
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની ગુજરાત રિજિયોનલ કચેરી કે જે સુરતના ખજોદ સ્થિત સુરત ડાયમંડ બુર્સમાં કાર્યરત છે તેના નવા ચેરમેન તરીકે સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના પ્રમુખ જયંતિભાઇ સાલવિયા બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની ચૂંટણીઓ હાલ યોજાઇ રહી છે અને તાજેતરમાં જ તેમાં ઉમેદવારીની પ્રક્રિયા સંપન્ન થઇ છે. આ ચૂંટણીઓમાં સુરત સ્થિત રિજિયોનલ કાઉન્સિલ માટે બે કેટેગરી નક્કી કરવામાં આવી હતી. જેમાં એક સ્ટાર્ટઅપ અને બીજી કેટેગરી એક્ષપોર્ટ હાઉસના માલિક તરીકેની હતી.
સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએસનના ચેરમેન જયંતિ સાવલિયાએ આ બેઠક માટે ઉમેદવારી કરી હતી. ઉમેદવારી પત્રક પરત ખેંચવાના અંતિમ દિવસે તેમની અવેજીમાં ઉમેદવારીપત્રક ભરનાર ઉમેદવારી પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા આખરે જીજેઇપીસીની ગુજરાત રિજિયોનલ કાઉન્સિલના ચેરમેન તરીકે જયંતિ સાવલિયાને બિનહરીફ વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે.
જયંતિ સાવલિયા આગામી બે વર્ષ માટે જેજીઇપીસી ગુજરાત કાઉન્સિલના ચેરમેન તરીકે કાર્યરત રહેશે. જયંતિ સાવલિયા જેમના અનુગામી બન્યા છે એ વિજય માંગુકીયા પણ જ્વેલરી સેક્ટરમાંથી અને સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનમાંથી જ આવે છે.