્રા ‘Emerging Trends in Nylon’ વિષે, મુંબઇના નિમ્બાર્ક ફેશન્સ લિમિટેડના શ્રી મહેશ માહેશ્વરી ‘Emerging Trends of Fancy Yarns’ વિષે, અદલોન ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ.ના શ્રી મહેન્દ્ર ઝડફીયા ‘Emerging Trends of Zari in Textile Industries – Shimmering into Textile Segment’ વિષે ટેક્ષટાઇલ ઉદ્યોગકારો અને વેપારીઓને માર્ગદર્શન આપશે.
ચેમ્બર દ્વારા ‘યાર્ન એકસ્પો –ર૦રર’નું ત્રિદિવસીય ભવ્ય પ્રદર્શન
ભારતમાંથી ૮૬ એકઝીબીટર્સ પ્રદર્શનમાં ભાગ લઈ રહયા છે, દેશભરના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે તથા યાર્નની બધી જ વેરાયટીઓ જેવી કે પોલિએસ્ટર, નાયલોન, વિસ્કોસ, કોટન અને કેટોનિક વિગેરેની સાથે સ્પેશિયલ વેરાયટી યાર્ન જેવા કે એન્ટીબેકટેરિયલ યાર્ન, ઇમીટેટ સિલ્ક યાર્ન, ગ્રેનાઇટ યાર્ન અને રિસાયકલ યાર્ન વિગેરે પ્રદર્શિત થશે, ત્રણ મહિના પહેલાં જ સુરતમાં શોધાયેલી રાસલ જરી અને સ્પાર્કલ નીમ જરી પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે : ચેમ્બર પ્રમુખ હિમાંશુ બોડાવાલા
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત વર્ષ ર૦રર–ર૩ ના બીજા પ્રદર્શન તરીકે ‘યાર્ન એકસ્પો– ર૦રર’ નું આયોજન આગામી તા. ર૦, ર૧ અને રર ઓગષ્ટ, ર૦રર દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે.
ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સુરતના ટેકસટાઇલ ઉદ્યોગનો વિકાસ ઝડપભેર થઈ શકે અને ઉદ્યોગકારોને યાર્ન પ્રોડકશન વિષેની અદ્યતન ટેકનોલોજીની જાણકારી મળી શકે એ આશયથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે. ચેમ્બર દ્વારા આ વર્ષે યાર્ન એકસ્પોનું ચોથું એડીશન રજૂ કરવામાં આવી રહયું છે. જેમાં દેશભરના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે તથા યાર્નની બધી જ વેરાયટીઓ જેવી કે પોલિએસ્ટર, નાયલોન, વિસ્કોસ, કોટન અને કેટોનિક વિગેરેની સાથે સ્પેશિયલ વેરાયટી યાર્ન જેવા કે એન્ટીબેકટેરિયલ યાર્ન, ઇમીટેટ સિલ્ક યાર્ન, ગ્રેનાઇટ યાર્ન અને રિસાયકલ યાર્ન વિગેરેનું પ્રદર્શન કરાશે.
ખાસ કરીને ત્રણ મહિના પહેલાં જ સુરતમાં શોધાયેલી રાસલ જરી અને સ્પાર્કલ નીમ જરી પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. સુરત ઉપરાંત દક્ષિણ ભારતના શહેરો તમિળનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશના વિવર્સ સાડી બનાવવામાં તેનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત હોમ ફર્નીશિંગ ટેકસટાઇલમાં કર્ટેન અને રગ્સ વિગેરેમાં આ જરીનો ઉપયોગ થાય છે. યાર્ન એકસ્પોમાં પ્રદર્શિત થનારા નવા યાર્ન, ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીને તથા સુરતમાં ડેવલપ થઇ રહેલી ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને નવા ફેબ્રિકસ મારફત નવી ઊંચાઇએ લઇ જશે.
વિશ્વના જુદા–જુદા દેશો જેવા કે અલ્જેરીયા, બાંગ્લાદેશ, ઇજિપ્ત, નેપાલ અને સુદાનથી જેન્યુન બાયર્સ યાર્ન પ્રદર્શનની મુલાકાતે આવશે. તદુપરાંત દેશમાંથી ઇરોડ, ઇચ્છલકરંજી, તિરુપુર, તમિળનાડુ, કોઇમ્બતુર, હરીયાણા, હૈદરાબાદ, પાનીપત, વારાણસી, વારંગલ, લુધિયાના, ઇન્દોર, અમરાવતિ, બેંગ્લોર વિગેરે ૮૧ જેટલા શહેરોમાંથી જેન્યુન બાયર્સ અને વિઝીટર્સ દ્વારા યાર્ન પ્રદર્શનની મુલાકાત લેવામાં આવશે. ગત વર્ષે યોજાયેલા યાર્ન એકઝીબીશનમાં એકઝીબીટર્સને રૂપિયા પ૦૦ કરોડનો બિઝનેસ જનરેટ થયો હતો ત્યારે આ વર્ષે પણ આશરે રૂપિયા પ૦૦ કરોડથી વધુનો બિઝનેસ જનરેટ થાય તેવી આશા છે.
શનિવાર, તા. ર૦ ઓગષ્ટ, ર૦રર ના રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે યાર્ન એકસ્પોનું ઉદ્ઘાટન કરાશે. જેનો ઉદ્ઘાટન સમારોહ પ્લેટીનમ હોલમાં યોજાશે. જેમાં મુખ્ય અતિથિ તથા ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહેનાર દેશના કેન્દ્રીય ટેકસટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે યાર્ન એક્ષ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ઉદ્ઘાટન સમારોહમાં મુંબઇ સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પોલિએસ્ટર ચેઇનના પ્રેસિડેન્ટ આર.ડી. ઉદેશી અને વાઇસ પ્રેસિડેન્ટ જે. રઘુનાથ તથા સુરત શહેરના મેયર હેમાલીબેન બોઘાવાલા, સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની (આઇ.એ.એસ.), સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર (આઇ.પી.એસ.) અને સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ વિશેષ અતિથિ તરીકેનું સ્થાન શોભાવશે.
ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શન અંદાજે ૧ લાખ ૧૬ હજાર સ્કવેર ફૂટ એરિયામાં યોજાશે. જેમાં ૮૬ જેટલા એકઝીબીટર્સ ભાગ લઇ રહયા છે. સુરત ઉપરાંત અમદાવાદ, વલસાડ, સિલવાસા, મેરઠ, મુંબઇ, સાલેમ, ચેન્નાઇ, કોઇમ્બતુર, ઇરોડ, હુગલી, હૈદરાબાદ અને સિકંદરાબાદના એકઝીબીટર્સોએ પ્રદર્શનમાં ભાગ લીધો છે.
યાર્ન એકસ્પો– ર૦રર ના ચેરમેન ગિરધરગોપાલ મુંદડાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં એકઝીબીટર્સ દ્વારા નેચરલ અને મેનમેડ ફેબ્રિકસમાં આવી રહેલા પરિવર્તનો અને વિકાસને દર્શાવતા કોટન, પોલીસ્ટર, વુલ, સિલ્ક, લિનન, વિસ્કોસ, રેમી અને સ્પાન્ડેક્ષ વગેરે ઉત્પાદનો પ્રદર્શિત કરનાર છે. આ ઉપરાંત ઈલાસ્ટીક, મેટાલિક, એમ્બ્રોઈડરી, ટેક્ષ્ચર્ડ, સ્લબ, ડોપ ડાઈડ સ્પન, લો ટોર્ક અને ફેન્સી મિલેન્જ જેવા વિવિધ સ્પેશિયાલિટી ફાઈબર પણ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વ્યાપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ આ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેનાર છે.
યાર્ન એકસ્પો– ર૦રર ના કો–ચેરમેન ઉમેશ ક્રિષ્ણાનીએ જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વર્ષે યાર્ન એકસ્પોનું ચોથું એડીશન યોજાઇ રહયું છે. પ્રથમ વખત સૌથી વિશાળ એરિયામાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેને કારણે આશરે ર૦ હજારથી વધુ બાયર્સ તથા વિઝીટર્સ પ્રદર્શનની મુલાકાત લેશે તેવી આશા છે.
યાર્ન એકસ્પોમાં નીચે મુજબના વિશિષ્ટ યાર્ન પ્રદર્શિત કરવામાં આવશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.