CIA ALERT
29. March 2024

નિકીતા ચંદવાણી Archives - CIA Live

August 26, 2022
nikita_chandwani-1.jpg
1min404

સુરતના ઘોડદોડ રોડ પર વેસ્ટ ફિલ્ડમાં આવેલી ઇગ્નાઇટ એકેડેમીમાં સી.એ. સ્નેહ ભાટીયા પાસેથી કંપની સેક્રેટરી કોર્સનું કોચિંગ લેનારી વિદ્યાર્થિની નિકીતા ચંદવાણીએ તા.25મી ઓગસ્ટ 2022ના રોજ જાહેર થયેલા કંપની સેક્રેટરી પરીક્ષા 2022ના પરીણામમાં ઇન્ડીયા ફર્સ્ટ રેન્ક હાંસલ કર્યો હતો. આ પ્રસંગે ઇગ્નાઇટ એકેડેમીના હેડ સ્નેહ ભાટીયા તથા એકેડેમીના જ ભૂપેન્દ્ર જૈને નિકીતાને શુભેચ્છાઓ આપી હતી. – CiA Live News Web

ચાર્ટર્ડ અકાઉન્ટન્સીના અભ્યાસ માટે હબ બની ચૂકેલા સુરત શહેરના યુવક યુવતિઓ હવે સી.એ. જેવા જ કંપની સેક્રેટરી (સી.એસ.) અભ્યાસક્રમમાં પણ નેશનલ લેવલે ઝળકી રહ્યા છે.

આજે તા.25મી ઓગસ્ટે જાહેર થયેલા સી.એસ.ના રાષ્ટ્રવ્યાપી પરીણામોમાં સુરત શહેરની નિકીતા ચંદવાણીએ ઓલ ઇન્ડીયા ફર્સ્ટ રેન્ક મેળવતા સમગ્ર દેશમાં ફરીથી સુરતનું નામ શિક્ષણ ક્ષેત્રે ચર્ચામાં આવ્યું હતું. કંપની સેક્રેટરી કોર્સની ફાઇનલ્સ પરીક્ષામાં નિકીતા ચંદવાણીએ 900 ગુણની પરીક્ષામાં 676 માર્કસ મેળવીને સમગ્ર દેશમાં હજારો વિદ્યાર્થીઓમાંથી સર્વપ્રથમ (ઓલ ઇન્ડીયા ફર્સ્ટ) રેન્ક હાંસલ કરતા સમગ્ર દેશમાં આ સમાચાર ભારે વાઇરલ થયા હતા. નિકીતા ચંદવાણીએ રાંદેર રોડની સંસ્કારભારતી વિદ્યાલયમાંથી ધો.12ની પરીક્ષા સામાન્ય પ્રવાહમાંથી પાસ કર્યા બાદ કંપની સેક્રેટરી કોર્સનું કોચિંગ ઘોડદોડ રોડના ઇગ્નાઇટ એકેડેમીમાં શરૂ કર્યું હતું.

આજે પરીણામ જાહેર થયા બાદ મિડીયા ઇન્ટરેકશનમાં નિકીતા ચંદવાણીએ કહ્યું કે આ મુકામ પર પહોંચવા માટે તેણે સ્ટડીને ટોપ પ્રાયોરિટીમાં રાખ્યું હતું.નિકીતા ચંદવાણીને સી.એસ.નું કોચિંગ આપતા સ્નેહ ભાટીયાએ જણાવ્યું હતું કે ભારતમાં હવે કોર્પોરેટ નેટવર્ક વધી રહ્યું છે, પ્રાઇવેટ લિમીટેડ કંપનીઓ આવી રહી છે, સ્ટોક બજારમાં લિસ્ટેડ કંપનીઓની સંખ્યા પણ વધી રહી છે, યંગસ્ટર્સમાં હવે આ અભ્યાસક્રમનો ક્રેઝ વધ્યો છે. તેમણે કહ્યું કે આપણી આસપાસ વધતા કોર્પોરેટ કલ્ચરને કારણે વિદ્યાર્થીઓ આ પ્રોફેશન ડિગ્રી પ્રોગ્રામમાં ખૂબ જ રસ દાખવી રહ્યા છે.

કંપની સેક્રેટરીનું ઓવરઓલ પરીણામ ફક્ત 18થી 22 ટકા

એક તરફ આજે સુરતની નિકીતા રમેશભાઇ ચંદવાણી નામની વિદ્યાર્થીની સી.એસ.માં સમગ્ર ભારતમાં પહેલા ક્રમે પાસ થઇ છે તો બીજી તરફ કંપની સેક્રેટરી કોર્સનું પરીણામ ફક્ત 18થી 22 ટકા જેટલું નીચું આવ્યું છે. આઇ.સી.એસ.આઇ.સુરત બ્રાન્ચની સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ પ્રોફેશનલ પ્રોગ્રામની મોડ્યુલ-1 પરીક્ષાનું પરીણામ 22.07 ટકા, મોડ્યુલ-2નું પરીણામ 18.17 ટકા અને મોડ્યુલ-3નું પરીણામ ફક્ત 18.90 ટકા આવ્યું છે. પ્રમાણમાં કઠિન ગણાતા આ કોર્સ સફળતાપૂર્વક પાસ કરનાર ઉમેદવારોને સારી જગ્યાએ પ્લેશમેન્ટ મળી જ જાય છે.