CIA ALERT

નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી Archives - CIA Live

September 13, 2022
nia.png
1min396

નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ)એ સમગ્ર ભારતમાં ગેંગસ્ટરોના ૬૦ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતાં. દિલ્હી, એનસીઆર, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં ૬૦ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતાં. 

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે  લોરેન્સ બિશ્નોઇ, બામબિહા ગેંગ અને નિરજ બવાના ગેંગ સાથે સંકળાયેલા ૧૦ ગેંગસ્ટર વિરુદ્ધ અનલોફુલ એક્ટિવિટિસ (પ્રિવેન્શન) એક્ટ (યુએપીએ)  હેઠળ એફઆઇઆર દાખલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ પંજાબના ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું કે આતંકવાદી સંગઠનો અને સિધુ મૂસેવાલા મર્ડર કેસમાં ધરપકડ કરાયેલા ગેંગસ્ટરો વચ્ચે મજબૂત સાઠગાંઠ છે. 

એનઆઇએના અહેવાલ અનુસાર નિરજ સેહરાવત ઉર્ફે નીરજ બાવના અને તેની ગેંગ પ્રખ્યાત લોકોને નિશાન બનાવી તેમની હત્યા કરવામાં સંડોવાયેલી છે.ં પંજાબી સિંગર સિધુ મૂસેવાલાની હત્યા સાથે સંકળાયલ આતંકી ગેંગના સંબધમાં  નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ) દિલ્હી-એનસીઆર, હરિયાણા અને પંજાબમાં  દરોડા પાડી રહી છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર નિરજ બવાના અને લોરેન્સ બિશ્નોઇ ગેંગ વચ્ચે હાલમાં ગેંગવોર ચાલી રહ્યો છે. પેજાબી સિંગર સિધૂ મૂસેવાલાની હત્યાના થોડાક જ કલાકો પછી નિરજ બવાનાએ જાહેરાત કરી હતી કે તે મૂસેવાલાની હત્યાનો બદલો લેશે અને લોરેન બિશ્નોઇ ગેંગ વિરુદ્ધ કાર્યવાહી કરશે.

ભારત અને વિદેશની જેલોમાં બંધ ગેંગસ્ટરો દ્વારા ચલાવવામાં આવતી ગેંગને પકડવા માટે પણ એનઆઇએ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સિધૂ મૂસેવાલાની હત્યા સાથે સંકળાયેલ ગેંગસ્ટર ગોલ્ડી બરાડ કેનેડામાં છે. 

એફઆઇઆર અનુસાર સ્પેશિયલ સેલને માહિતી મળી છે કે લોરેન્સ બિશ્નોઇ, ગોલ્ડી બરાડ, વિક્રમ બરાડ,  જગ્ગુ ભગવાનપુરિઆ, સંદીપ, સચિન થાપણ અને અનમોલ બિશ્નોઇ દેશ અને કેનેડા, પાકિસ્તાન અને દુબઇની જેલોમાંથી ઓપરેટ કરી રહ્યાં છે. 

એફઆઇઆરમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે લોરેન્સ બિશ્નોઇ ખાલિસ્તાની આતંકવાદી હરવિન્દર સિંહ રિન્દા સાથે સંકળાયેલો છે. જે હાલમાં પાકિસ્તાનમાં રહેતો હોવાનું માનવામાં આવે છે. 

અન્ય એક એફઆઇઆરમાં બામ્બિહા ગેંગના સભ્યોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે લોરેન્સ બિશ્નોઇ ગેંગની પ્રતિસ્પર્ધી ગેંગ છે.બામ્બિહા ગેંગનો લકી પટિઅલ અર્મેનિયાથી, કૌશલ ચૌધરી હરિયાણાની જેલમાંથી અને નિરજ બવાના તિહાર જેલમાંથી ઓપરેટ કરી રહ્યાં છે.